________________
ઉપર્યુક્ત વાક્યનો અર્થ સમજવામાં મુશ્કેલી ઊભી કરે છે, કારણ કે ગગાના જળપ્રવાહમાં ઝૂંપડી રહી શકે નહીં, અને તેથી જ તે અર્થને છોડી દઈને “લક્ષણા'-શક્તિમાંથી નિષ્પન્ન થતા લક્ષ્યાર્થ'(“ગંગાતટ', “ગંગાતીર')ને સ્વીકારવામાં આવ્યો ત્યારે જ, વાક્યનો અર્થ (‘ગંગાનાં તીરે ઝુંપડી') પ્રતીતિજનક નીવડ્યો હતો. શ્લોક-૨૪૩માંનો શબ્દ પધયમાનોઃ “અભિધાશક્તિ દ્વારા મળતા “વાચ્યાર્થી માટે પ્રયોજાયો છે અને શોધતો એ શબ્દ “લક્ષ્યાર્થીને બદલે પ્રયોજાયો છે. તું (ત્વ) અને તે(તા)ની જેમ એક વધુ વાત પણ સમજી લઈએ : જીવ અને બ્રહ્મ બંને, પરસ્પરવિરુદ્ધ ધર્મવાળાં તત્ત્વો છે, તેથી તે બંને વચ્ચે એકત્વ સિદ્ધ કરવાનું શક્ય ન્હોતું, પરંતુ તે બંનેના વાચ્યાર્થમાં રહેલી ઉપાધિ દૂર કરવામાં આવી કે તરત જ, તે બંનેના લક્ષ્યાર્થ વડે, તે બંનેનું એકત્વ સિદ્ધ થઈ શક્યું, - તે નીચે પ્રમાણે :
શબ્દ વાચ્યાર્થ ઉપાધિ લક્ષ્યાર્થ વં તું જીવ ચૈતન્ય (આત્મા), “તું તે જ છે.” તત્ તે ઈશ્વર શુદ્ધ બ્રહ્મ, “જીવ બ્રહ્મ જ છે.”
ગ્રંથકારને, આ શ્લોકમાં, જે અભિપ્રેત છે, તે આ જ કે પરસ્પરવિરુદ્ધ ધર્મવાળા બે પદાર્થો, ગંગા અને ઝુંપડીનું એકત્વ વાર્થ (ગંગાજળપ્રવાહ) વડે નહીં, પરંતુ લક્ષ્યાર્થ (ગંગાતટ) વડે જ સમજાવી શકાય.
શ્લોકમાંનાં ચાર દષ્ટાંતોમાં, પરસ્પરવિરુદ્ધ ધર્મોવાળા બળે પદાર્થો વચ્ચેનું એકત્વ આ રીતે પ્રતિપાદિત થાય છે ?
પદાર્થો ' ઉપાધિથી ભેદ એકત્વ (૧) આગિયો અને બંનેના પ્રકાશનું પ્રકાશનો દૃષ્ટિકોણ
કદ : નાનું-મોટું (૨) નોકર અને , સત્તાનું કાર્યક્ષેત્ર : મનુષ્યત્વનો દૃષ્ટિકોણ રાજા
નાનું-મોટું (૩) કૂવો અને જળનાં જથ્થાનું જળનો દષ્ટિકોણ
સાગર પ્રમાણ : થોડું અને ઘણું (૪) પરમાણુ અને પૃથ્વી-પદાર્થનું કદ : પૃથ્વીત્વનો મેરુ (પર્વત) ઘણું ઓછું અને દૃષ્ટિકોણ
ઘણું વધારે તત-વં યુગલ (જીવ અને બ્રહ્મ) અને દૃષ્ટાંતમાંનાં એવાં જ ચાર પદાર્થયુગલોમાંના વિરુદ્ધ ધર્મો અને ભિન્ન ઉપાધિઓનો ત્યાગ કરવામાં આવતાં, લક્ષ્યાર્થ વડે', પાંચેય પદાર્થયુગલોમાંના પરસ્પરભિન્ન પદાર્થો વચ્ચે, તરત જ એકત્વ સિદ્ધ થાય છે, “વાચ્યાર્થી આ કાર્ય કરવા સમર્થ નથી.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૪૪)
વિવેચૂડામણિ | ૪૫૫