________________
ટિપ્પણ: બંધન અને મોક્ષ, – એ, બંને, મનની જ કલ્પના છે, એ વિધાનનું અહીં સવિશેષ સમર્થન કરવામાં આવ્યું છે. ફરી એ જ વાત, બીજા શબ્દોમાં અહીં વ્યક્ત કરવામાં આવી છે કે જીવનાં બંધન અને મોક્ષનાં નિર્માણમાં મન જ કારણ છે.
હવે, મન બંધનનું કારણ કેવી રીતે બને છે અને મોક્ષનું કારણ કેવી રીતે બને છે તે, અહીં, જરા જૂદી રીતે દર્શાવવામાં અાવ્યું છે : બંને પરિસ્થિતિઓમાં કેવું મન ભાગ ભજવે છે, તે અહીં સવિશેષ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. બંધન અને મોક્ષ માટે, મનનું, અનુક્રમે, અશુદ્ધ (મલિન) અને શુદ્ધ બનવું નિમિત્ત બને છે. રજોગુણની વિપશક્તિનાં કારણે મન વિષયભ્રમણમાં સરી પડે છે, ચંચળ બની જાય છે, અને કામ-ક્રોધ વગેરે સૂક્ષ્મ છ શત્રુઓ(ષડરિપુઓ)ના પંજામાં સકંજામાં સપડાય છે અને અંતે પોતાની મૂળભૂત (Original) શુદ્ધિ ગુમાવી બેસે છે, મલિન બની જાય છે, અને આવું મલિન મન બંધનનું કારણ બની જાય છે. પરંતુ માણસમાં સમયસર વિવેકબુદ્ધિ જાગૃત થઈ જાય તો, એના પ્રભાવ હેઠળ, એનું મન રજોગુણની વિક્ષેપશક્તિ ઉપરાંત, તમોગુણની આવરણશક્તિમાંથી પણ તે પૂરેપૂરું મુક્ત બની જાય છે, અને આવું વિશુદ્ધ-નિર્મળ મન મોક્ષ માટેનું કારણ બને છે : નિષ્કર્ષ એ છે કે બંધન અને મોક્ષ, બંનેમાં કારણ તો મન જ હોય છે, પરંતુ તફાવત છે, મનની, અનુક્રમે, મલિનતા અને નિર્મળતા !
આમ, તો, “કલ્પના' શબ્દ એટલું તો સ્પષ્ટ કરે જ છે કે તે સત્ય નથી, ભ્રમણા છે, ભ્રાંતિ છે. પરંતુ બંધન એ જો “ભ્રાંતિ' હોય તો, આ ભ્રાંતિમાંથી મુક્ત થવા માટે, એટલે કે એ રીતે મુક્ત થઈને, મોક્ષ મેળવવા માટે, મોક્ષરૂપી મહાભ્રાંતિ ઊભી કરવી જ રહી ! ભ્રાંતિનો નાશ તો બીજી મોટી, મહાભ્રાંતિ જ કરી શકે ને ! ટૂંકમાં, બંધન અને મોક્ષ, - બંને, મનની કલ્પના, ભ્રાંતિ, પરંતુ એક, બંધન, - ભ્રાંતિ, તો બીજું, - મોક્ષ, મહાભ્રાંતિ !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭)
૧૭૭ विवेकवैराग्यगुणातिरेकात्
शुद्धत्वमासाद्य मनो विमुक्त्यै । - મવચિતો દ્ધિમતો મુમુક્ષો
-સ્તામ્ય ઢામ્ય ભવિતવ્યમ છે ૨૭૭ છે શ્લોકનો ગુજરાતી પાઠ : વિવેકવૈરાગ્યગુણાતિરેકાત
શુદ્ધત્વમાસાદ્ય મનો વિમુક્યા ભવત્યતો બુદ્ધિમતો મુમુક્ષો-સ્તાભ્યાં દઢાભ્યાં ભવિતવ્યમગ્ર II ૧૭૭ II
વિવેકચૂડામણિ | ૩૩૯
रात