________________
હ-મિત્રત્વ-શરણં “બ્રહ્મ મારાથી જરા પણ ભિન્ન નથી' એવું જ્ઞાન. “બ્રહ્મ' એટલે પરમાત્મા અને “હું” એટલે જીવાત્મા, - એ બંને એક જ છે, એવું જ્ઞાન, એવી સમજ. મવમોક્ષ આર અતિ ! આવું જ્ઞાન સંસારનાં બંધનમાંથી મુક્ત થવાનું, છુટવાનું કારણ છે. આને કારણે શું થાય છે ? વેન વર્ધઃ દિલીય માનન્દ દ્રા સંતે . જેનાથી, આવાં અભેદજ્ઞાનથી, ડાહ્યા માણસો, જ્ઞાનીઓ, વિદ્વાનો, અદ્વિતીય આનંદસ્વરૂપ-બ્રહ્મને પામે છે, એટલે કે પોતે જ બ્રહ્મરૂપ બની જાય છે. (૨૨૫)
અનુવાદ : “બ્રહ્મ (મારાથી) ભિન્ન નથી,” એવું જ્ઞાન સંસારનાં બધન)માંથી મુક્ત થવાનું કારણ છે, – જે(આવા અભેદજ્ઞાન)થી જ્ઞાનીઓ અદ્વિતીય આનંદસ્વરૂપ બની જાય છે. (૨૨૫).
ટિપ્પણ : મોક્ષાર્થી સાધક પરમ-બ્રહ્મને પામ્યા વિના, પોતાનાં જીવનનાં એકમાત્ર ધ્યેય સમા મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે. મોક્ષ-પ્રાપ્તિની પૂર્વશરત (Precondition) તરીકે બ્રહ્મ-સંપન્નતા (ા સંપત્તેિ ) અનિવાર્ય છે, – એ હકીકતનું અહીં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
પરંતુ તે પહેલાં, તેણે “બ્રહ્મ' એટલે કે પરમાત્મા અને હું એટલે કે જીવાત્મા, - એ બંને વચ્ચેનું અભેદજ્ઞાન મેળવી લેવું પણ એટલું જ અનિવાર્ય છે, કારણ કે સંસારનાં બંધનમાંથી મુક્ત થયા વિના તો બ્રહ્મપ્રાપ્તિ શક્ય જ ન બને, અને સંસારનાં બંધનમાંથી છૂટવા માટે, પરમાત્મા-જીવાત્માનું અભેદજ્ઞાન, એ એક જ કારણ છે. આમ, બ્રહ્મપ્રાપ્તિ માટેની સોપાન-પરંપરા આ પ્રમાણે છે : (૧) જીવાત્માપરમાત્મા-અભેદજ્ઞાન, (૨) સંસારબંધન-મુક્તિ, અને (૩) બ્રહ્મપ્રાપ્તિ.
આ અનુસંધાનમાં બે વાત નોંધપાત્ર છે : એક તો એ કે સાધકે નીવો ડ્રદ્ધવ નાપદ / જીવ, જીવાત્મા, એ બ્રહ્મ એટલે કે પરમાત્મા જ છે, “જીવ તરીકે હું, બ્રહ્મથી જરા પણ જૂદો નથી, ભિન્ન નથી', એવી આત્મપ્રતીતિ સંપન્ન કરી લેવી જોઈએ. અને આત્માને પામવો હોય તો, આત્મા સિવાયનાં સર્વ તત્ત્વોને, એટલે કે જગતમાંનાં સમગ્ર “અનાત્મા’–સમુદાયનો તેણે ત્યાગ કરવો જોઈએ. આ પહેલાંના શ્લોકોમાં સવિસ્તર પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેમ, આ “અનાત્મા-સમુદાયત્યાગ’ થાય કે તરત જ “આત્મ-પ્રાપ્તિ એટલે કે “બ્રહ્મ-પ્રાપ્તિ સંપન્ન બની રહે છે અને આવી આધ્યાત્મિક “સંપત્તિ'ના ધણીને, પછી, સંસારબંધનની ચિંતા કરવાની રહેતી નથી !
અને બીજું એ કે બ્રહ્મના જ્ઞાનીથી બ્રહ્મ જૂદું રહેતું જ નથી. શ્રુતિ તો નિશ્ચયપૂર્વક જાહેર કરે જ છે કે “બ્રહ્મજ્ઞાની તો બ્રહ્મ જ બની જાય છે' : દ્રવિ વિહવ પતિ ! આમ, બ્રહ્મનો જાણકાર સાધક, જ્યારે પોતે જ બ્રહ્મ બની જાય, ત્યારે એના આ બ્રહ્મસાક્ષાત્કારનો આનંદ તો શબ્દાતીત, અવર્ણનીય, અદ્વિતીય !
આવો આનંદ તો અનાદિ છે, અનંત છે અને એની અનુભૂતિ અપરોક્ષ ફર્મા - ૨૭
વિવેકચૂડામણિ | ૪૧૭