________________
અને મન-બુદ્ધિ વગેરેથી રહિત હોવાથી એને કશી ક્રિયાઓ સાથે સંબંધ નથી, અક્રિય, નિષ્ક્રિય, અકર્તા, નિરન્તર-માન~-રસ-સ્વરૂપમ્ | પરમાત્માનાં મૂળભૂત સ્વરૂપ “સ-વિદ્-ગાનન્ટ'-માં આનન્દ તો છે જ, અને ઉપનિષદોએ આ જ બ્રહ્મ માટે “રી વૈ : ' એવું નિરૂપણ કર્યું છે, તેથી બ્રહ્મ “આનન્દ-સ્વરૂપ' અને રસ-સ્વરૂપ' છે, એ તો સરળતા અને સ્પષ્ટતાપૂર્વક ફલિત થાય છે, પરંતુ આ “આનન્દ' અને “રસ' “નિરન્તર' છે. વિષયોનો આનંદ ક્ષણિક છે, તે પ્રગટ થાય છે અને નષ્ટ થાય છે, ઊગે છે અને અસ્ત થાય છે. બ્રહ્મનો આનન્દ આવો નથી, - એમાં કશું “અંતર નથી પડતું, તે અનંત અને અનસ્ત છે, શાશ્વત છે. આપણાં ભોજનમાંના ગળ્યું ખારું-ખાટું વગેરે છ રસો અને સાહિત્યના શૃંગાર-કરુણ-વીરહાસ્ય વગેરે નવ રસોના આસ્વાદની પ્રક્રિયામાં વચ્ચે વચ્ચે અંતર' પડી જાય છે, પરંતુ બ્રહ્મસાક્ષાત્કારનો રસાસ્વાદ અખંડ, એકધારો અને સાતત્યપૂર્ણ હોય છે. વળી, આ “આનન્દ' અને “રસ', - બંને, કોઈ સ્થૂલ-ભૌતિક પ્રકારના નહીં, પરંતુ દુઃખ-શોક-રહિત હોવાથી, નિર્ભેળ, શુદ્ધ અને સૂક્ષ્મ હોય છે. ટૂંકમાં, બ્રહ્મનું સ્વરૂપ આનંદેકપૂર્ણ અને રસૈકપૂર્ણ છે. (૨૩૯)
અનુવાદ : આથી, પરબ્રહ્મ સતુ, અદ્વિતીય, શુદ્ધ, વિજ્ઞાનસ્વરૂપ, નિર્મળ, પ્રશાન્ત, અનાદિ-અનંત, નિષ્ક્રિય, નિરન્તર આનંદ-રસ-સ્વરૂપ છે. (૨૩૯)
- ટિપ્પણ: શ્લોકમાનાં, પર-બ્રહ્મનાં સ્વરૂપનાં સર્વ વિશેષણો “શબ્દાર્થવિભાગમાં, ઉપર, સવિસ્તર, સમજાવવામાં આવ્યાં હોવાથી એ વિશે વિશેષ કશું ઊમેરવાનું રહેતું નથી. માત્ર, બ્રહ્મસ્વરૂપની એક સૂચક (significant) લાક્ષણિકતા પ્રત્યે ધ્યાન ખેંચવાનું રહે છે : “બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે' (બ્રહ્મ સત્ય નાભિથ્થા ), - વેદાંતદર્શનના આ મૂળભૂત (Fundamental) અને સારભૂત (Essential) સિદ્ધાંતનાં પ્રતિપાદન માટે, જગત-સ્વરૂપનાં “મિથ્યા'પણાંની સામેનાં, બ્રહ્મસ્વરૂપનાં “સત્ય'પણાંની વિલક્ષણતા (contrast) પૂરેપૂરી દર્શાવવાની આવશ્યકતા હોવાથી, આટલાં બધાં વિશેષણોની, એનાં બાહુલ્યની, જરૂર પડી. - અને જગતનું “મિથ્યાપણું તો, છેલ્લા કેટલાક શ્લોકોમાં, એના માટે અનેક વિશેષણો પ્રયોજીને, એનાં અનેક પાસાને આવરીને, સવિસ્તર નિરૂપવામાં આવ્યું જ છે, એટલે એ નિષ્કર્ષ તથા વિવરણ પરથી જ, એનાં જ ફલસ્વરૂપ (અત:), પરબ્રહ્મનાં સ્વરૂપનાં સત્યપણાને સિદ્ધ કરવા માટે, આ બધાં વિશેષણો, પેલાં બધાં વિશેષણોની સામે મૂકવાથી, એ બંને વચ્ચે એક બહુ મોટો અને ચોખો વિરોધ (Contrast) આપોઆપ ઊપસી આવે, એ અનિવાર્ય બન્યું હતું.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૩૯)
* ૨૪૦ निरस्तमायाकृतसर्वभेदं नित्यं सुखं निष्कलमप्रमेयम् ।
વિવેકચૂડામણિ / ૪૪૩