________________
પછી, સદ્ગર, હવે, થોડા શ્લોકોમાં, પરમાત્માનાં સ્વરૂપને સમજાવશે. માયા તથા માયા-કાર્યનું મિથ્યાત્વ શિષ્યને, ચિત્તમાં, સુયોગ્ય રીતે સમજાઈ ગયું હોય તો જ, તે પૂર્વભૂમિકા પર જ, પરમાત્માનાં સ્વરૂપ જેવા મહત્ત્વના વિષયની ચર્ચા અસરકારક બની શકે.
વળી, આ નવો વિષય એવો ગહન છે કે તેને સારી રીતે, સમ્યક રીતે સમજાવવાની જરૂર છે, એટલે સદ્દગુરુએ પોતાનાં “પ્રવચન (પ્રવામિ)ની પૂર્વે
-એવો સમુચિત ઉપસર્ગ પ્રયોજ્યો છે. આવાં “સંપ્રવચન' (Thorough. discourse)નાં પરિણામે, એટલે કે પરમાત્માનાં સ્વરૂપનો સાક્ષાત્કાર, શિષ્યને, થાય (૨૬ વિજ્ઞાય), તેથી સંસારનાં બંધનમાંથી તેનો છુટકારો થાય (વશ્વાન મુp: સન) કે તરત જ તેને મોક્ષની પ્રાપ્તિ થાય (વેલ્ય અનુત).
આમ, એક પછી એક બનતી આ સર્વ પ્રક્રિયાઓનો ક્રમ પણ સંપૂર્ણરીતે તર્ક-સુસંગત છે.
જીવાત્મા માટેની આચાર્યશ્રીની મૂળભૂત રીતે સ્થિર અને વિશિષ્ટ વિભાવના (Conception) અનુસાર, અહીં પણ ન - શબ્દ પ્રયોજાયો છે.
શ્લોકનો છંદ : અનુષુપ (૧૨)
૧૨૭ अस्ति कश्चित् स्वयं नित्यमहंप्रत्ययलम्बनः ।
अवस्थात्रयसाक्षी सन् पञ्चकोशविलक्षणः ॥ १२७ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ -
અસ્તિ કશ્ચિત સ્વયં નિત્ય મહંપ્રત્યયેલંબનઃ | અવસ્થાત્રયસાક્ષી સનું પંચકોશવિલક્ષણઃ || ૧૨૭ | શ્લોકનો ગદ્ય અન્વય :- ગાંપ્રત્યયનન: (માત્મા) સ્વયે નિત્ય તિ, (૨) અવસ્થાત્રયાક્ષી સન પશ્ચોવિનક્ષણ: (વર્તત) || ૧ર૭ |
શબ્દાર્થ :- મુખ્ય વાક્ય આ પ્રમાણે છે : શત્ (માત્મા) સ્વયં નિત્ય અતિ | સદા-સર્વદા અસ્તિત્વ ધરાવતો, સ્વયં-સ્વરૂપે વ્યક્ત થતો કોઈક (આત્મા) છે, કોઈક પદાર્થ છે, કશુંક એવું તત્ત્વ છે. આ વિશુદ્ધ આત્મા (પરમાત્મા) કેવો છે ?, મહંપ્રત્યયનનુનઃ | પ્રત્યય - એટલે પ્રતીતિ, પ્રબોધન, અનુભવ, જ્ઞાન; હતવન – એટલે આલંબન, આધાર; મર્દ (#િ તિ) “હું છું', એવી પ્રતીતિ, એવા અનુભવનો આધાર; એટલે કે તે બોધાય છે, અનુભવાય છે, - “હું છું', એ રીતે. આ પરમાત્માનો વિશેષ પરિચય, એનું વિશિષ્ટ સ્વરૂપ કેવું છે ? બે વિશેષણો : એક, અવસ્થાત્રયસાક્ષી સન અને બે, પોશવિલક્ષણ; આ પરમાત્મા જાગ્રત-સ્વમ-સુષુપ્તિ, – એ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છે; વિક્ષણ, - એટલે જૂદો, ન્યારો, અળગો, અસંગ; પાંચ કોશો”, આ પ્રમાણે છે : અન્નમય, પ્રાણમય,
વિવેકચૂડામણિ | ૨૪૭