________________
મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય; આ પાંચેય કોશોથી તે જૂદો છે, અળગો છે, ન્યારો છે. (૧૨૭).
અનુવાદ – “હું છું' - એવા અનુભવના આધારરૂપ, નિત્ય રહેનારો અને સ્વયંરૂપે અભિવ્યક્ત થતો કોઈક (વિશુદ્ધ આત્મા) છે, જે ત્રણેય અવસ્થાનો સાક્ષી છે અને પાંચ કોશોથી જૂદો છે. (૧૨૭).
ટિપ્પણ – દરેક માણસને સતત, પ્રતિક્ષણ, જીવનવ્યવહારમાં, એવો અનુભવ થયા કરતો હોય છે, - કે “હું છું” (માં મિ ); પરંતુ આવી અનુભૂતિ અથવા પ્રતીતિ શાના આધારે થતી હોય છે? એવું કોઈક તત્ત્વ, એવો કોઈક પદાર્થ હોય, - જે આ પ્રકારના બોધનું અવલંબન હોય, અધિષ્ઠાન હોય. એ શું છે ? એક વાત સુનિશ્ચિત છે કે મનુષ્યની, પોતાની, પ્રથમ-પુરુષ એકવચનની આવી પ્રતીતિના પાયામાં, એની ભીતર, સ્વયંરૂપે રહેતું કોઈક નિત્ય, શાશ્વત, સનાતન તત્ત્વ તો હોવું જ જોઈએ. એ કોણ છે ? કેવું છે? - આવી જિજ્ઞાસાને અહીં સંતોષવામાં આવી છે. ' નામ આપીને આ સવાલનો જવાબ આપવામાં આવ્યો નથી, છતાં જેની આધ્યાત્મિક સમજણ સંપન્ન થઈ ગઈ હોય, એવા સાધકને વગર કહ્યું તરત જ ખ્યાલ આવી જાય છે કે એ તે “કશ્ચિત-કોઈક પદાર્થ એટલે બીજું કોઈ નહીં, પણ ચૈતન્યમય અને જ્ઞાનસ્વરૂપ વિશુદ્ધ આત્મા છે, પરમાત્મા છે, - જેનાં શાશ્વત અસ્તિત્વને કારણે જ, મનુષ્યને પોતાનાં “હું”(હ)ની પ્રતિક્ષણ પ્રતીતિ થતી રહે છે. આ પરમાત્મા “સત'(સ્તિ) અને નિત્ય' તો છે જ, પરંતુ વધારામાં, તે સ્વતંત્ર છે, સ્વયં-પર્યાપ્ત પણ છે, જેથી તેને પોતાના સિવાય, બ૬ - સિવાય, અન્ય કોઈ આધાર કે આલંબનની જરૂર રહેતી નથી.
આ ઉપરાંત, પરમાત્માનાં સ્વરૂપની વિશિષ્ટતા એ છે કે ત્રણેય અવસ્થાનો, આ રીતે, તે સાક્ષી છે : “જાગ્રતુ-અવસ્થામાં તે સ્થૂળ પદાર્થોના ભોક્તા તરીકે સાક્ષી છે; “સ્વપ્ર-અવસ્થામાં તે સૂક્ષ્મ ભોગોનો સાક્ષી છે; અને “સુષુપ્તિ અવસ્થામાં ભલે સર્વ વ્યવહારો શૂન્ય થઈ જતા હોય અને સંપૂર્ણ અજ્ઞાન-દશા પ્રવર્તી રહી હોય, તે છતાં માં વિવિદ્ વેમિ - “કશું જ જાણતો નથી', - એવી અજ્ઞાનદશા અથવા શૂન્યતાનો પણ એ જ સાક્ષી હોય છે. આમ, આ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી હોવા છતાં, પાંચેય “કોશોથી તે જૂદો છે, વિલક્ષણ છે, ન્યારો છે, અળગો રહે છે.
પરંતુ આ “કોશ' એટલે શું ? વેદાન્ત-દર્શનનો આ એક પારિભાષિક શબ્દ છે, અને આચાર્યશ્રીએ “બ્રહ્મસૂત્ર' પરનાં પોતાના ભાષ્યમાં એની સૂક્ષ્મ અને સવિસ્તર ચર્ચા કરી છે.
પરંતુ તેની આવી કશી તાત્ત્વિક વીગતોમાં ઊતર્યા વિના આપણે તેનું, પરમાત્માનાં સ્વરૂપની આપણી આ પ્રસ્તુત ચર્ચાના સંદર્ભમાં, સ્થાન અને તાત્પર્ય, સાદી ભાષામાં અને સ્પષ્ટ રીતે, સમજી લઈએ.
૨૪૮ | વિવેકચૂડામણિ