________________
ભાષ્યો લખ્યાં છે, તેમાંનું એક છે, અને તેથી જ, આ શ્રુતિવચન માટે અથર્વનિષ્ઠા વરિષ્ઠી શ્રૌતી વાણી, - એવા શબ્દો પ્રયોજાયા છે. મુંડક-ઉપનિષનું, આચાર્યશ્રીને અભિપ્રેત એવું, તે શ્રુતિવચન આ પ્રમાણે છે :
ब्रह्मैवेदममृतं पुरस्ताद् ब्रह्म पश्र्वाद् ब्रह्म दक्षिणतश्चोन्तरेण ।
अधश्र्वोर्ध्वं च प्रसृतं ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम् ॥ २,२,११ ॥ (‘જે આ આગળ છે તે અમૃતરૂપ બ્રહ્મ જ છે, પાછળ બ્રહ્મ છે, દક્ષિણ તરફ અને ઉત્તર તરફ, ઊંચે અને નીચે, તથા સર્વત્ર) પ્રસરેલું બ્રહ્મ છે, આ સર્વ બ્રહ્મ જ છે, આ શ્રેષ્ઠતમ છે.')
મુંડક - ઉપનિષદના આ મંત્રનું જ વિવરણ અને વિમર્શન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે. અત્યંત સરળ શબ્દોમાં અહીં બ્રહ્મ અને વિશ્વનાં અદ્વૈતને નિરૂપવામાં આવ્યું છે. પ્રતિપાદનની અસંદિગ્ધતા અને સુનિશ્ચિતતા માટે, વધારાનો એક મુદ્દો અહીં રજુ કરવામાં આવ્યો છે, તે એ કે બ્રહ્મ તો સમગ્ર બ્રહ્માંડનું અધિષ્ઠાન' છે અને બ્રહ્માંડ તો આ બ્રહ્મરૂપી અધિષ્ઠાન પર માત્ર “આરોપિત છે. “આરોપિત' હોય તેનું અસ્તિત્વ, એનો સમગ્ર આધાર, એનું એક માત્ર આશ્રયસ્થાન જ “અધિષ્ઠાન હોય છે. “આરોપિત’ને “અધિષ્ઠાન'થી ભિન્ન, અલગ, જૂદું, આગવું ચૈતન્ય જ હોતું નથી, તેથી એક સુસંગત અને તર્કપૂત સત્ય આમાંથી એ નિષ્પન્ન થાય છે કે “આ વિશ્વ જ બ્રહ્મ છે.” (ä વિશ્વ ગ્રહ વ ).
“અધિષ્ઠાન” અને “આરોપિત’ની વિભાવના આ દૃષ્ટાંતથી સ્પષ્ટ બનશે :
રસ્તે જતાં, રાત્રે, દોરડું (રજ્ઞ) પડ્યું હતું તે, અંધારાને કારણે, “સાપ” (સી) છે એમ લાગ્યું. આમાં “દોરડું “અધિષ્ઠાન' છે. અને “સાપ” “આરોપિત છે. હકીકતમાં તો, “સાપ” હતો જ નહીં, એ તો માત્ર ભ્રમ જ હતો. પરંતુ જે ખોટો સાપ” પણ ત્યાં જણાયો, તેનું તો કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હતું જ નહીં. દોરડાનું અસ્તિત્વ એ જ “સાપ'નું અસ્તિત્વ બની. ગયું ! કારણ કે તે ખોટો “સાપ” પણ “સાચાં' “દોરડા” રૂપી “અધિષ્ઠાન” પર “આરોપિત” હતો. આમ, અહીં પણ આરોપિત (સાપ)ની, તેના “અધિષ્ઠાન' (દોરડા)થી કશી ભિન્નતા નથી.
અને આ “ચૂકાદો (Verdict) તો શબ્દશ્રુતિ)પ્રમાણની, શ્રૌતી વાણીની આજ્ઞા ! એમાં તો એક જ વિકલ્પ, – અમલ અને અનુપાલન. એમાં ન અવકાશ, કોઈ તર્કને, કોઈ દલીલને, કશી ચર્ચાને !
“The Charge of the Light Brigade' નામનાં કાવ્યમાંની, અંગ્રેજ કવિ લૉર્ડ ટેનિસન(Lord Tennyson, 1809-1892)ની આ પંક્તિઓ યાદ આવી જાય છે :
There's not to make reply, There's not to reason why, There's but to do and die !
વિવેકચૂડામણિ | ૪૩૧