________________
(“હે ગાર્ગિ! અંતર્યામરૂપ અવ્યાકૃતનાં અધિષ્ઠાનરૂપ તે અક્ષરને, એટલે કે બ્રહ્મને, અવિનાશી શુદ્ધ બ્રહ્મને, બ્રહ્મવેત્તાઓ આ પ્રમાણે સમજાવે છે : તે (બ્રહ્મ) સ્થૂલ નથી, સૂક્ષ્મ નથી, ટૂંકું નથી, લાંબું નથી, રાતું નથી, ચીકણું નથી, છાયાવાળું નથી, અંધકારવાળું નથી, વાયુ-વિનાનું છે, આકાશવાળું નથી, સંગ-રહિત છે, રસ-વિનાનું છે, ગંધ-વિનાનું છે, ચક્ષુ-વિનાનું છે, શ્રોત્ર-વિનાનું છે, વાણી-વિનાનું છે, મન-રહિત છે, તેજ-વિનાનું છે, પ્રાણવાયુ-રહિત છે, મુખ-વિનાનું છે, પ્રમાણરહિત છે, છિદ્ર-રહિત છે અને અ-પરિચ્છિન્ન છે. તે કોઈ પણ વિષયને ભોગવતું નથી, તેમ કોઈ પણ મનુષ્ય તે(અક્ષર)ને ભોગવતો નથી.').
ટૂંકમાં, તે (બ્રહ્મ) સર્વ વિશેષણોથી રહિત હોવાથી, એક જ અને અદ્વિતીય છે.
બ્રહ્મ વિશેનાં બ્રહ્મવેત્તાઓએ નિરૂપેલાં આ સ્વરૂપ-લક્ષણ વિશે વિચારતાં, એમાંથી, આ બે વિશિષ્ટતા ફલિત થાય છે : એક તો એ કે આ “બ્રહ્મ શું નથી.' એવો નિષેધાત્મક (Negative) અભિપ્રાય આ શ્રુતિવચન અભિવ્યક્ત કરે છે, એટલે કે બ્રહ્મ સર્વ પ્રકારની સાપેક્ષતા(Relativity)થી પર છે; અને બીજું એ કે સ્કૂલ-સૂક્ષ્મ, લાંબુ-ટૂંકું જેવાં તત્ત્વોથી તે મુક્ત છે. તાત્પર્ય એ છે કે આ શ્રુતિવચન દ્વારા સ્કૂલતા' વગેરે મિથ્યા કલ્પનાનો નિષેથ થાય છે (અદ્ભૂતં તિ પતર્ ગત નિર) અને આકાશની જેમ તે સર્વત્ર વ્યાપક, સૂક્ષ્મ અને અતક્ષ્ય હોવાથી, તે પોતે પોતાની મેળે જ સિદ્ધ થાય છે (વ્યોમવત પ્રતી સ્વત: સિમ). બુદ્ધિ અને તર્કથી તે પર છે અને સ્વયંપ્રકાશ છે. મુંડક ઉપનિષદે બ્રહ્મ સ્વરૂપનું આ લક્ષણ સાવ સરળ રીતે વ્યક્ત કર્યું છે : માત્મા વિવૃyતે તેનું સ્વામ્ | (આત્મા પોતાનાં સ્વરૂપને પોતે જ પ્રગટ કરે છે.) ૩, ૨,૩.
યાજ્ઞવલ્કયે ગાર્ગીને બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ સવિસ્તર સમજાવ્યું છે, તેને લક્ષમાં લેતાં, તેમાં આ પહેલાં, ઉપર, શિષ્ય પૂછેલા સવાલનો જવાબ મળી જાય છે કે આવાં બ્રહ્મતત્ત્વનું ભાવન-ચિંતન કરતાં, દેહાદિને પોતાનો આત્મા આત્મારૂપે સ્વીકારવામાં આ સકળ વિશ્વ મિથ્યા પ્રતીત થાય છે. શરીર વગેરે અને જગત જેવા મિથ્યા પદાર્થોમાં આસક્ત થવું એ તો નિરર્થક જ ઠરે છે, અને તેથી જ સદ્દગુરુ શિષ્યને સૌપ્રથમ ચોખી આજ્ઞા આપે છે કે તેને તું છોડી દે : ગહીદિ !
આત્મસાક્ષાત્કાર અથવા બ્રહ્મભાવનનું પ્રથમ પગથિયું, તે આ ત્યાગ (નરીરિ), અને આ ત્યાગમાંથી જ આપોઆપ ઉપસતું બીજું સબળ અને સલામત પગથિયું તે, સર્વ શ્રુતિવાક્યોનાં લક્ષ્યાર્થ-સ્વરૂપ, જીવાત્મા અને બ્રહ્મ ચૈતન્ય માત્ર-રૂપે, અખંડ-જ્ઞાનરૂપે એક જ છે, એવી સુદઢ પ્રતીતિ. આવી પ્રતીતિને આધારે જ ગુરુજી શિષ્યને બીજી આજ્ઞા આપે છે કે પોતાના આત્માને “હું બ્રહ્મ છું' એમ ખાત્રીપૂર્વક જાણી લે ( માત્માનું વહ્ય માં તિ ઇવ વિદ્ધિ l). બ્રહામ I – એવો પાકો નિશ્ચય, એટલે જ ઉપર નિર્દિષ્ટ કરવામાં આવેલું “બ્રહ્મભાવન” ! અને બ્રહ્મવિ૬
વિવેકચૂડામણિ / ૪૭૧