________________
આવ્યું હતું. એનો ફલિતાર્થ જ એ કે એ જ આત્માનું કારણ શરીર છે. હવે એ જ સંદર્ભને આગળ વધારીને, અહીં આ “કારણ શરીરનાં વિશિષ્ટ સ્વરૂપનું વિવેચન કરવામાં આવ્યું છે.
ત્રણેય પ્રકારનાં શરીરોને પોતપોતાની “અવસ્થા હોય છે, - જેમ કે, “સ્કૂલશરીરની “જાગ્રતુ'-અવસ્થા અને “સૂક્ષ્મ-શરીરની “સ્લમ'-અવસ્થા છે; તેમ જ આ “કારણ”ની અવસ્થા “સુષુપ્તિ છે. આ “સુષુપ્તિ, આ “કારણ શરીરની સ્વકીય અવસ્થા છે; એને અહીં વિજ઼િ-અવસ્થા, - વિશિષ્ટ, લાક્ષણિક, જૂદી ભિન્ન, - એટલા માટે કહેવામાં આવે છે કે આ અવસ્થા દરમિયાન, “જાગ્રત'-અવસ્થા જેવો, સ્થૂળ પદાર્થો સાથેનો કશો વ્યવહાર, હોતો નથી, અને “સ્વપ્ર-અવસ્થામાં બને છે તેમ, બુદ્ધિ પોતે જ “જાગ્રત અવસ્થાની જાત જાતની વાસનાઓ વડે કર્તાભોક્તાભાવને પ્રાપ્ત થાય છે, - એવું પણ આ સુષુપ્તિ - અવસ્થામાં બનતું નથી. અહીં તો જ્ઞાન અને કર્મ બંનેની સર્વ ઇન્દ્રિયો, બુદ્ધિ, મન, - એ બધાંનાં વૃત્તિઓ - વ્યવહારો - વ્યાપારો ગાઢ અજ્ઞાનમાં લય પામે છે, વિલીન થઈ જાય છે, ક્રિયાશૂન્ય થઈ જાય છે. ટૂંકમાં, “કારણ શરીરની આ પોતીકી સ્વકીય એવી સુષુપ્તિ—અવસ્થામાં સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ નિવૃત્ત થઈ જાય છે અને આ નિવૃત્તિનાં પરિણામે જ ત્યાં એક પ્રકારની “અજ્ઞાનજન્ય શાંતિનો અનુભવ થાય છે.
પરિસ્થિતિ આવી હોવાથી, સવાલ એ ઊભો થાય કે આ અજ્ઞાનદશાને પણ જાણનારો કોઈક તો હોવો જોઈએને ! એ કોણ ? જવાબ એક જ, - કે એ સુષુપ્તિ અને અજ્ઞાનનો એકમાત્ર સાક્ષી અને દૃષ્ટા એવો આત્મા ત્યાં છે, જે પોતે જ્ઞાનસ્વરૂપ છે, સતુ-સ્વરૂપ છે. એની અનુપસ્થિતિ તો કદી કલ્પી શકાય જ નહીં. તાત્પર્ય એ જ કે ત્રણેય પ્રકારનાં શરીરની ત્રણેય અવસ્થામાં પણ, સદા-સર્વદા સાક્ષી એવો આત્મા, સર્વનું સર્વત્ર દર્શન કરતો, સતત ઉપસ્થિત જ હોય છે.
, શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૨૨)
૧૨૩ . सर्वप्रकारप्रमितिप्रशान्ति
–વનાત્મનાવસ્થિતિદેવ વૃદ્ધઃ | सुषुप्तिरेतस्य किल प्रतीतिः
किञ्चिन्न वेद्मीति जगत्प्रसिद्धेः ॥ १२३ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :સર્વપ્રકારપ્રમિતિપ્રશાન્તિ
બૈજાત્મનાવસ્થિતિરેવ બુદ્ધઃ | સુષુમિરતસ્ય કિલ પ્રતીતિ . કિંચિત્ર વેહ્રીતિ જગત્મસિદ્ધઃ || ૧૨૩ ll
૨૪૨ | વિવેકચૂડામણિ