SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કુશળતા, વિદ્વત્તા અને ખાસ તો, દરેક કામમાં અને પ્રવૃત્તિમાં સંપૂર્ણતાનો આગ્રહ, – આવા સર્વોત્તમ સગુણો પિતાજીને આ શિક્ષકો પાસેથી મળ્યા, એની વાત તેઓશ્રી અમને ગર્વ-ગૌરવપૂર્વક ઘણી વાર કહેતા. અંગ્રેજીનું એમનું જ્ઞાન ઉત્તમકોટિનું હતું, વાચન વિશાળ અને વાચનનો શોખ પણ ઘણો હતો, એમનો માનીતો લેખક એટલે ચાર્લ્સ ડિકન્સ (Charles Dickens). 241 ausell A Tale of two cities 24Pick-wick Papers zł QL કૃતિઓ એમને ખૂબ ગમતી. આ બીજી કૃતિમાંની હાસ્યરસિક વાતો, તેઓશ્રી, એટિંગ સાથે, અમારી સમક્ષ રજૂ કરતા. વળી, કિશોરાવસ્થાને અનુરૂપ એવી સાહસિક નવલકથા એલેકઝાંડર ડ્યૂમાની “થ્રી મસ્કેટિયર્સ” પણ એમની એવી જ પ્રિય કૃતિ. અંગ્રેજી કવિઓમાં વઝવર્થ, ટેનિસન અને ખાસ તો લોંગફેલો એમના પ્રિય કવિઓ. બાળકને ઉન્નત શિખર જવાની પ્રેરણા આપે તેવી લોંગફેલોની આ કાવ્યપંક્તિઓ, તેઓશ્રી, અમારી સમક્ષ, અવારનવાર સંભળાવતા ? Lives of great men all remind us, We can make our lives sublime; And returning, leave behind us, Footprints on the sands of time ! ભણવામાં તેઓશ્રી ખૂબ મહેનત કરતા હશે, એવી પ્રતીતિ અમને તેમણે વારંવાર ટાંકેલી આ કાવ્યપંક્તિઓ દ્વારા મળતી : But they, while their companions slept, Were toiling late in the night! બાપાજીને વાચન અને પુસ્તકોનો અજબ શોખ. English Dictionary તે જમાનામાં તેમણે અમને અપાવેલી. કોઈ અંગ્રેજી શબ્દનો અર્થ કે સ્પેલિંગ અમે પૂછીએ તો, તેઓશ્રી તરત જ કહે કે "I am not a walking Dictionary. Look at the Dictionary with you !" નાનપણનું એમનું જીવન, આ પ્રમાણે, અભ્યાસપૂર્ણ હતું, એ સ્પષ્ટ જણાઈ આવે છે. એ એક દુઃખદ ઘટના હતી કે તેમનાં માતાજી ગોદાવરી-મા, તેમને સાત જ વર્ષનાં મૂકીને પરલોક સિધાવી ગયાં હતાં. આમ, પિતાજી નાની વયમાં જ, માતાપિતાની છત્રછાયા ગુમાવી બેઠા હતા, તે છતાં બહોળા સંયુક્ત કુટુંબમાં રહેવાને કારણે, તેમનાં વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ અને સર્વાગી પ્રગતિ સાધી શકાયાં હતાં. આજે સંયુક્ત કુટુંબની જે વિભાવના લુપ્ત થઈ ગઈ છે, તેને જ આવો બધો યશ ૩૯ | વિવેકચૂડામણિ
SR No.006075
Book TitleVivek Chudamani
Original Sutra AuthorN/A
AuthorJayanand L Dave
PublisherPravin Prakashan
Publication Year2002
Total Pages1182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy