________________
આત્મસ્વરૂપ છે, એ હકીકત જ ભૂલી જાય છે. એની ભૂલ અથવા ભ્રાંતિ એટલી જ કે તેણે પોતે જ, મનુષ્ય-શરીર-પ્રવેશ પછી, પેલી તદન મિથ્યા એવી બુદ્ધિ સાથે પોતાની એકરૂપતા સ્વીકારી લીધી, બુદ્ધિ સાથે પોતાને Identified કરી નાખ્યો, અને પછી તો, શરીરનાં આકાર, રૂપ, જન્મ, જરા, વ્યાધિ વગેરે પોતાનાં જ છે એવું તે માનવા લાગ્યો ! શરીરરૂપી આકારમાં, સીમામાં 'પોતે સીમિત બની ગયો !
આ ઘટના સમજાવવા માટે, આચાર્યશ્રી, અત્યંત સચોટ અને પ્રતીતિકારક ઉપમા આપે છે : મૂળ તો માટી (મૃ જ છે અને એમાંથી જ ઘડા બને છે, પરંતુ, ત્યારપછી, માટી મૂળભૂત રૂપ માટી-સ્વરૂપે રહેતી નથી, ઘડાની, આકાર-પ્રકાર-કદ વગેરેની, મર્યાદાઓનું આરોપણ તેના પર આવી જાય છે : ટૂંકમાં, ઘડા પણ ખરેખર તો માટી જ હોવા છતાં, તે હવે માટી મટી જાય છે. હવે, ઘડાને કોઈ ‘માટી' નહીં કહે, ‘ઘડા' જ કહેશે-માનશે-ગણશે ! તેમ જ સર્વવ્યાપી-સર્વરૂપ પરમાત્મા બુદ્ધિરૂપી ઉપાધિ સાથે એકરૂપ થતાં, બુદ્ધિના ગુણધર્મો પોતાના હોય, એવી ભ્રમણા તે સેવે છે !
આમ, જ્યાં કશાં ભેદ-પરિચ્છેદ-મર્યાદા નથી, ત્યાં આ બધાં ભાસવા લાગે છે !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૯૨)
૧૯૩
उपाधिसंबन्धवशात् परात्मा
ह्युपाधिधर्माननुभाति तद्गुणः । अयोविकारानविकारिवह्निवत्
सदैकरूपोऽपि परः स्वभावात् ॥ १९३ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
ઉપાધિસંબન્ધવશાત્ પરાત્મા પાધિધર્માનનુભાતિ તદ્ગુણઃ । અયોવિકારાનવિકારિવનિવત્
સરૈકરૂપોઽપિ પરઃ સ્વભાવાત્ ॥ ૧૯૩ ॥
શ્લોકનો ગદ્ય અન્વય : પાત્મા ઉપાધિસંવધવશાત્ હિ તળુળ: (મૂત્વા), अयोविकारान् अविकारिवह्निवत् सदा एकरूपः स्वाभावात् परः (सन्) अपि, રૂપાધિમાંનું અનુમાતિ ॥ ૧૧૩ ॥
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : પદ્મભા સવા રૂપઃ સ્વમાવાત્ પર: (મન્) અપિ, ઉપાધિમાંનું અનુમાતિ । પરાત્મા એટલે પરમાત્મા ઉપાધિના ધર્મોનો અનુભવ કરે છે એ ધર્મોને આત્મસાત્ કરે છે, એને અપનાવે છે (અનુમાન્તિ). વળી, તે તો સદા ‘એકરૂપ' (રૂપ:) હોવા છતાં પણ (પ), આવું કેમ બનવા પામે છે ? ૩૬૬ / વિવેકચૂડામણિ