________________
શકતું નથી. વળી, અહીં જે જડ અને અચેતન છે તે, - બુદ્ધિ, મન, ઇન્દ્રિયો વગેરે,- ને તે પોતે ચેતનવંતાં બનાવે છે, પરંતુ બીજું કોઈ તેને ચેતનવંતું બનાવતું નથી, બનાવી શકતું નથી, બનાવવાની જરૂર જ નથી.
પરમાત્માનાં આવાં વિરોધાભાસી સ્વરૂપને હવે સમજવાનો પ્રયત્ન કરીએ : સૌપ્રથમ તો એક સ્પષ્ટતા એ કરવાની કે આ પહેલાંના શ્લોકમાં કહેવાયું છે તેમ, આ આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ (ચિદ્-રૂપ) હોવાથી, જાગ્રત્-વગેરે ત્રણેય અવસ્થાઓ દરમિયાન, બુદ્ધિ વગેરેના ભાવ તથા અભાવને, – અહીંનાં સઘળાંને તે જાણે છે (ય: સત-વિજ્ઞાનાતિ), એટલે કે તે સર્વજ્ઞ, સર્વ-વિદ્ (Omniscient) છે. અને જે ‘સર્વજ્ઞ’ હોય તે સર્વ (સર્વને જોનારો) તો હોય જ; કારણ કે જે જોઈ શકે, તે જ જાણી શકે : જોયા વિના તો કશું જાણી જ ન શકાય ! આ જ અર્થમાં, ‘Philosophy’ (તત્ત્વજ્ઞાન) માટે ‘દર્શનશાસ્ત્ર’ એવો શબ્દ, ‘પર્યાય’ (Synonym) તરીકે, સ્વીકારાયો છે, રૂઢ થઈ ગયો છે. આ જ કારણે, નિરાકાર અને નિરવયવ, આંખ વિનાના એવા આત્માને સર્વતૃ કહેવામાં આવ્યો છે. ગીતા વગેરે આધ્યાત્મિક ગ્રંથોમાં, અવારનવાર, ય: પતિ સ પશ્યતિ ।, – જેવી શબ્દરચના (કે વાક્યરચના) નજરે પડે છે. ત્યાં, બે વાર પ્રયોજાયેલો પતિ जानाति શબ્દના પર્યાય તરીકે જ સમજવાનો રહે છે. આમ, જે રૃા (Seer) છે, ‘સર્વદૃષ્ટા' છે, તે પોતે તો સર્વત્ર ‘અદશ્ય' (Invisible) જ રહે છે ! જે ‘સર્વજ્ઞ' છે, તે પોતે તો ‘અજ્ઞેય' (Inconceivable, Incomprehensible, unintelligible) જ રહે છે !
શબ્દ
-
બીજું, આત્મા પોતે તો ચૈતન્યસ્વરૂપ હોવાથી, એને કોઈ અન્ય દ્વારા ચેતનવંતો બનાવવાની, ક્યારેય, જરૂર ઊભી થતી જ નથી; એથી ઊલટું, મન-બુદ્ધિઈન્દ્રિયો વગેરે તો સ્વ-રૂપે જ જડ' છે, એટલે એ સહુને તો ‘સ-ચેતન' બનાવવાં જ રહ્યાં; અને સ્વયંચૈતન્ય-સ્વરૂપ એવો આ વિશુદ્ધ આત્મા (પરમાત્મા), બુદ્ધિ વગેરેના સંપર્કમાં આવીને, પોતાની પાસેની અનંત સ્ફુર્તિચેતના વડે, એ સહુને ચેતનવંતાં બનાવે છે (શ્વેતવૃત્તિ).
સંક્ષેપમાં, આ આત્મા એક જ, આ સકળ બ્રહ્માંડમાં, જ્ઞાતા છે, દૃષ્ટા છે, ચેતન છે; જ્યારે આત્માથી ભિન્ન એવાં બુદ્ધિ વગેરે અ-ચેતન, દૃશ્ય, વ્યક્ત અને શેય છે.
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૧૨૯) ૧૩૦
येन विश्वमिदं व्याप्तं यं न व्याप्नोति किंचन । आभारूपमिदं सर्वं यं भान्तमनुभात्ययम् ॥ १३० ॥ ૨૫૨ / વિવેકચૂડામણિ