________________
શ્લોકનો ગદ્ય અન્વય: મુમુક્ષુખ તમન:શોધનં ય ી , તમિન (મસિ) (૨) વિશુદ્ધ સતિ, મુ$િ: વરતાય ! ૧૮રૂ |
શબ્દાર્થ : શોધ એટલે શુદ્ધ કરવાની પ્રક્રિયા, શુદ્ધીકરણ, નિર્મલીકરણ, પવિત્રીકરણ. મુમુક્ષએ તેવાં મનને પ્રયત્નપૂર્વક શુદ્ધ કરવું જોઈએ. મન (મસિ)
વિશુદ્ધ સતિ – અહીં પાછી “તિ-સમમી' એ વાક્યરચના પ્રયોજાઈ છે. અને તે મન, એક વાર, વિશુદ્ધ થઈ જાય તો, ત્યારે. ‘ત્યારે શું? મુક્ટિ: પન્નાયતે | રન એટલે હાથમાં રહેલું ફળ. આ શબ્દનાં નામક્રિયાપદ(Denominative)નું વર્તમાનકાલ ત્રીજો પુરુષ એકવચનું રૂપ રસાયો. હાથમાં રહેલાં ફળની જેમ, મુક્તિ તો સાવ સ્પષ્ટ અને સરળ-સુલભ બની જાય છે. (૧૮૩)
અનુવાદ : મુમુક્ષુ મનુષ્ય તે (તવાં) મનને પ્રયત્નપૂર્વક શુદ્ધ કરવું જોઈએ (અને) મન વિશુદ્ધ થતાં, મુક્તિ તો હાથમાં રહેલાં ફળ જેવી સ્પષ્ટ બની જાય છે. (૧૮૩)
ટિપ્પણ: મનની લીલા જો આવી વિનાશક અને વિનિપાત-જનક હોય તો પછી, “અમારે કરવું શું? એમાંથી બચવાનો કોઈ ઉપાય જ નથી ? અમારું જીવનધ્યેય તો મુક્તિપ્રાપ્તિ છે,' – મુમુક્ષુ સાધક એવો શિષ્ય, જો ગુરુજી સમક્ષ આવી રજુઆત કરે છે, એનું સમાધાન આ શ્લોકમાં કરવામાં આવ્યું છે.
સદ્ગુરુએ શિષ્યને આજ્ઞા આપતાં સૂચવ્યું કે આનો ઉપાય અવશ્ય છે અને તે એ કે તેવાં મનને વિશુદ્ધ કરવું. પણ આ કાંઈ સહેલી બાબત નથી, એટલે ગુરુજીએ “પ્રયત્નપૂર્વક' (જયન) એવો શબ્દ અધોરખાંક્તિ કરીને (Underline કરીને) શ્લોકમાં ઊમેર્યો.
અને છતાં પાયાની વાત તો રહે જ છે કે મનને વિશુદ્ધ કરવું એટલે શું ? અને તે કેવી રીતે? આવી સ્પષ્ટતા શ્લોકમાં કરવામાં આવી નથી, શિષ્યની સામાન્ય બુદ્ધિ (Common sense) પર તે છોડી દેવામાં આવી છે, એમ સમજવું રહ્યું.
“વિશુદ્ધ' કોને કરવું પડે ? જે “અશુદ્ધ' હોય તેને. મનમાં કઈ અને કેવી અશુદ્ધિઓ છે? આટલી : વિષયોમાં આસક્તિ, વિષય-ભ્રમણ, અને દેહ-ઇન્દ્રિયોમાં મનનું રમણ. બસ, મનમાંની આવી બધી અશુદ્ધિઓ દૂર થઈ જાય, - એટલે કે મન સંપૂર્ણરીતે વાસનામુક્ત, આસક્તિરહિત, વિષયભ્રમણમાંથી મુક્ત થઈ જાય (મિન ઇ મનસિ વિશુદ્ધ સતિ ), મનનો બાધ જ થઈ જાય, મન રહે જ નહીં, મનોનાશ કે મનના અમનભાવ પછી તો અવશેષ તરીકે માત્ર આત્મતત્ત્વ જ રહે. આવું વિશુદ્ધ અને પવિત્ર થયેલું મન, પછી તો, મુમુક્ષુનું સન્મિત્ર જ બની જાય, એના માટે પરમશ્રેયસ્કર અને કલ્યાણકારક બની રહે. મનનાં વિશુદ્ધીકરણનાં પરિણામે, પછી, મુક્તિની પ્રાપ્તિમાં કશો વિલંબ રહે જ નહીં. મુક્તિ “હાથવેંત' નહીં, હાથમાં રહેલાં ફળની જેમ, એ પ્રત્યક્ષ અને સુલભ જ બની જાય ! અહીં ભલે RBતાય, એવો શબ્દપ્રયોગ થયો છે. બાકી, આવી અભિવ્યક્તિ માટે
૩૫૦ | વિવેચૂડામણિ