________________
કોશ’ એટલે તલવાર કે છરીને સાચવવા માટેનું માન, - A sheath, a scabbard, a vesture. માન, જેમ તલવાર કે છરીનું આવરણ કે ઢાંકણ છે, તેમ આ પાંચ કોશો પણ આત્માનું અંતરંગ આવરણ છે, આત્માને પોતાની અંદર સુરક્ષિત રાખતાં, –- Enshrine કરતાં – શરીર માટે, તેની જૂદી જૂદી આધ્યાત્મિક પરિસ્થિતિઓ માટે, પ્રયોજાતો શબ્દ છે.
“અન્નમય' કોશ, એનું નામ જ સૂચવે છે તેમ, અન્નથી પુષ્ટ થતું-રહેતું, આત્માને ઢાંકતું, સ્થૂળ શરીર છે. એ જ શરીરમાં પોતાને સોંપાયેલી પાંચ વિશિષ્ટ પ્રક્રિયાઓ કરતાં રહીને, શરીરને જાળવતા, પ્રાણ-અપાન-વ્યાન-ઉદાન-સમાન વગેરે પાંચ પ્રાણનાં રૂપે રહેલો કોશ એટલે પ્રાણમય” કોશ; “મન” એટલે આંતર-ઇન્દ્રિય, અંતઃકરણ, - જે અંદર-ભીતર રહીને સંકલ્પ-વિકલ્પ કરવાનું કામ કરે છે તે, - મનોમય' કોશ; વિશિષ્ટ પ્રકારનાં જ્ઞાનને, “વિજ્ઞાન' કહેવામાં આવે છે, અને બુદ્ધિનો જે બોધક, તે “વિજ્ઞાનમય” કોશ.
અન્નમય કોશ તો, સ્થૂલ-અન્ન-સ્વરૂપ જ હોવાથી, સૌથી સ્થૂલ છે, સ્થૂલતમ છે; પરંતુ ત્યારપછીના કોશો, સ્કૂલમાંથી, ક્રમે ક્રમે, સૂક્ષ્મ બનતા રહે છે; અન્ન પછી બીજા ક્રમે કર્મેન્દ્રિયો આવે, જેનો સમાવેશ “પ્રાણમય' કોશમાં થાય; જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ “મનોમય કોશમાં થાય, અને જે જરા વધારે ઊંડો હોય છે તે અહંકારનો સમાવેશ “વિજ્ઞાનમય કોશમાં થાય છે.
છેલ્લે આવે છે, “આનંદમય કોશ, જે, અંતરતમ (Inner-most) છે, સૂક્ષ્મતમ છે. મનુષ્યનાં સત્કાર્યો-પુણ્યોનાં ફલસ્વરૂપ જે સુખ અને આનંદની અનુભૂતિ તેને ત્રણેય અવસ્થામાં થાય છે, - તે જ “આનંદમય' કોશ છે.
આ છે, ટૂંકમાં, પાંચેય કોશોનો પરિચય. આ અનુસંધાનમાં, સાધકે બે વાતને લક્ષમાં રાખવાની છે : એક તો એ કે આ પાંચેય કોશો, અંતે તો, આત્માનાં આવરણરૂપ છે, એમાં સુરક્ષિત રહેતો આત્મા, એ પાંચેયથી જુદો છે, અલગ છે, વિલક્ષણ છે. આમાંના કોઈ પણ કોશને, અરે સૌથી સૂક્ષ્મ એવા “આનંદમય' કોશને પણ આત્મા માની લેવાની ભૂલ કરવી નહીં. આત્માને સાચવી રાખતું તે, આત્માનું માત્ર એક સાધન જ છે, અને તેથી જ, સાધનરૂપ આ પાંચેય કોશો, એ સર્વના શાસક એવા આત્માને આધીન રહે છે. વસ્તુતઃ, પંચકોશ અને આત્મા વચ્ચેની આ પ્રકારની વિવેકબુદ્ધિ (sense of discrimination), મુમુક્ષુની મોક્ષપ્રાપ્તિની યાત્રામાં ખૂબ જ મદદરૂપ અને મહત્ત્વની બની રહે છે.
બીજી વાત એ કે સ્કૂલ શરીરને પોષવા માટે “અન્ન' વિના તો મનુષ્યને ચાલે જ નહીં, પરંતુ એનાથી પર રહીને, ધીમે ધીમે, તેણે પોતાના આ કોશનું ઊર્ધીકરણ(sublimation) કરતાં રહીને, એટલે કે ઉત્તરોત્તર કોશને સૂક્ષ્મતર બનાવતાં રહીને, અંતે, એને “આનંદમય' એવા સૂક્ષ્મતમ કોશની પરાકાષ્ઠાએ પહોંચાડવાનું છે, એ હકીકત તેણે સતત સ્મરણમાં રાખવાની છે.
વિવેકચૂડામણિ | ૨૪૯