________________
પરમાત્મા, જાગ્રત-વગેરે ત્રણેય અવસ્થાઓમાં “હું-હું” એવી રીતે (એવાં સંવેદનનાં રૂપમાં), બુદ્ધિનો સાક્ષાત્ સાક્ષી બનીને વિલસી રહ્યો છે. (૧૩૭)
ટિપ્પણ - પરમાત્માનાં સ્વરૂપનો, અહીં, એકંદરે, ઉપસંહાર કરવામાં આવ્યો છે. શ્લોક-૧૨૭થી શરૂ કરવામાં આવેલાં એ સ્વરૂપનું સમુચિત સમાપન કરતાં, આ શ્લોકમાં, ગ્રંથકાર, એને એની સર્વોચ્ચ કક્ષાએ, પરાકાષ્ઠાએ લઈ જાય છે.
જગત-સર્જન અંગેના, સાંખ્યદર્શનના સિદ્ધાંત પ્રમાણે, “પ્રકૃતિ” જગતનું મૂળ ઉપાદાન કારણ છે, અને વિકૃતિ' એટલે એ જ “પ્રકૃતિનું “કાર્ય', - મહત્તત્ત્વ વગેરે સહિત આ જગત છે; પરંતુ આ પરમાત્મા તો, “પ્રકૃતિ-વિકૃતિ” બંનેથી ભિન્ન, જૂદો, વિલક્ષણ, ન્યારો, અસંગ છે; કારણ કે પરમાત્મા સ્વયં જ્ઞાન-સ્વરૂપ છે, જ્યારે પેલાં “પ્રકૃતિ-વિકૃતિ” બંનેને કશું જ સ્વતંત્ર જ્ઞાન કે જ્ઞાતાપણું નથી; વળી, આ પરમાત્મા નિર્વિશેષ છે, - નામ, રૂપ, ગુણ, જાતિ, કુળ, ગોત્ર, સ્થળ, સમય, - વગેરે સર્વ વિશેષતાઓથી, મર્યાદાઓ(Limitations)થી પર છે. પરમાત્મા સમગ્ર બ્રહ્માંડમાંનાં સર્વ “સત’ તેમ જ “અસતને, વ્યક્તિને અને અવ્યક્તને પ્રકાશિત કરતો રહીને (માલયન), જાગ્રત-સ્વ-સુષુપ્તિ, - એ ત્રણેય અવસ્થાઓમાં “હું” “” – એવાં સંવેદનનાં રૂપમાં અનુભવાય છે, એટલું જ નહીં પણ તે પોતે બુદ્ધિનો સાક્ષી બનીને સર્વત્ર સ્વયં વિલસી રહ્યો છે.
પરમાત્માનાં સ્વરૂપ વિશે ઉપસંહાર કરતાં, ગ્રંથકાર, એનાં નિરાળાપણાંની આટલી બાબતો અંગે સાધકનું ધ્યાન ખેંચે છે : કારણ (પ્રકૃતિ') અને કાર્ય (વિકૃતિ'), - બંનેથી તે વિલક્ષણ છે, પર છે; તે સ્વયં “ચિતુ” હોવાથી જ્ઞાનસ્વરૂપ છે, બોધ-સ્વભાવ છે; કોઈ પણ પ્રકારની વિશેષતા સાથે તેને કશો જ સંબંધ નથી. – તે સંપૂર્ણરીતે “નિર્વિશેષ” છે; અને સર્વને-સકળને-સમઝને પ્રકાશે છે, જાણે છે અને તેમને પ્રેરણા-ફુર્તિ, સત્તા(Existence) આપીને કાર્યરત કરતો હોવા છતાં અને જાગ્ર, વગેરે ત્રણેય અવસ્થામાં “અહમ્” – એવાં રૂપે સંવેદાતો હોવા છતાં, તે પોતે કયાંય સંકળા નથી અને કેવળ સાક્ષી-ભાવે જ સદા વિલસતો રહે છે.
ટૂંકમાં, તે એક છે, અદ્વિતીય છે, અનંત-અખંડ-અનાદિ અને પરિપૂર્ણ છે; સર્વવ્યાપ્ત છતાં તે પોતે તો નિષ્ક્રિય, નિર્વિકાર, અ-પરિવર્તનશીલ અને અપરિચ્છિન્ન છે; સગુણ હોય એમ લાગે છે, દેખાય છે, જણાય છે, છતાં સ્વયં સદા “નિર્ગુણ” છે. તે સ્વયં જ્ઞાન-સ્વરૂપ અને સર્વજ્ઞ, સર્વવ્યાપી તથા સર્વશક્તિમાન (Omnipotent) હોવા છતાં તે પોતે તો અય છે.
આ વિશુદ્ધ અંતરાત્માની એક જ વિશિષ્ટતાને મુમુક્ષુ સાધકે સદા સ્મરતા રહેવાની છે અને તે એ કે તે માત્ર અનુભૂતિગમ્ય છે, સાક્ષાત્કારનો જ વિષય છે.
શ્લોકનો છંદ : માલિની (૧૩૭)
૨૬૬ | વિવેકચૂડામણિ