________________
વગેરે નવ (૯) રસો છે. પરંતુ પેલા છ રસો પૂલ છે, જ્યારે આ નવ રસો સૂક્ષ્મ છે, કારણ કે તે આનંદનો આસ્વાદ આપે છે. રસ - શબ્દની વ્યુત્પત્તિ જ સૂચક છે, - રીતે, વ્યક્તિ, માસ્વાદતિ રતિ રસ: | “ચર્વણા' એટલે જ આસ્વાદ. પરમાત્મામાની નિષ્ઠા જે આનંદ આપે, તે તો દિવ્ય કક્ષાનો જ આનંદ હોય. એવા આનંદના રસની પ્રાપ્તિ અહીં પ્રસ્તુત છે.
(સર્વે) મુખI: વિશુદ્ધસત્વચ : (ત્તિ) | – આ સર્વ(ઉપર્યુક્ત) ગુણો, વિશુદ્ધ એવા સત્ત્વગુણના, - એટલે કે સત્ત્વગુણની પ્રધાનતાના, એનાં પ્રાધાન્યના, આધિક્યના છે. (૧૧)
અનુવાદ – પ્રસન્નતા, પોતાના આત્માનો અનુભવ, પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ મનની ઊંડી શાંતિ, તૃમિ, પ્રહર્ષ, અને જેના વડે (સિદ્ધ મનુષ્ય) સદા આનંદરસને પ્રાપ્ત કરે છે એવી પરમાત્મામાં એકનિષ્ઠ શ્રદ્ધા,- આ બધા, સત્ત્વગુણનાં આધિક્યના ગુણો છે. (૧૨૧)
ટિપ્પણ – ફરી એક વાર સ્પષ્ટતા કરવાની કે અન્યથા “સારો' હોવા છતાં, સત્ત્વગુણ, પેલા અન્ય બે ગુણો સાથેના તેનાં મિલનનાં પરિણામે, સંસારનું કારણ બને છે (તાપ્યાં નિતિત્વા સરખાય વન્ય | શ્લોક-૧૧૯), અને તેથી જ, તેનું સંપૂર્ણરીતે શુદ્ધ સ્વરૂપ શક્ય નથી. પરંતુ મોક્ષાર્થીએ તો સંસારનાં બંધનમાંથી મુક્ત થવું જ રહ્યું, અને તેની આવી પરિસ્થિતિમાં, એની સમક્ષ, માત્ર એક જ વિકલ્પ છે, અને તે છે સત્ત્વગુણનાં પ્રાધાન્યને ટકાવી રાખવાનો, રજોગુણ તમોગુણ પર સત્ત્વગુણનું સંપૂર્ણ વર્ચસ્વ જળવાઈ રહે, એવી સિદ્ધિ મેળવવાનો.
આવા સિદ્ધ પુરુષને સત્ત્વપ્રાધાન્યના કયા ગુણોનો લાભ મળે છે, એ વાત અહીં, શ્લોક-૧૨૦ કરતાં, જરા જૂદી રીતે, કહેવામાં આવી છે. આ
અંતે તો, “સંસાર' એ સંસાર જ છે અને એમાં તો “ત્રિગુણાત્મિકા માયા'નું જ સર્વત્ર સામ્રાજય પ્રસરેલું છે, એમાં કશો “મીન-મેખ નથી; તેમ છતાં પરમાર્થપ્રાપ્તિ માટે ઉત્સુક એવી સાધક જો સત્ત્વગુણની પ્રધાનતા પોતાનાં અંતઃકરણમાં સિદ્ધ કરી શકે તો, તે પોતાની બુદ્ધિને વિશુદ્ધ અને નિર્મળ બનાવી શકે, અને આત્મજ્ઞાનીની અવસ્થાને સિદ્ધ સંપન્ન કરી શકે, એવી બધી સાત્ત્વિક સામગ્રી, સત્ત્વગુણનાં પ્રાધાન્યનાં પરિણામ-સ્વરૂપ, આ છેલ્લા ત્રણ શ્લોકોમાં (૧૧૯-૧૨૦૧૨૧) આપવામાં આવી છે.
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૨૧)
૧૨ ૨ अव्यक्तमेतत् त्रिगुणैर्निक्तं
तत्कारणं नाम शरीरमात्मनः । सुषुप्तिरेतस्य विभक्त्यवस्था પ્રીનસર્વેનિયવૃદ્ધિવૃત્તિ: | ૨૨ર
૨૪૦ | વિવેચૂડામણિ