________________
પણ કદી અંત નહીં આવે, તો પછી જીવનો મોક્ષ કેમ થાય ? - હે ગુરુદેવ ! આ મને સમજાવો. (૧૫)
ટિપ્પણ : પંચકોશનું નિરૂપણ અને નિરુપાધિક એવા પરમાત્માના સોપાધિક જીવભાવ વિશેનાં સુદીર્ઘ પ્રવચન પછી, શિષ્ય, પોતાની આશંકા, છેલ્લા શ્લોકથી, રજુ કરી, તે અહીં પણ ચાલુ રહી છે : '
“હે સર ! આ પહેલાં, મારી આશંકા વિશે, મેં આપની સમક્ષ, જે રજુઆત કરી હતી, તે જ અનુસંધાનમાં, મારે, વધારે જે આપને પૂછવાનું છે, તે એ કે ઉપાધિનાં કારણે, પરમાત્માનો જીવભાવ હોય, ઉપાધિ અનાદિકાળની હોય, અને જે અનાદિ હોય, તેનો નાશ ન થતો હોય તો, તો એમ જ સમજવાનું રહે કે પરમાત્માનો આ જીવભાવ નિત્ય રહેશે અને સંસારનું પણ નિવારણ થઈ શકશે નહીં, – ખરેખર, વસ્તુસ્થિતિ, આવી જ હોય તો, તો પછી, તેનો, એટલે કે જીવનો મોક્ષ કેવી રીતે થાય ?'
આમ તો, એમ લાગે છે કે ગુરુજીનાં લંબાણ-પ્રવચન પછી પણ શિષ્ય આધ્યાત્મિક-દાર્શનિક બાબતમાં ઠીક-ઠીક અધ્યયન-નિષ્ઠ અને સજ્જ હોવા છતાં, પરમાત્મા અને “જીવાત્મા' - એ બેનાં મૂળભૂત અને તાત્ત્વિક સ્વરૂપ વિશે, કહો કે એ બે સ્વરૂપો વચ્ચેના પાયાના (Fundamental) તફાવત વિશેની તેની મુંઝવણ હજી દૂર થઈ નથી.
આ મુંઝવણ તેણે અહીં અભિવ્યક્ત કરી છે. આ મુંઝવણને જરા વિશદ કરીએ તો, આટલા મુદ્દા તેને અકળાવે છે :
(૧) નિરુપાધિક અને નિર્લેપ પરમાત્માને સોપાધિક તથા વિકારશીલ બનવું પડ્યું હોય, તો તે ભલે થયું, પરંતુ પરમાત્માનો આવો જીવભાવ અનાદિ ક્વી રીતે ? શા કારણે ?
(૨) અને જો તે અનાદિ હોય તો, તેનો અર્થ તો એ થયો કે આ જીવભાવનો નાશ જ ન થાય, એનો અંત જ ન આવે તો, આ જીવભાવ નિત્ય છે ? નિત્ય રહેશે ?
(૩) અને તો તો, જન્મમરણરૂપી આ સંસારચક્રનું પણ નિવારણ થઈ શકે નહીં ! અને તો પછી, આ અનાદિ-જીવભાવથી, કોઈને પણ ક્યારેય મોક્ષ મળી શકે જ નહીં ! તો શું મોક્ષપ્રાપ્તિ અસંભવિત છે ? એવું તે કદી હોઈ શકે ?
શ્લોકનો છંદ : અનુરુપ (૧૫)
श्रीगुरुवाच । सम्यक् पृष्टं त्वया विद्वन् ! सावधानेन तच्छृणु । प्रामाणिकी न भवति भ्रान्त्या मोहितकल्पना ॥ १९६ ॥
૩૭૦ | વિવેકચૂડામણિ