________________
શ્લોકનો ગદ્ય અન્વયઃ વિવેકાવ્યગુણાતિત પુર્વ માલાદ મનઃ વિમુવચ્ચે પતિ, ગતઃ મો (માર, માલ) વુદ્ધિમતિઃ મુમુક્ષોઃ તાપ્યાં (વિવેવૈયાખ્ય) दृढाभ्यां भवितव्यम् ॥ १७७ ॥ | શબ્દાર્થઃ મુખ્ય વાક્ય છે : મન: વિમુવર્ય મવતિ | મન વિમુક્તિ-મોક્ષ આપવા માટે સમર્થ બને છે, એટલે કે મન મોક્ષપ્રદ બને છે, મોક્ષ આપવાની પાત્રતા મન પ્રાપ્ત કરી શકે છે. શું કર્યા પછી ? શુદ્ધત્વે માતા – શુદ્ધિ મેળવીને, વિશુદ્ધ-નિર્મળ બન્યા પછી. પણ આ પ્રાપ્તિ શાનાં કારણે સિદ્ધ થાય છે ? વિવેચથયુન-અતિરેત તિરે એટલે વૃદ્ધિ થવી, વધી જવું, ઘણો વધારો થવો (Excess, Excellence, Exuberence, Eminence), પાકટ થવું, પરિપક્વ થવું. વિવેક અને વૈરાગ્ય, એ બે ગુણો અતિ વૃદ્ધિગત થવાથી, પરિપક્વ થવાથી, મન વિશુદ્ધ થાય છે, અને આવું મન મુક્તિદાયી બને છે, અને એટલે જ (બતક), મુમુક્ષુ માટે, સૌપ્રથમ (મ) એક ઘટના અનિવાર્ય રીતે આવશ્યક બને છે. કઈ ? : મુમુક્ષો: મિત: I મુમુક્ષુ, બુદ્ધિવાળો, એટલે કે વિચારશીલ હોવો જોઈએ અને આવા મુમુક્ષુએ તામ્ય (વિવે-
વૈ ધ્ય) તામ્ય વિતવ્યમ્ | વિતવ્યજૂ(નવ)) થવું, હોવું એ ધાતુનું વિધ્યર્થ કૃદન્ત (Potential Participle), થઈ જવું જોઈએ, બની જવું જોઈએ, હોવું જોઈએ. એટલે કે એનું મન વિવેક અને વૈરાગ્યની બાબતમાં દઢ બની જવું જોઈએ. (૧૭૭)
અનુવાદ : વિવેકરૂપ અને વૈરાગ્યરૂપ એવા બે ગુણો, પરિપક્વ થાય ત્યારે, વિશુદ્ધ બનવાથી, મન મુક્તિ આપવા સમર્થ થાય છે. આથી, બુદ્ધિમાન મુમુક્ષુનાં વિવેક અને વૈરાગ્ય એ બે, સૌપ્રથમ, દૃઢ બની જવાં જોઈએ. (૧૭૭)
ટિપ્પણઃ છેલ્લા કેટલાક શ્લોકોથી ચાલી રહેલી મનોમય કોશની ચર્ચામાં, બંધન અને મોક્ષ એ બેયનાં કારણભૂત એવાં મનનાં સ્વરૂપનું, એક જૂદું અને અત્યારસુધી નહીં નિરૂપાયેલું એવું, પાસું, અહીં, નિરૂપવામાં આવ્યું છે.
બંધન તો ઠીક, પરંતુ મોક્ષ આપવાની મનની શક્તિ વિશેની આ એક વાત પ્રત્યે બુદ્ધિશાળી મુમુક્ષુનું ધ્યાન ખેંચતાં, ગુરુજી કહે છે કે મન વિશુદ્ધ થાય તો જ તે મુક્તિ આપવા માટે સમર્થ બને છે અને આ વિશુદ્ધિનો બધો જ આધાર, વિવેક અને વૈરાગ્યની પરિપક્વતા પર રહે છે. આથી, બીજું કશું કરતાં પહેલાં, મુમુક્ષુએ પોતાનાં મનમાંનાં વિવેક અને વૈરાગ્ય, – એ બંને, સંપૂર્ણ રીતે મજબૂત અને દઢ છે, એ સ્થિતિની ખાતરી કરી લેવી જોઈએ. વ્યાકરણની દૃષ્ટિએ, પવિતવ્ય જેવું, પૂનમવ) એ ધાતુનાં વિધ્યર્થ કૃદન્તનું રૂપ પ્રયોજવામાં આવ્યું છે, - એ હકીકત એમ પુરવાર કરે છે કે મુમુક્ષુ માટેની આ સિદ્ધિ ફરજિયાત (compulsory) છે. આ બંનેની દઢતાવાળાં મન વિના મોક્ષપ્રાપ્તિ અશક્ય છે, એ વાતને અહીં અધોરેખાંક્તિ (Underline) કરવામાં આવી છે.
આમ તો, આ પહેલાં પણ, આ વાત થઈ જ ગઈ છે, તે છતાં, જેની દઢતા અને જેના “અતિરેક પર આટલો બધો ભાર (Emphasis) મૂકવામાં
૩૪૦ | વિવેક્યૂડામણિ