________________
પરંતુ ભગીરથના પિતૃઓની સદ્ગતિમાં પોતે નિમિત્ત બનશે, એવા અવિવેકનાં કારણે, તે સૌપ્રથમ શિવ-મસ્તક પર પડી, ત્યાંથી હિમાલય-પર્વત પર પડી, ત્યાંથી વળી પૃથ્વી પર પડીને ‘ભાગીરથી’ બની, અને ત્યાંથી પણ સમુદ્રમાં થઈને અંતે પાતાળમાં પડીને ‘ભોગાવતી' બનવાનાં દુર્ભાગ્યને પામી ! ‘મન્દાકિની’ સમી આ દેવનદીનાં, ઊંચે સ્વર્ગમાંથી છેક નીચે પાતાળમાંનાં અધઃપતનનાં મૂળમાં પણ, એનું મન, પછી અવિવેક, અને ત્યારપછી અધ્યાસ (ભ્રમ) ! મૂળભૂત રીતે આત્મા, એવા જીવાત્માની અધઃપતન-પરંપરાનાં સોપાનો પણ આવાં જ, મન, અવિવેક, અધ્યાસ અને જન્માદિદુઃખોથી સભર એવો સંસાર !
—
આવા વિનિપાતમાંથી બચવું હોય અને વચ્ચેના પગથિયાંની પછડાટો ન ખાવી હોય, તો, – એકમાત્ર ઉપાય ! મનનાં અનર્થકારી સ્વરૂપનો પૂરો પરિચય. શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૮૧)
-
૧૮૨
अतः प्राहुर्मनोऽविद्यां पण्डितास्तत्त्वदर्शिनः ।
येनैव भ्राम्यते विश्वं वायुनेवाभ्रमण्डलम् ॥ १८२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અતઃ પ્રાહુર્મનોઽવિદ્યાં પણ્ડિતાસ્તત્ત્વદર્શિનઃ । યેનૈવ ભ્રામ્યતે વિશ્વ વાયુનેવાભ્રમણ્ડલમ્ ॥ ૧૮૨ ॥ શ્લોકનો ગદ્ય અન્વય : અત: તત્ત્વશિન: પતિા: મન: અવિદ્યાં આદુઃ, ચેન વ, વાયુના અગ્રમડાં વ, વિશ્વ ગ્રામ્યતે ॥ ૨૮૨ |
શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : અત: તત્ત્વશિન: પષ્ડિતા: મન: અવિદ્યાં આદુ:। અત: એટલે આથી, આ કારણે, માટે, આ પહેલાંના શ્લોકોમાં મનનાં વિનિપાતસર્જક સ્વરૂપને અને એની વીગતોને સવિસ્તર સમજાવવામાં આવી છે, એનાં આધારે, પંડિતો મનને અવિદ્યા જ કહે છે. એ પંડિતો કેવા છે, આમ કહેવાની એમની પાત્રતા શી છે ? તે બધા તત્ત્વવર્શી છે. તત્ત્વનું એટલે કે સત્યનું, સંપૂર્ણ અને આત્યંતિક દર્શન કરવાની વિરલ શક્તિ તેઓ ધરાવે છે. તત્ત્વ (ત+ત્ત્વ) “તે”-તે એનાં રૂપે જ તેઓ જુએ છે. કોઈ “અ-ત”ને ‘ત ્’-માની લેનારા તેઓ નથી; આ બાબતમાં તેઓ પૂરા વિવેકી છે. વળી, પણ્ડા એટલે આત્મબુદ્ધિ (પડા આત્મ-વિષયા બુદ્ધિઃ । શંકરાચાર્ય), અને આવી બુદ્ધિ જેમની હોય, તે ‘પંડિતો’, બહુશ્રુત વિદ્વાનો. અવિદ્યા એટલે વિદ્યાનો અભાવ, અને વિદ્યા એટલે બીજું કશું જ નહીં પણ આત્મા વિશેનું જ્ઞાન. ટૂંકમાં, અવિદ્યા એટલે અજ્ઞાન(Nescience). આવા પંડિતો, આથી જ (અતઃ), મન'ને જ “અવિદ્યા” કહે છે. મનનું આવું, ‘અવિદ્યારૂપ’ હોવાથી શું બને છે ? (મનસા, અવિદ્યયા) વ વિશ્વ ગ્રામ્યતે । ૩૪૮ | વિવેકચૂડામણિ