________________
શબ્દાર્થ : મુખ્ય વાક્ય : સ્વયં સર્વાત્મ સન્ સ્વયં પર સ્વતઃ પૃથન વીતે | સ્વયં પર આત્મા-પરમાત્મા પોતે. તે શું કરે છે? વીક્ષિતે – જુએ છે. શું જુએ છે? કેવું જુએ છે? પૃથક્વેન – અલગ, જુદું, ભિન્ન, નોખું. પોતે જ બધું પોતાનાથી ભિન્ન જુએ છે. સર્વાત્મ: - સર્વરૂપ, સર્વાત્મા. પોતે સર્વાત્મા હોવા છતાં, પણ આવું કેમ બને છે? કૃષત્મિનઃ યુદ્ધ તાલાલ્યાણ પરિજી
ત્ય | પરિચ્છે એટલે મર્યાદા. બુદ્ધિના તાદાત્મદોષને કારણે, બુદ્ધિ સાથે એકરૂપ થવાની ભૂલને કારણે. ત૬-આત્મ - તેના જેવું રૂપ પામવું, એ શબ્દનું ભાવવાચક નામ, તાલાવ્ય, એકરૂપતા, તન્મયતા, તન્મયતા, Identity, Identification. બુદ્ધિ કેવી ? પૃષા - મિથ્યા, ખોટી, અસત્ય, મૃષાત્મક એટલે મિથ્થારૂપ (બુદ્ધિ). મિથ્થારૂપ બુદ્ધિનાં તાદાભ્યદોષને લીધે, પરિચ્છેદને, એટલે કે બુદ્ધિની મર્યાદાઓને તે પામે છે. આવું અનિચ્છનીય પરિણામ, ઉપર્યુક્ત અનુચિત ઘટનાનું જ આવ્યું.
આ આખી પ્રક્રિયા કોના જેવી છે? મૃત પવન ફુવ | પૃ૬ એટલે માટી, મૃત્તિકા. ઘડા જેમ માટીથી જૂદા જોવાય છે, તેમ, પોતાને માટીથી અલગ મનાતા ઘડાની માફક. (૧૯૨)
અનુવાદ : પરમાત્મા પોતે, મિથ્થારૂપ બુદ્ધિનાં તાદાભ્યદોષને લીધે, મર્યાદા પામે છે અને પોતે સર્વરૂપ હોવા છતાં, માટીથી ઘડા જેમ અલગ મનાય છે તેમ, પોતાને પોતાનાથી જ જૂદો અનુભવે છે. (
૧૨) ટિપ્પણ : મનુષ્યનાં સ્થળ શરીરમાં રહેલો જીવાત્મા, ખરેખર તો, પરમાત્માનો જ અંશ છે, - એટલું જ નહીં પણ તે પોતે જ તે છે, તો પછી મનુષ્ય શરીરમાં આવ્યા પછી તે પોતે જ, પોતાને, પોતાનાથી અલગ, ભિન્ન, જૂદો હોય એવી અનુભૂતિ કેમ કરે છે ? આ ઘટનાને, આવી પ્રક્રિયાને, અહીં સમજાવવામાં આવી છે.
પરમાત્મા જીવાત્મા બને છે ત્યારે, એક અનુચિત અને અનિચ્છનીય ઘટના એ બનવા પામે છે કે જીવાત્મા-સ્વરૂપે તે પરમાત્મા પોતે, મિથ્થારૂપ બુદ્ધિ સાથે તકૂપ બની જાય છે. બુદ્ધિ તો મિથ્થારૂપ છે, ખોટી છે, અસત્ય છે અને તે પોતે બુદ્ધિ નથી. પોતે તો પરમાત્મા–સ્વરૂપ છે, સર્વરૂપ છે, તે છતાં ઉપાધિ-રૂપ બુદ્ધિ સાથે એકરૂપ બની જાય છે. અને આવું બને એટલે તો, ન બનવા જેવું જ બને! પરમાત્મા પોતે જ, પેલી મિથ્થારૂપ બુદ્ધિની મર્યાદાઓને (પરિચ્છે) પામે છેઃ પોતાનું મૂળભૂત (Original) સર્વરૂપ, સર્વાત્મક-રૂપ ગુમાવી દે છે, પોતે નિરપાલિક હોવા છતાં સોપાધિક બની જાય છે, નિરાકાર હોવા છતાં સાકાર બની રહે છે, પોતે અભિન્ન હોવા છતાં, તે પોતે જ, પોતાને, પોતાનાથી અલગ હોય (પૃથક્વેન) એમ સમજે છે. ખરેખર તો, પરમાત્મા પોતે, દેશ-કાળ-વસ્તુ જેવાં, સજાતીયવિજાતીય એવાં, સર્વ ભેદોથી અને મર્યાદાઓથી રહિત છે, પર છે. તે પોતે
વિવેકચૂડામણિ / ૩૬૫