________________
पुरुषस्येह यत्कार्यं म्रियमाणस्य सर्वथा ।
વૃત્તિ યત્ વા વિપર્યયમ્ ॥ (૧, ૧૯, ૩૭-૩૮)
રાજાએ કરેલી આવી પ્રાર્થનાનાં પ્રત્યુત્તર-રૂપે, શુકદેવજીએ, પરીક્ષિતને, ભગવાન અને અનેક ભક્તોનાં જે અદ્ભુત ચિરત્રો સંભળાવ્યાં, તેથી પ્રસન્ન થયેલા પરીક્ષિતનાં આ વચનો, આ પ્રકારની સંવાદાત્મક નિરૂપણપદ્ધતિની સિદ્ધિની પ્રતીતિ આપે છે :
सिद्धोऽस्म्यनुगृहीतोऽस्मि भवता करुणात्मना ।
શ્રાવિતો ય મે સાક્ષાવનાવિનિધનો હાર ॥ ૧૨, ૬, ૨ | (“કરુણાસ્વરૂપ આપે, મને, અનાદિનિધન એવા સાક્ષાત્ હિરનું ચરિત્ર સંભળાવ્યું, તેથી હું સિદ્ધ અને અનુગૃહીત થયો છું.”)
અને પરીક્ષિત-શુકદેવજી વચ્ચેના સંવાદાત્મક સ્વરૂપમાં, ભક્તિ-તત્ત્વનાં હાર્દનું નિરૂપણ કરતો, ૧૨ સ્કંધ, અનેક અધ્યાયો અને ૧૨૦૦૦ શ્લોકોનો લોક-હૃદય-મર્મસ્પર્શી એક મહાગ્રંથ વિશ્વને પ્રાપ્ત થયો !
પરંતુ નિરૂપણ-પદ્ધતિની આવી વિશિષ્ટતા, માત્ર ભારત પૂરતી જ મર્યાદિત નથી રહી : પ્રાચીન ગ્રીસ-દેશમાં પણ, સોક્રેટીસ જેવા તત્ત્વજ્ઞાનીએ પ્લેટો વગેરે તેના શિષ્યોને જે વિશ્વપ્રસિદ્ધ ઉપદેશ આપ્યો હતો, તે પણ આવો સંવાદાત્મક સ્વરૂપનો હોવાથી જ, આજે, ૨૫૦૦ વર્ષો પછી પણ, એવો જ તાઝગીપૂર્ણ અને પ્રસ્તુત બની રહ્યો છે.
“વિવેકચૂડામણિ”માં પણ, મોક્ષપ્રાપ્તિની બાબતમાં પોતાને મુંઝવી રહેલા આ સાત પ્રશ્નો, શિષ્ય, ગુરુદેવ સમક્ષ, આ રીતે, રજૂ કર્યા છે : જો નામ બન્ધ ? થમેષ આવત ?
થં પ્રતિષ્ઠામ્ય ? જૂથ વિમોક્ષ: ? ।
જોસાવનાત્મા ? પરમ: જ્ર આત્મા ?
તયોવિવે: થમ્ ? તદુવ્વતામ્ ॥ (શ્લોક-૫૧)
(“બંધન શું છે ? એ કેવી રીતે આવ્યું ? એ કઈ રીતે જામી પડ્યું ? એમાંથી વિમુક્તિ કેવી રીતે થાય ? આ અનાત્મા શું છે ? પરમ આત્મા કોણ છે ? આત્માઅનાત્મા વચ્ચે વિવેક કેવી રીતે થાય ? આ બધું આપ મને સમજાવો.”)
અને ૫૮૧ શ્લોકોનાં માધ્યમમાં, સુદીર્ઘ સંવાદાત્મક સ્વરૂપમાં, આચાર્યશ્રીએ, તેને જે ઉપદેશ આપ્યો, અને તેને જીવન્મુક્તિ’ની અપૂર્વ સિદ્ધિએ પહોંચાડ્યો, તે જ
વિવેકચૂડામણિ / ૨૯