________________
જેનાં કારણે જ વિશ્વને ભમાવવામાં આવે છે, જગતની ભ્રમણ-રખડપટ્ટી ચાલ્યા જ કરે છે, સંસારની ચક્કી ચાલ્યા કરે છે. કોની જેમ ? વાયુના અગ્રમુણ્ડતું વ્ । વાયુ વડે મેઘસમૂહને આમતેમ ભમાવવામાં આવે છે, તેમ. જોરથી ફુંકાતો પવન વાદળાંને અહીં-તહીં રખડાવે છે, તેમ. (૧૮૨)
અનુવાદ : આથી જ, સત્યદર્શી વિવેકશીલ વિદ્વાનો મનને ‘અવિદ્યા’ કહે છે, જે(મનના, અવિદ્યા)નાં કારણે જ, વાયુ વડે મેઘસમૂહની જેમ, સંસારનું ચક્ર ઘૂમતું રહે છે. (૧૮૨)
ટિપ્પણ : આ પહેલાંના શ્લોકોમાં, મનોમય-કોશનું મુખ્ય પ્રતિનિધિ એવું મન જ ચર્ચાનાં કેન્દ્રમાં હતું અને તેનો નિચોડ પંડિતોએ ‘મન એ જ અવિદ્યા' એવાં સમીકરણનાં રૂપમાં વ્યક્ત કર્યો. અને આ સમીકરણ પ્રમાણભૂત તથા સર્વ-સ્વીકાર્ય બની રહે તે માટે, તેના પ્રસ્થાપક તરીકે, ગ્રંથકારે, તત્ત્વદર્શી પંડિતોને પસંદ કર્યા.
શ્રીશંકરાચાર્યનું વ્યક્તિત્વ, આમ તો, એક મોટાં ગજાના તત્ત્વજ્ઞાની (Philosopher)નું છે, પરંતુ એમનો જીવ તો એવા જ સંવેદનશીલ કવિ(Poet)નો પણ રહ્યો, એટલે દર્શનશાસ્ત્રની તાત્ત્વિક બાબતોનાં નિરૂપણમાં પણ, એમનું ‘કવિત્વ’ પણ ડોકાયા વિના ન રહે !
‘મન એ જ અવિદ્યા,' – એવું સમીકરણ (Equation) એટલે જ ‘રૂપક’ અલંકાર. હવે, આ અવિદ્યા-સ્વરૂપ મન, સમસ્ત વિશ્વ માટે, કેવડો મોટો ઝંઝાવાત સર્જી શકે છે, એવું પ્રતિપાદન કરવા માટે આ પેલા ‘રૂપક’ અલંકારને પણ આચાર્યશ્રી એક સચોટ ‘ઉપમા’ વડે સવિશેષ ‘અલંકૃત’ કરે છે ઃ મન વિશ્વને કેવી રીતે ભમાવે છે ? તો કે વાવાઝોડાં જેવો પવન, મેઘમંડળને, આકાશમાં, અહીં-તહીં ભમાવીને અસ્તવ્યસ્ત કરી નાખે છે, તેમ. ઇન્દ્રિયોમાં અથડાતાં, મનની હાલતનું વર્ણન કરતા ગીતાકારે પ્રયોજેલી ઉપમાનું અહીં સહેજે સ્મરણ થઈ આવે છે. જળમાંની નાવને જેમ વાયુ જ્યાં ત્યાં ખેંચી જાય છે તેમ ઃ – वायुर्नावमिवाम्भसि ।
સંસારનો. ચક્રાવો સતત ચાલતો-ઘૂમતો જ રહે, એવાં નિરૂપણમાં, આચાર્યશ્રીની અલંકાર-નિયોજનની સિદ્ધ હથોટી, સુપેરે સહાયક બની રહે છે. એક જ નાનકડા શ્લોકમાં બબ્બે અલંકારો પાસેથી આચાર્યશ્રી ધાર્યું કામ કઢાવી શકે છે ! શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૮૨)
૧૮૩
-
तन्मनः शोधनं कार्यं प्रयत्नेन मुमुक्षुणा ।
विशुद्धे सति चैतस्मिन् मुक्तिः करफलायते ॥ १८३ ॥
1
શ્લોકનો ગુજરાતી પાઠ :
તન્મનઃશોધન કાર્ય પ્રયત્નેન મુમુક્ષુણા |
વિશુદ્ધે સતિ ચૈતસ્મિન્ મુક્તિઃ કરફલાયતે ॥ ૧૮૩ ॥
વિવેકચૂડામણિ | ૩૪૯