________________
શ્લોકનો ગદ્ય અન્વય ઃ- नित्यबोधस्वरूपिणा येन अहंकारादिदेहान्ताः सुखादयः વિષયા: ૬ ધવલ્ વેદ્યન્તે (સ: અયં માત્મા, પરમાત્મા અસ્તિ) । ૧૩૨ ॥ શબ્દાર્થ :- અહીં પણ મુખ્ય વાક્ય એ જ છે સઃ મયં આત્મા મસ્તિ //
આ તે જ પરમાત્મા (વિશુદ્ધ આત્મા) છે. યો, કેવો, આત્મા ? નિત્યનોધસ્વરૂપિળા યેન સુણાવ્ય: વિષયા: વેદ્યન્તે । નિત્યનોધસ્વરૂપિળા - એટલે નિત્ય, હંમેશના (Permanent) જ્ઞાનસ્વરૂપવાળા (આ પરમાત્મા) વડે; વેદ્યત્તે - જાણી શકાય છે, અનુભવી શકાય છે, અસ્તિત્વમાં આણી શકાય છે. શાને ? સુબ્રાય: વિષયા: । સુખ (દુ:ખ) વગેરે વિષયોને; કોની જેમ ? પવદ્ - ઘડાની જેમ; પેલા વિષયો કેવા હોય છે ? અહંાર-આ-િવેદ-અન્તાઃ અહંકારથી માંડીને દેહ સુધીનાં તત્ત્વો, પદાર્થો, આધ્યાત્મિક ઉપકરણો. (૧૩૨)
-
અનુવાદ :– અહંકારથી લઈને દેહ સુધીનાં ઉપકરણો અને સુખ વગેરે વિષયો, નિત્ય જ્ઞાનસ્વરૂપ જેના વડે, ઘડાની માફક જાણી શકાય છે, (તે આ પરમાત્મા છે.) (૧૩૨)
ટિપ્પણ :– અહીં પણ એ જ પરમાત્માનાં સ્વરૂપનું નિરૂપણ, જરા જૂદા દૃષ્ટિકોણથી, થોડા ભિન્ન સંદર્ભ વડે, કરવામાં આવ્યું છે.
‘હોવું' (To be, સ્ ) એ એક વાત છે, અને એનું જણાવું* - (To appear, વિદ્) એ સાવ જૂદી વાત છે : ઘડો (ઘટ) ત્યાં ‘હતો’ તો ખરો જ, પણ
દીવાની ગેરહાજરીમાં તે ‘જણાતો' ન્હોતો. દીવાને લાવવામાં આવ્યો કે તરત જ ઘડો જણાયો, દેખાયો !
એ જ રીતે, અહંકારથી માંડીને દેહ સુધીનાં સર્વ તત્ત્વો અને સુખ-દુઃખ વગેરે વિષયો પણ હતાં તો ખરાં જ; પરંતુ દેહ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, શબ્દ-સ્પર્શ વગેરે વિષયો વગેરેની કશી અનુભૂતિ થઈ શક્તી ન્હોતી. પ્રકાશનું આગમન થતાં જેમ ઘડો પ્રતીત થયો, જણાયો, તેમ જ નિત્ય જ્ઞાનસ્વરૂપ પરમાત્મા ઉપસ્થિત થતાં, પેલાં સર્વ ઉપકરણો, વિષયો અને સુખ-દુઃખ વગેરે પણ તરત જ જાણી શકાયાં, અનુભવી શકાયાં, અસ્તિત્વમાં આણી શકાયાં.
અહીં પણ, તાત્પર્ય એ જ છે કે, ‘ણાવાનો’(વેદ્યન્તે) આ બધો પ્રભાવ શાશ્વત-જ્ઞાન-સ્વરૂપ પરમાત્માનો જ છે !
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૩૨)
૧૩૩
एषोऽन्तरात्मा पुरुषः पुराणो निरन्तराखंडसुखानुभूतिः ।
सदैकरूपः प्रतिबोधमात्रो
येनेषिता वागसवश्चरन्ति ॥ १३३ ॥ ૨૫૬ / વિવેકચૂડામણિ