________________
સૌપ્રથમ તો, “પરમાત્મા” અને “જીવાત્માની સ્વરૂપ-ગત વિશિષ્ટતા સમજી લેવાની જરૂર છે. મોહ-અવિદ્યા-અજ્ઞાન-અવિવેક વગેરેના ફંદામાં ન ફસાયો હોય તેવો સચિ-આનન્દ-સ્વરૂપ, શુદ્ધ-બુદ્ધ-નિત્ય-મુક્ત એવો આત્મા, - એટલે “પરમાત્મા', અને ઉપર્યુક્ત અજ્ઞાન-અવિદ્યા વગેરે અનિચ્છનીય તત્ત્વોનાં સંસર્ગનાં પરિણામે બુદ્ધિ વગેરે સાથે તાદામ્ય સાધીને, બુદ્ધિ વગેરેના ગુણધર્મોને પોતાના સમજીને, જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિવાળા સંસારના ચકરાવામાં અટવાઈ રહ્યો હોય તે, “જીવાત્મા'. નીવું એટલે જીવવું, એનો સંકેત જ એ છે કે “જીવાત્મા' “પરમાત્મા' માટે જીવવાનો જીવનક્રિયા સાથેનો, એટલે કે “પ્રાણ”નો (U+નનું એટલે શ્વાસોચ્છવાસની ક્રિયા કરવી) સંબંધ સ્થાપે છે.
બીજું, આત્મા કંઈ “દશ્ય’ કે ‘ય’ નથી, એટલે કે જોવા-જાણવાનું “કર્મ (Object) નથી, એ તો સદા-સર્વદા “દૃષ્ટા” અને “જ્ઞાતા” જ છે, એટલે કે જોવાજાણવાનો “કર્તા' (subject) જ છે, જ્યારે જીવને, એટલે કે દેહને તો, દેશ-કાળવસ્તુ-ગત અનેક મર્યાદાઓ અને બંધનો હોય છે.
પરમાત્મા' અને “જીવાત્માનાં મૂળભૂત સ્વરૂપોની આ લાક્ષણિકતા સંપૂર્ણ રીતે આત્મસાત થઈ જાય, એટલે તરત જ સમજાઈ જશે કે આવા નિર્ગુણ, નિષ્ક્રિય, સત્-ચિ-આનંદ, દષ્ટા, સાક્ષી, જ્ઞાતા, આત્માને, “પરમાત્માને, જ્યારે જીવભાવ પ્રાપ્ત થાય છે ત્યારે, બુદ્ધિની ભ્રાન્તિ વડે, એટલે કે “બુદ્ધિના ગુણધર્મો મારા છે, એવી ભ્રાંતિ વડે જ આવું પરિણામ આવે છે, અને તેથી જ તે સાચો જીવભાવ નથી. આવો જીવભાવ અવાસ્તવિક (Unreal), આભાસી (Fallaciously appearing) અને મિથ્યા હોવાથી, જે ક્ષણે ભ્રાન્તિ-ગત મોહ દૂર થાય (મોહાપા), કે તરત જ જીવભાવનું અસ્તિત્વ ટળી જાય છે, નાબૂદ થઈ જાય છે.( પ્તિ )
અને જીવભાવનું આવું, આપોઆપ, નિવારણ એટલે જ પરમાત્માનો સાક્ષાત્કાર, બ્રહ્મભાવ, મોક્ષ ! આમ, મોક્ષ' કોઈ “નવું (એટલે કે પહેલાં હોતું અને હવે સર્જાયેલું એવું) તત્ત્વ નથી; “અપ્રાપ્તએવાં કોઈ તત્વની “પ્રાપ્તિ નથી : પ્રણય પર્વ પ્રતિક છે. માત્ર, અત્યારસુધી તે કેમ “અપ્રાપ્ત' રહેતું હતું, એ પરિસ્થિતિને, વાસ્તવિક સત્યને સ્પષ્ટરીતે સમજવાની જરૂર છે.
શ્લોકનો છંદ : શાલિની (૧૯૮)
૧૯૯ यावद् भ्रान्तिस्तावदेवास्य सत्ता
मिथ्याज्ञानोज्जृम्भितस्य प्रमादात् । रज्ज्वां सो भ्रान्तिकालीन एव भ्रान्ते शे नैव सर्पोऽपि तद्वत् ॥ १९९ ॥
વિવેકચૂડામણિ ! ૩૭પ