________________
આ “વિવેકચૂડામણિ” !
આચાર્યશ્રીનો સંવાદ-સ્વરૂપવાળો પ્રતીતિજનક ઉપદેશ સાંભળ્યા પછીના, જીવન્મુક્તિની પરમોચ્ચ સિદ્ધિ પામેલા શિષ્યના આ ઉદ્દગારો, ગ્રંથમાંની, આ પ્રકારની, સંવાદાત્મક નિરૂપણ-પદ્ધતિની સફળતાનું સમર્થન કરે છે :
धन्योऽहं कृतकृत्योऽहं विमुक्तोऽहं भवंग्रहात् । નિત્યાન્વેસ્વરૂપોથું પૂÉ ત્વનુગ્રહો શ્લોક-૪૮૯
(“આપના અનુગ્રહથી હું ધન્ય છું, કૃતકૃત્ય છું, સંસારનાં બંધનોથી હું વિમુક્ત થયો છું, નિત્ય-આનંદસ્વરૂપ બન્યો છું અને પૂર્ણ રૂપ પામ્યો છું.”) :
અને ગ્રંથનાં નિરૂપણમાં, એનાં માધ્યમમાં, ગુરુ-શિષ્ય વચ્ચેના આ સંવાદનો કેટલો મોટો મહિમા છે, એનો ઉલ્લેખ આચાર્યશ્રીએ પોતે જ ગ્રંથના અંતભાગના આ શ્લોકમાં કર્યો છે, એ હકીકત પણ એટલી જ સૂચક છે :
इत्याचार्यस्य शिष्यस्य संवादेनात्मलक्षणम् । નિરૂપતું મમુભૂMાં સુવોથોપત્તિ છે. પ૭૯ |
(“આ પ્રમાણે, આચાર્યશ્રી અને શિષ્ય વચ્ચેના સંવાદ'નાં સ્વરૂપમાં, મોક્ષની ઈચ્છાવાળા મનુષ્યોને સરળતાપૂર્વક જ્ઞાનપ્રાપ્તિ થાય, તે માટે મેં અહીં આત્માનાં લક્ષણને નિરૂપ્યું છે.”).
નિરૂપણનાં માધ્યમમાં સંવાદનું સ્વરૂપ હોય તો, “આત્મલક્ષણ” જેવો દાર્શનિક વિષય પણ મુમુક્ષુઓ માટે “સુખબોધ-ઉપપત્તિ”-રૂપ બની રહે, એવો ગ્રંથકારનો
સ્પષ્ટ એકરાર, ઉપર્યુક્ત ચર્ચાની આવશ્યકતા અને પ્રસ્તુતતાની પ્રતીતિ માટે પર્યાપ્ત છે.
વળી, આ તો વેદાંત-વિદ્યાના પાયાના સિદ્ધાંતોનું નિરૂપણ કરતો એક દાર્શનિક (Philosophical) પ્રકરણ-ગ્રંથ છે, એટલે એ સિદ્ધાંતોના અનેક પારિભાષિક (Technical) શબ્દો એમાં સ્વાભાવિક રીતે જ પ્રયોજાયા હોય : એની સામાન્ય માણસને શી સમજ પડે? એટલે, “માયા', “અવિદ્યા', “ઊહાપોહ', “નિર્વાણ', ત્રણ અવસ્થાઓ', ત્રણ પ્રકારનાં “શરીરો', પાંચ કોશો”, “ઉપાધિ”, “અધ્યાસ', “કૂટસ્થ', “તન્માત્રાઓ', “જુગુપ્સા”, “સૂત્ર', “ભાષ્ય”, “વૈખરી-વાણી', “લક્ષણા', ત્રિવિધ “કમ', “પંચીકરણ', - વગેરે આવા શબ્દોને, જે સંદર્ભોમાં તે પ્રયોજાયા હોય ત્યાં જ, આ સંપાદનના શબ્દાર્થ-વિભાગમાં અને ટિપ્પણમાં સવિસ્તર અને સ્પષ્ટ સમજાવવામાં આવ્યા છે.
અને અંતે તો, આ પણ એક પદ્ય-ગ્રંથ છે, એટલે એમાં વૈવિધ્યને ખાતર પણ નાના-મોટા અનેક છંદોને ગ્રંથકારે પ્રયોજ્યા હોય. આમ તો, મહદંશે તો, અનુપ
| ૩૦ | વિવેચૂડામણિ