________________
૩પત્તસ્થતામ્ | સુપુતૌ ૩૫ત્તથ્થતીમ્ - તો સુષુપ્તિ-અવસ્થામાં પ્રતીત થાય, પ્રતીત થવું જોઈએ, અનુભવવામાં આવવું જોઈએ, દેખાવું જોઈએ. (f) તા. (લુપુરી) રવિન્દ્ર ન ૩ 7ખ્યતે | પરંતુ સુષુપ્રિ-અવસ્થામાં તેની કશી જ પ્રતીતિ થતી નથી, તે જરા પણ પ્રતીત થતું નથી. આથી, આ કારણે, માટે, (ત૬ વિશ્વ) સ્વવત્ સત્ મિથ્થા (૨ પ્તિ) . તે વિશ્વ) સ્વમની જેમ અસત્ અને મિથ્યા છે. / ૨૩૬નાં
અનુવાદઃ જો વિશ્વ સત્ય હોય તો, સુષુપ્રિ-અવસ્થામાં તે પ્રતીત થવું જોઈએ, પરંતુ (સુષુપ્તિ-અવસ્થામાં) તેની કશી જ પ્રતીતિ થતી નથી, આથી તે (વિશ્વ) સ્વકની જેમ અસતુ અને મિથ્યા છે. (૨૩૬)
ટિપ્પણ : વિશ્વ અસત્ય હોવાની હકીકત ગ્રંથકાર સિદ્ધ કરવા ઇચ્છે છે, તેથી અહીં પણ, આ પહેલાંના બે-એક શ્લોકોની જેમ, વિશ્વને જો સત્ય માનવામાં આવે તો, વધારાની એક અસંગતિ ઊભી થાય, એવું પ્રતિપાદન અહીં કરવામાં આવ્યું છે.
જો વિશ્વ, ખરેખર, સત્ય હોય તો, જાગ્રત-અવસ્થામાં મનુષ્ય જોયેલું વિશ્વ તથા તેમાંની વસ્તુઓ (મકાનો, નદીઓ, પર્વતો વગેરે) તથા તે સમયની અનુભૂતિઓ (સુખ, દુઃખ, ભોગ વગેરે) અને પરિસ્થિતિઓ (સંપત્તિ, દરિદ્રતા, પ્રતિષ્ઠા વગેરે) સુષુપ્રિ-અવસ્થામાં પણ પ્રતીત થવાં જોઈએ, જણાવાં જોઈએ. પરંતુ સહુનો સાર્વજનિક સ્વાનુભવ એવો છે કે સુષુપ્તિ અવસ્થામાં, કોઈને પણ, કદી પણ, જાગ્રત-અવસ્થામાં અનુભવેલાં વિશ્વનો કશો જ અનુભવ થતો નથી. એનો અર્થ એ થાય કે સુષમિઅવસ્થામાં વિશ્વનો અભાવ સર્જાય છે, એનું અસ્તિત્વ રહેતું નથી. એવો એક અફર અને અટલ નિયમ છે કે જે વસ્તુ સત્ય હોય, તે તો ત્રણેય કાળમાં અને ત્રણેય અવસ્થાઓમાં એક્સરખી રીતે સત્ય પ્રતીત થવી જોઈએ. પરંતુ આ નિયમ, વિશ્વની બાબતમાં, સુષુપ્તિ-અવસ્થાનાં સંદર્ભમાં, જળવાતો નથી.
એટલે, અગાઉ જેમ, વિશ્વને સત્ય તરીકે સ્વીકારવાથી, જે થોડા પ્રસંગો', એટલે કે અનિચ્છનીય દોષો ઊભા થયા હતા તેમ જ, અહીં પણ, એવો એક વધારાનો દોષ, મનુષ્યનો પોતાનો અનુભવ ખોટો કરવાનો દોષ, સર્જાયાનું આચાર્યશ્રીએ નિરૂપણ કર્યું છે, અને તેથી વિશ્વ અસત્ય, અનિત્ય, મિથ્યા છે, એ સિદ્ધ થાય છે.
આત્મા તો ત્રણેય કાળમાં અને ત્રણેય અવસ્થાઓમાં, સદા સર્વદા, એકસરખી રીતે, અબાધિત, ઉપલબ્ધ અને અનુસૂત રહે છે, જ્યારે અવસ્થાઓ, તેમાંની અનુભૂતિઓ-પરિસ્થિતિઓ અને વિશ્વ પોતે વિશે પણ, આવું શક્ય બનતું નથી, તેથી આ બધું મિથ્યા છે.
શ્લોકનો છંદ : અનુપુપ (૨૩૯)
વિવેકચૂડામણિ | ૪૩૭