________________
શ્લોકનો ગદ્ય અન્વય – ૩ મનિતા-માદા: યમ-મરા નિયમ:, શ્રદ્ધા ર. भक्तिः मुमुक्षुता च, दैवी च संपत्तिः, असत्-निवृत्तिः, - (एते) तु मिश्रस्य સર્વણ્ય ધર્મો મવતિ | ૨૦ ||
શબ્દાર્થ – રજોગુણ અને તમોગુણ – એ બંને સાથે નિત્ય-સંબંધમાં હોવાથી, આ શ્લોકના આરંભમાં જ, સત્ત્વગુણને મિશ્ર' કહેવામાં આવ્યો છે, તે યોગ્ય જ છે; છતાં મનુષ્યનાં ચિત્તમાં સત્ત્વગુણનું પ્રાધાન્ય હોય, અને પેલા બે - રજોગુણ અને તમોગુણ-ની ગૌણતા(subordinate position) હોય, - એવી સ્થિતિ પણ એક સિદ્ધિ (Atainment, Accomplishment) ગણાય છે, એનો પણ એવો મહિમા છે, અને એની અહીં પ્રશસ્તિ કરવામાં આવી છે.
અમાનતા-બા એટલે ગીતાના ૧૩મા અધ્યાયમાં, શ્લોક-૭થી ૧૧મા સુધીમાં વર્ણવવામાં આવેલાં, “જ્ઞાન”નાં ૨૪ સાધનો અથવા પગથિયાં; યમ-મદ્યા: નિયમ: એટલે “યોગસૂત્ર”માં પતંજલિમુનિએ નિરૂપેલા, - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, - એ પાંચ યમો'; એ જ “યોગસૂત્ર” અનુસાર, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપૂજા,- એ પાંચ “નિયમો'; ગીતાના ૧૬મા અધ્યાયમાં, આરંભમાં જ, અમયે સર્વસંશુદ્ધિથી નાતિમાનિતા (શ્લોક ૧-૨-૩),- વગેરે દર્શાવેલા ૨૪, દેવી સંપત્તિના સદાચારો; માત-નિવૃત્તિ. એટલે એ જ ૧૬મા અધ્યાયના ૪થા શ્લોકમાં વર્ણવવામાં આવેલી “આસુરી સંપત્તિનું નિવારણ, એનો ત્યાગ, એનું દૂરીકરણ; અને આ ઉપરાંત શ્રદ્ધા, ભક્તિ અને મુમુક્ષતા,- આ બધા મિશ્ર' છતાં સત્ત્વપ્રધાન મનુષ્ય અંતઃકરણના ધર્મો છે. (૧૨)
અનુવાદ :- અમાનિત્વ વગેરે, યમ-નિયમ વગેરે, દૈવી-સંપત્તિનું હોવાપણું), આસુરી સંપત્તિનું નિવારણ, શ્રદ્ધા, ભક્તિ અને મુમુક્ષુતા, - આ બધા જ “મિશ્ર' એવા સત્ત્વગુણના ધર્મો છે. (૧૨)
ટિપ્પણ - રજોગુણ અને તમોગુણ સાથે સતત સંબદ્ધ હોવાને કારણે, સત્ત્વગુણનું ૧૦૦% શુદ્ધ સ્વરૂપ તો શક્ય જ નથી; ટૂંકમાં, સાધકે એનાં “મિશ્ર’ -
સ્વરૂપને તો સદા નિભાવવાનું જ રહ્યું. પરંતુ મોક્ષપ્રાપ્તિના સાધકના પક્ષે, સહાયકરૂપ બને એવી એક બાબત એ છે કે પોતાનાં અંતઃકરણમાં તે સત્ત્વગુણનાં પ્રાધાન્યને સાચવી રાખવા સદા સભાન અને પ્રયત્નશીલ રહે. સત્ત્વગુણની પ્રધાનતા જો વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તો, આ શ્લોકમાં ગણાવવામાં આવેલા સર્વ વિધાયક (Positive) ધર્મો તેના મોક્ષમાર્ગમાં અવશ્ય મદદરૂપ બની રહે. અને આ પણ કંઈ જેવી તેવી સિદ્ધિ નથી. સત્ત્વગુણના આ સર્વ ધર્મોની વિગતો શબ્દાર્થ-વિભાગમાં આપી છે, - તેના બધા લાભો મોક્ષાર્થી સાધકની આધ્યાત્મિક કારકિર્દીને ઉપૂવળ અને યશસ્વી બનાવી શકે એવા સત્ત્વ-સભર અને સમૃદ્ધ છે.
અને જે સાચો અને સંવેદનશીલ મુમુક્ષુ હોય, તેનું તો સમગ્ર વ્યક્તિત્વ જ શ્રદ્ધા તથા ભક્તિના ભાવો વડે ભીનું હોય જ.
૨૩૮ | વિવેકચૂડામણિ