________________
હોય તેમ ઃ જેનાં સાંનિધ્યમાત્રથી દેહ-ઈન્દ્રિય-મન-બુદ્ધિ એ સહુ પોતપોતાના વિષયોમાં કાર્યરત થવાની પ્રેરણા પામે છે, તે જ આત્મા છે, તે જ આ પરમાત્મા છે. (૧૩૧)
અનુવાદ – જેની માત્ર સમીપતાથી જ, દેહ-ઈન્દ્રિયો-મન-બુદ્ધિ પોતપોતાના વિષયોમાં જાણે પ્રેરણા પામ્યાં હોય એમ વર્તે છે, એ જ આ આત્મા છે).(૧૩૧)
ટિપ્પણ:- પરમાત્માનાં સ્વરૂપની લાક્ષણિકતાઓની વાતો, એક પછી એક, ચાલી રહી છે, તેમાંની વધુ એક વાત, આ શ્લોકમાં નિરૂપિત થઈ છે.
દેહ સાથે સંકળાયેલા બધા જ પદાર્થો, – દેહ સુદ્ધાં, સહિત, - જડ છે; અને તે સહુને, નિયતિ દ્વારા, શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગંધ વગેરેમાં પ્રવર્તવાનાં કાર્યો તો સોંપાયાં જ હોય છે, Assign થયાં જ હોય છે, પરંતુ “જડતા' જેનું નામ ! જડની પાસે પોતાની કહી શકાય એવી કોઈ ફુર્તિ કે ચેતના તો હોતી જ નથી; એટલે એમને પોતાનાં પેલાં કાર્યો તરફ, તે તે Assignments તરફ, ક્યાંકથી કશીક પ્રેરણા ન મળે, કાર્યરત થવા માટે, કશોક ધક્કો (Push) ન સાંપડે, ત્યાંસુધી, “જડ’ એવાં તે બધાં સાવ નિષ્ક્રિય ! - આચાર્યશ્રી કહે છે કે આવશ્યક જ નહીં પણ અનિવાર્ય (Indispensable) એવી પ્રેરણા એ બધાંને આપે છે, પરમાત્માનો સંપર્ક ! એનું જ સાંનિધ્ય ! દરેક દેહની અંદર રહેલો પરમાત્માનો આ ઇશ્વરીય અંશ, પોતાના સંસ્પર્શ-માત્રથી જે, જડ એવા દેહને તથા તેમાંનાં મન-બુદ્ધિ-ઇન્દ્રિયો વગેરેને ચૈતન્યસભર કરી મૂકે છે ! અન્યથા નમાલું અને નિષ્ક્રિય એવું, દેહનું સમગ્ર તંત્ર પરમાત્માનાં સાંનિધ્યથી જાણે જીવંત અને સક્યિ બની જાય છે ! એ જાદુ છે, પરમાત્માનાં પાડોશ-માત્રનો (ચસ્થ સન્નિધિમળો !
પરમાત્માનાં સ્વરૂપનો, એનાં સામીપ્યનો આવો અપાર્થિવ પ્રભાવ !
મનનું કામ સંકલ્પ-વિકલ્પ કરવાનું, બુદ્ધિનું કામ સારાં-નરસાં વચ્ચેનો વિવેક (Discretion) કરવાનું, આંખનું કામ જોવાનું, કાનનું કામ સાંભળવાનું; - વગેરે પોતપોતાના વિષયો તરફ (સ્વયેષ વિષયેષ), એ બધાને, જાણે વિદ્યુત્વવાહ (Electric current)ની પ્રેરણા પ્રાપ્ત થઈ જાય છે, પરમાત્માનાં સામીપ્યમાત્રથી ! એ સામીપ્ય એટલે જ ચૈતન્ય, પ્રાણ, જીવન (Life) !
શ્લોકનો છંદ અનુષુપ (૧૩૧)
૧૩૨ अहंकारादिदेहान्ता विषयाश्च सुखादयः ।
वेद्यन्ते घटवद् येन नित्यबोधस्वरूपिणा ॥ १३२ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અહંકારાદિદેહાન્તા વિષયાશ્ચ સુખાદયઃ. વેધને ઘટવદ્ યેન નિત્યબોધસ્વરૂપિણા // ૧૩૨ /
વિવેકચૂડામણિ | ૨૫૫