________________
છે. આ બધું, વિશ્વ) માત્ર તે (બ્રહ્મ) જ છે, તેનાથી જુદું નથી “(જ) છે', એમ.. જે કહે છે, તેનું અજ્ઞાન નાશ પામ્યું નથી, તે તો ઊંઘતા માણસની જેમ બકવાસ જ કરે છે ! (૨૩૨)
ટિપ્પણ: “અદ્વૈત' એટલે કે અભેદના સિદ્ધાંતની જ ચર્ચા અહીં પણ ચાલુ જ રહી છે. પાયામાં રહેલી અને અત્યંત મહત્ત્વની વાત, ગ્રંથકાર એ કહેવા માગે છે કે આ જગતમાં જે કાંઈ ભેદો દષ્ટિગોચર થાય છે, તે મિથ્યા કલ્પનામાત્રનું જ પરિણામ છે, અને આ માટે મનુષ્યનાં મોહ અને અજ્ઞાન જ જવાબદાર છે.
આ પહેલાં માટી (કારણ') અને ઘડા(“કાર્ય”)નું દૃષ્ટાંત આપવામાં આવ્યું હતું અને અંતે નિષ્કર્ષ આપવામાં આવ્યો હતો કે ઘડાને કોઈ સ્વતંત્ર, વાસ્તવિક, માટીથી અલાયદું અસ્તિત્વ છે જ નહીં, જે કંઈ સત્ય છે, તે તો માટી જ છે (કૃદેવ સત્યં પરમાર્થભૂતમ્ ) શ્લોક-ર૩૧, વૃત્તિવા રૂતિ વ સત્યમ્ - છાંદોગ્ય-ઉપનિષદ)
જેવું માટી-ઘડાનું દાંત, તેવું જ બ્રહ્મ-જગતનું દૃષ્ટાંત. માટીનું સઘળું “કાર્ય (ઘડો, કોડિયું, બરણી વગેરે) જો માટી-રૂપ જ હોય તો, સત્ય-સ્વરૂપ બ્રહ્મનું “કાર્ય (એટલે કે આ જગત) સત્યસ્વરૂપ બ્રહ્મ જ છે. ઘડો માટીથી જૂદો નથી, એ જ રીતે આ જગત પણ બ્રહ્મથી જૂદું નથી.
આમ છતાં, કેટલાક માણસો એવા સ્વ-મત-આગ્રહી (Dogmatic) હોય છે કે આવી સાવ દીવા જેવી સ્પષ્ટ હકીકતને પણ સ્વીકારવા તૈયાર ન હોય અને પોતાના કક્કાને જ સાચો ઠરાવવા માટે એમ બોલ્યા કરે કે “ના, ના, આ જગત તો બ્રહ્મથી ભિન્ન જ છે !” તો, તેના વિશે શું કહેવું ? બીજું શું કહેવું ? એ જ કે તે બોલતો’ નથી, ઊંઘતા માણસની જેમ માત્ર “બબડે છે, “બકવાસ કરે છે, વૃથા બડબડાટ' જ કરે છે !
જેનો મોહ ન ટળ્યો હોય (તી મોદઃ વિનિતિ: ) તે તો આમ જ કરે ને ! અને એવાનો ધંધોખો' શો કરવો !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૨૩૨)
૨૩૩ ब्रह्मैवेदं विश्वमित्येव वाणी
श्रौती ब्रूतेऽथर्वनिष्ठा वरिष्ठा । तस्मादेतद् ब्रह्ममात्रं हि विश्वं
नाधिष्ठानाद् भिन्नताऽऽरोपितस्य ॥ २३३ ॥ . શ્લોકનો ગુજરાતી પાઠ:
બધૈવેદ વિશ્વમિચેવ વાણી
શ્રીતી બ્રોડથર્વનિષ્ઠા વરિષ્ઠા તસ્માતઃ બ્રહ્મમાત્ર હિ વિશ્વ નાધિષ્ઠાનાદ્ ભિન્નતાડડરોપિતસ્ય ૨૩૩ *
વિવેકચૂડામણિ / ૪૨૯