________________
આવ્યો છે તે બંને, - વિવેક અને વૈરાગ્ય, નાં મૂળભૂત સ્વરૂપને, ફરી એક વાર, બરાબર સમજી લઈએ :
વિ+વિન્ – એ ધાતુ પરથી બનેલો શબ્દ વિવેક, “એક સારું (God) અને બીજું, ખરાબ (Bad), એવી બે પરસ્પર-વિરોધી વસ્તુઓ વચ્ચે રહેલા તફાવતને આત્મસાત કરવાની શક્તિ (Power of Discrimination, Discretion) પર ભાર મૂકે છે. સ્થૂળ દેહ વગેરે બધું “અનાત્મા” છે, તેથી તે અને “આત્મા' વચ્ચેનો તફાવત, સાધકનાં મનમાં સુનિશ્ચિત થઈ જવો જોઈએ.
અને વૈરાગ્ય એટલે જ મનની ‘વિરાગ' અવસ્થા, દેહ-ઇન્દ્રિયો-વિષયો પ્રત્યેના રાગ (Attachment) વિનાનું મનનું હોવાપણું. આ પહેલાં, શ્લોક-૧૭પમાં પ્રયોજાયેલો શબ્દ, “વૈરથ' મનની “વિરસતા', એ પણ “વૈરાગ્યનો જ સમાનાર્થી શબ્દ (synonym) છે દેહ આદિમાંના, મનના, રસ અને રાગ, સાધકને પોતાનાં મોક્ષપ્રાપ્તિ-રૂપી ધ્યેયમાંથી ચલિત કરનારાં બે મહા-અનર્થો (Evils) છે.
અને તેથી જ, મન માટે, આ બંનેની દઢતાને એક “ભવિતવ્ય (Indispensable) તરીકે અહીં સ્થાપિત કરવામાં આવી છે. | શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૭૭)
૧૭૮ मनो नाम महाव्याघ्रो विषयारण्यभूमिषु ।
चरत्यत्र न गच्छन्तु साधवो ये मुमुक्षवः ॥ १७८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
મનો નામ મહાવ્યાધ્રો વિષયારણ્યભૂમિષT.
ચરત્યત્ર ન ગચ્છનુ સાધવો યે મુમુક્ષવઃ | ૧૭૮ || શ્લોકનો ગદ્ય અન્વયે મનઃ નામ મહાવ્યાગ્ર: વિષયારથપૂમિષ વરતિ, (અત:) મત્ર મુમુક્ષવ: સાધવ: (સતુ, તે) ન છતુ | ૨૭૮ || | શબ્દાર્થ : મુખ્ય વાક્ય છે : મન: નામ મહાવ્યાગ્ર: વિષય-મરખ્યપૂમિષ વતિ | “મન” નામનો એક મોટો બળવાન-ભયંકર વાઘ, (શબ્દ-આદિ) વિષયોરૂપી અરણ્યજંગલના પ્રદેશમાં, એ ભૂમિમાં, ફર્યા કરતો, ઘૂમતો, ભમતો, રખડતો રહે છે. આથી (અત:) મુમુક્ષવ: - મુમુક્ષુઓ, મોક્ષાર્થીઓ, મોક્ષકામી, સાધવ: સાધુઓ, સજ્જનો, સાધકો આવા ચે જે મનુષ્યો અહીં (સત્ર) હોય, તેમણે (ત તરફ) ન જવું, - પેલા જંગલની નજીક. (૧૭૮).
અનુવાદઃ “મન' નામનો (એક) મોટો વાઘ (શબ્દ-આદિ) વિષયોનાં જંગલમાં ઘૂમ્યા કરતો હોય છે, આથી અહીં જે મુમુક્ષુ સાધકો હોય, તેમણે તે તરફ) ન જવું. (૧૭૮).
વિવેકચૂડામણિ | ૩૪૧