________________
૨૩૯ अतः परं ब्रह्म सदद्वितीयं
विशुद्धविज्ञानघनं निरंजनम् । प्रशान्तमाद्यन्तविहीनमक्रियं ।
निरन्तरानन्दरसस्वरूपम् ॥ २३९ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
અતઃ પર બ્રહ્મ સદદ્વિતીય
વિશદ્ધવિજ્ઞાનઘન નિરંજનમ્ | પ્રશાન્તમાદ્યન્તવિહીનમક્રિય
નિરારાનન્દરસસ્વરૂપમ્ | ૨૩૯ | શ્લોકનો ગદ્ય અન્વયઃ ગત: પ ગ્રહ , અદિતી, વિવિજ્ઞાનને, નિષ્ણને ગાર-બત્ત-વિહીન, યેિ, નિરન્તર-માન-રસ-શ્વ (મતિ) || ર૩૧ |
શબ્દાર્થ: મુખ્ય વાક્ય : માં પર બ્રહ્મ (શ) (તિ, મતિ) / મત: આથી, આ કારણે. “આ કારણે” એટલે આ પહેલાંના, છેલ્લા કેટલાક શ્લોકોમાં,
જગત અસત્ય છે,” એમ સિદ્ધ કરવામાં આવ્યું, તેથી. આમ, આ મતક-શબ્દ, આ પહેલાંના તે શ્લોકો અને હવે પછીના, અહીંથી શરુ થતા, થોડા શ્લોકોને સાંકળતી કડી-રૂપ બની રહે છે. આથી, પર બ્રહ્મ આવું (ટ્ટ) છે. કેવું છે? શ્લોકમાંનાં સઘળાં વિશેષણો પરબ્રહ્મનાં સ્વરૂપની વિશિષ્ટતાનું વર્ણન કરે છે. સંત જે હંમેશાંસદા-સર્વદા અસ્તિત્વ ધરાવે છે, જેનો કદી પણ અભાવ નથી, તેવું, દ્વિતીયમ્ - સમગ્ર બ્રહ્માંડમાં જેનાથી બીજું (દિતીય) કોઈ નથી, જેના જેવું અન્ય કોઈ નથી, અનુપમ, નિરુપમ એટલે કે દૈતરહિત, પરમ્ - દેશકાળથી પર (Above), ત્રિકાલાબાધિત, સર્વ પ્રકારના ભેદોથી અબાધિત, સર્વોચ્ચ (Highest). વિશુદ્ધ-વિજ્ઞાનધનમ્ પ્રકૃતિના ત્રણ ગુણોના વિકારો, એની અશુદ્ધિઓ-મલિનતાઓથી મુક્ત, માયાના મળ વગરનું, નિર્મળ, સ્વચ્છ, વિશુદ્ધ, કેવળ જ્ઞાનસ્વરૂપ, ચિરૂપ, સાધનનિરપેક્ષ, અપરોક્ષ જ્ઞાનનું મૂર્તિમંત સ્વરૂપ, આવાં જ્ઞાનનું ઘનિષ્ઠ (Most dense) સ્વરૂપ. નિરંગનમ | સંગન-એટલે આંજણ, લેપ. કશા પણ પ્રકારના લેપ-વિનાનું (Unstained, Un-tinged). તમોગુણની આવરણશક્તિ કે પાંચ-કોશો જેને ઢાંકી કે આચ્છાદિત ન કરી શકે તેવું, પ્રશાન્ત-મનના સંકલ્પ-વિકલ્પો, બુદ્ધિના વિભ્રમો અને રજોગુણની વિક્ષેપશક્તિ વગેરેની અશાંતિથી સંપૂર્ણતઃ મુક્ત, મૂર્તિમંત શાંતિ, માદ્યન્તવિહીનમ્ બ્રહ્મ પોતે “અજ છે, અજન્મા છે, એને કશો અંત નથી, જન્મમૃત્યુ અને પુનર્જન્મથી પર, અનાદિ-અનંત, નિયમ્ - શરીર, અંગાંગો, ઇન્દ્રિયો
૪૪૨ | વિવેકચૂડામણિ