________________
તે બંને(જીવ અને બ્રહ્મ)નું એકત્વ ગૃહીત થાય છે, પ્રતીત થાય છે તે બંને (જીવ અને બ્રહ્મ) કેવાં છે ? અન્યોન્યવિદ્ધધર્મળો: એકમેકથી વિરુદ્ધ ધર્મવાળાં, પરસ્પરવિરુદ્ધ સ્વભાવવાળાં. એ બંને વચ્ચેનું એકત્વ શાના વડે, કેવી રીતે સમજાવવામાં આવ્યું છે ? લક્ષિતયો: શબ્દની લક્ષણાશક્તિથી નિષ્પન્ન એવો લક્ષ્યાર્થ પ્રાપ્ત થાય ત્યારે જ, લક્ષ્યાર્થ વડે જ. અને શાના વડે, તે એકત્વ ન સમજાવી શકાય ? વાધ્યયો: શબ્દની અભિધા-શક્તિથી પ્રાપ્ત એવા વાચ્યાર્થ વડે નહીં. આવાં એકત્વની સિદ્ધિમાં વાચ્યાર્થ ઉપયોગી ન બની શકે, એમાં તો લક્ષ્યાર્થ જ મદદરૂપ થાય.
આ વાત પ્રતીતિજનક બને તે માટે, પરસ્પર-વિરુદ્ધ ધર્મવાળાં જીવ-બ્રહ્મની સરખામણી, એવાં પરસ્પરવિરોધી સ્વભાવવાળાં ચાર વસ્તુયુગલો સાથે, આ રીતે, કરવામાં આવી છે : (૧) ઘોતમામ્નો: । વદ્યોત એટલે આગિયો, અને માનુ એટલે સૂર્ય. આગિયો અને સૂર્ય, (૨) રાન-મૃત્યયોઃ । મૃત્યુ એટલે નોકર, રાજા અને નોકર. (૩) ભૂપ-અમ્બુરાણ્યોઃ । પ એટલે કૂવો, અને અમ્બુશિ એટલે સાગર (જળસમૂહ). કૂવો અને સાગર, (૪) પરમાણુ-મેર્નો: । એટલે મેરુ પર્તન, પરમાણુ અને મેરુપર્વત. પરસ્પર-વિરુદ્ધ સ્વભાવ હોવાની બાબતમાં, જીવ-બ્રહ્મ અને આ ચાર પદાર્થ-યુગલો વચ્ચેની સમાનતા સ્વયંસ્પષ્ટ છે. (૨૪૪)
અનુવાદ : આગિયો અને સૂર્ય, નોકર અને રાજા, કૂવો અને સાગર તથા પરમાણુ અને મેરુ(પર્વત)ની જેમ, પરસ્પર-વિરુદ્ધ ધર્મવાળા તે બંને(જીવ અને બ્રહ્મ)નું એકત્વ લક્ષ્યાર્થમાં જ સમજાવવામાં આવ્યું છે, વાચ્યાર્થમાં નહીં. (૨૪૪)
ટિપ્પણ : તત્ત્વમસિ' એ મહાવાક્યમાંનાં તત્ અને દ્વં, એ બે પદોથી કહેવામાં આવેલું (મિધીયમાનયો:) જીવ અને બ્રહ્મ બંનેનું એકત્વ, ત્યારે જ પ્રતિપાદિત થઈ શક્યું હતું, જ્યારે તે બે પદોને (તત્ અને ત્ત્ત) શોધિત કરવામાં (શોષિતયો:) આવ્યાં હતાં (શ્લોક-૨૪૩). શ્લોક-૨૪૩માંના આ પારિભાષિક શબ્દ ‘શોધિત’નો શાસ્ત્રોક્ત અર્થ સમજાવવા માટે, શબ્દના ‘વાચ્યાર્થ’ અને ‘લક્ષ્યાર્થ’નો પ્રાથમિક પરિચય એ જ શ્ર્લોકનાં ટિપ્પણ કરવામાં આવ્યો હતો. હવે અહીં, આ શ્લોકમાં તો, ગ્રંથકારે પોતે જ આ બે શબ્દો (લક્ષ્યાર્થ અને વાદ્યાર્થ) પ્રયોજ્યા છે, તેથી તે બેની થોડી વધુ સમજૂતી જરૂરી બને છે.
સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે, શબ્દની ત્રણ શક્તિઓ આ પ્રમાણે છે : ‘અભિધા’, ‘લક્ષણા’ અને ‘વ્યંજના’, અને આ ત્રણ શક્તિઓ દ્વારા, શબ્દમાંથી નિષ્પન્ન થતા ત્રણ પ્રકારના અર્થો, અનુક્રમે, આ પ્રમાણે છે : ‘વાચ્યાર્થ’, ‘લક્ષ્યાર્થ’ અને ‘વ્યંગ્યાર્થ’. ‘વ્યંગ્યાર્થ' અહીં પ્રસ્તુત નથી, તેથી તેને છોડી દઈએ.
ગયા શ્ર્લોકનાં ટિપ્પણમાં, ‘વાચ્યાર્થ’ અને ‘લક્ષ્યાર્થ’ની સમજૂતી આપવા માટે, ગંગામાં ઝુબૈર । એ દૃષ્ટાંત આપવામાં આવ્યું હતું, અને ત્યાં જ એટલું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું કે શબ્દનો વાચ્યાર્થ’ (ગંગાનદીની જળસપાટી), ૪૫૪ / વિવેકચૂડામણિ