________________
પણ લખાણ કે પ્રવચન એકધારું ચાલ્યું આવતું હોય તો તે થોડું કંટાળાજનક (Monotonous, boring) બને, આ એક સાર્વત્રિક અને માનવસહજ અનુભવ છે. ગીતામાં પણ, ભગવાન શ્રીકૃષ્ણને અટકાવીને, અર્જુને, વચ્ચે-વચ્ચે, અનેક પ્રશ્નો વડે, પોતાની આશંકાને વ્યક્ત કરી છે અને શ્રીકૃષ્ણે તેનું સમાધાન કર્યુ છે, તે, સહુ જાણે છે.
અહીં શિષ્યની શંકા સ્વાભાવિક છે : “મનોભ્રમ, અવિદ્યા કે અણસમજને કારણે અથવા અન્ય કોઈ કારણે, નિરુપાધિક એવા પરમાત્માને, જીવાત્મા સ્વરૂપે સોપાધિક બનવું પડ્યું હોય તો ભલે, પરંતુ ‘નિરુપાકિ’ને ‘સોપાધિક’ બનાવનાર આ ‘ઉપાધિ' જો અનાદિ હોય અને આપે પણ જીવભાવનું અનાદિ તરીકે જ પ્રતિપાદન કર્યું છે અને જે અનાદિ હોય, તેનો જો નાશ જ ન થઈ હોઈ શકે, તો તો પછી, જીવભાવનો પણ નાશ ન હોય !. આમાંથી તો ઘણો મોટો અનર્થ સર્જાય !''
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૯૪) ૧૯૫
अतोऽस्य जीवभावोऽपि नित्यो भवति संसृतिः । न निवर्तेत तन्मोक्षः कथं मे श्रीगुरो वद ॥ १९५ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અતોડસ્ય જીવભાવોઽપિ નિત્યો ભવતિ સંસ્કૃતિઃ । ન નિવર્તીત તન્મોક્ષઃ કથં મે શ્રીગુરો વદ ૫ ૧૯૫ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : અત: અસ્ય નૌવમાવઃ અપિ નિત્ય: મતિ, (પેન) સંસ્કૃત્તિ: ન નિવર્તીત, તત્-મોક્ષ: થૈ (મતિ) ? (૪) શ્રીપુરા, (તત્) મે ૬ | ૧૨૧ ॥
શબ્દાર્થ : અતઃ - આથી, માટે, આ કારણે, અન્ય (પાત્મનઃ) નીવભાવઃ નિત્ય: મતિ । આ(પરમાત્મા)નો જીવભાવ પણ નિત્ય-હંમેશનો થશે, રહેશે. (પેન) સંસ્કૃતિ: ન નિવર્તીત । ન નિવર્તીત નિવૃત્તિ નહીં થાય, નિવારણ નહીં થાય, ટળશે નહીં, નાબૂદ નહીં થાય. નિ + વૃત્ (વ) - નિવૃત્તિ થવી, નિવારણ થવું,
-
એ ધાતુનું વિધ્યર્થ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ, નવન્તુત. સંસ્કૃતિઃ - સંસાર, (જેથી) સંસારનું નિવારણ નહીં થાય. તત્-મોક્ષઃ થં (મતિ) ? તો પછી, તેનો (જીવાત્માનો) મોક્ષ કેવી રીતે, કેમ કરીને, થાય ? (હે) શ્રીમુવે, (તત્) મે વર્ । હે સદ્ગુરુ ! આ મને સમજાવો, આ મને કહો. આથી તો, તે(પરાત્મા)નો જીવભાવ પણ નિત્ય રહેશે અને તેના સંસારનું નિવારણ પણ થઈ શકશે નહીં, તો પછી, તે(જીવ)નો મોક્ષ કેમ કરીને થાય ? (૧૯૫)
અનુવાદ : તેથી, પરાત્માનો જીવભાવ પણ નિત્ય રહેશે અને એના સંસારનો વિવેકચૂડામણિ | ૩૬૯
ફર્મા - ૨૪