________________
ત્રનત્- જતો, ભમતો, રખડતો, ધડ નીચે, કર્ણ - ઊંચે, યતિ આવે છે, નિયંતિ - જાય છે. વિવિત્ર - વિવિધ, જુદી જુદી જાતની, અનેક. આ (જીવ), વિવિધ યોનિઓમાં ભમતો, નીચે આવે છે અને ઉપર જાય છે. આ વિજ્ઞાનમય કોશની જ (મધ્ય વિજ્ઞાનમય વોશણ વ), ના-સ્વ-દિઅવસ્થા: જાગ્રત, સ્વપ્ર વગેરે અવસ્થાઓ છે (ત્તિ), જેમાં આ જીવ જ સુખદુઃખનો ભોગ કરે છે.
અહીં નો શબ્દ તો છે જ. એટલે આરંભનો શબ્દ કિંજે શ્લોક-૧૮૮માંના કર્તા (subject) નીવડ સાથે લઈએ, તે જ યોગ્ય ગણાય; નહીંતર, અહીં, મો: છું એવી અનુચિત અને અનાવશ્યક પુનરુક્તિ (Repetition) થશે. (૧૮૯).
અનુવાદઃ આ બુદ્ધિમય વિજ્ઞાનમય કોશ, એટલે કે જીવ) જુદી જુદી જાતની યોનિઓમાં રખડતો-આથડતો, નીચે આવે છે અને ઉપર જાય છે. આ વિજ્ઞાનમય કોશની જ જાગ્રત, સ્વપ્ર વગેરે અવસ્થાઓ છે, જેમાં તે) સુખદુઃખનો ભોગ કરે છે. (૧૮૯).
ટિપ્પણ : આ પહેલાં, જેમ પ્રતિપાદન કરવામાં આવ્યું હતું કે તે તે કોશ (અન્નમય, પ્રાણમય, મનોમય વગેરે કોશો) નિરુપાધિક આત્મા બની શકે નહીં, આત્મા કદાપિ હોઈ શકે નહીં, તેમ અહીં પણ ગ્રંથકારને એવું જ અભિપ્રેત છે કે આ વિજ્ઞાનમય કોશ પણ આત્મા નથી. આ કોશ પણ પોતાના સ્વભાવે અને સ્વરૂપે જીવ જ છે : આગલા જન્મોમાંની પોતાની સારી-નરસી, ભિન્ન-ભિન્ન વાસનાઓનાં બળે, તે અનેક વિચિત્ર યોનિઓમાં પરિભ્રમણ કરે છે, ઇષ્ટ-અનિષ્ટ યોનિઓમાંનાં શરીરો દ્વારા ક્યારેક ઊંચે જાય છે, તો ક્યારેક નીચે પછડાય છે, અને આ જીવને જ જાગ્રત-સ્વમ-સુષુપ્તિ જેવી ત્રણ અવસ્થાઓ હોય છે, જેમાં તે સુખ-દુ:ખના ભોગો ભોગવે છે.
આવા બધા અનેક પ્રકારના વિવિધ, વિચિત્ર અનુભવો, અનેક-વિચિત્ર યોનિઓ, નીચે-ઉપરની રખડપટ્ટી, આવ-જા અને આવાગમન, ત્રણેય અવસ્થાઓ અને સુખદુઃખના ભોગો વગેરે કાંઈ આત્માને હોઈ શકે નહીં. આવું બધું જ, જીવ' નામનો આ “વિજ્ઞાનમય કોશ જ કર્યા કરે છે, - એટલે નિષ્કર્ષરૂપ તાત્પર્ય એટલું જ કે જીવ-સ્વરૂપ આ વિજ્ઞાનમય કોશ ક્યારેય પણ આત્મા હોઈ શકે નહીં.
આત્મકલ્યાણ, આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર એ જ જેનું જીવનધ્યેય છે એવા મુમુક્ષુ સાધકને આવી ચેતવણી આપીને, ગ્રંથકાર, આ કોશથી પણ અળગા રહેવાનો અનુરોધ કરે છે. જીવને આત્મા માની લેવાની ગેરસમજ (Mis-understanding). જ, મોક્ષાર્થી સાધક માટે, અનર્થ-રૂપ બની રહે છે, - એ પાયાની હકીકત તરફ, ગ્રંથકાર, ફરી ફરીને, તેનું ધ્યાન ખેંચતા રહે છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૮૯)
વિવેકચૂડામણિ | ૩૫૯