________________
રહેતું નથી,
એવો નિર્ણય થઈ શકે, એ જ એકમાત્ર સાચી વિદ્યા ! અંગિરા-ઋષિએ શૌનકના આ પ્રશ્નનો ઉત્તર આપતાં, તરત જ કહ્યું હતું કે પરમાર્થદર્શીઓના અભિપ્રાય પ્રમાણે, વિદ્યાઓ, આ પ્રમાણે બે છે : અપરા (એટલે કે નીચલી કક્ષાની), અને પરા (એટલે કે ઉચ્ચ કક્ષાની). પરંતુ આ બે વિદ્યાઓમાં પણ સાચી વિદ્યા તો છે, પરા”, જેના વડે તે “અક્ષર”ને પ્રાપ્ત કરી શકાય : અથ परा, यया तद् अक्षरं अधिगम्यते ।
-
આ “અક્ષર” એટલે કે “ક્ષર” નથી તે. “ક્ષર” એટલે તે, જે નાશ પામે છે (ક્ષતિ કૃતિ । Perishable). પરંતુ આ “અક્ષર” તો તે છે, જે કદી નાશ પામતું નથી અને પોતાનાં મૂળભૂત સ્વરૂપે સદા-સર્વદા, જરા પણ પરિવર્તન પામ્યા વિના, એવું ને એવું જ રહે છે. અને આ “અક્ષર” એટલે જ, વેદાન્ત-દર્શનનું કેન્દ્રસ્થ તત્ત્વ, - બ્રહ્મ, જેનો સાક્ષાત્કાર થતાં, મનુષ્ય એમાં ભળી જાય છે, બ્રહ્મસ્વરૂપ અથવા બ્રહ્મમય બની જાય છે, તેને સંસારમાં ફરી પાછું આવવાનું રહેતું નથી, જન્મ-મરણનાં નિયત થયેલાં ચક્રમાંથી તે મુક્ત થઈ જાય છે, અને આ જ મુક્તિ, આ જ મોક્ષ, → Liberation, Final Emancipation, Beatitude, - જે શબ્દ પ્રયોજવો હોય તે.
મોક્ષપ્રાપ્તિના આ માર્ગને સમજાવતું દર્શન, - એટલે વેદાન્ત દર્શન. આ અનુસંધાનમાં, આ એક વાત પણ લક્ષમાં રાખવાની છે, અને તે એ કે આ બ્રહ્મનું સ્વરૂપ એવું છે કે જેના માટે, જેનાથી, જેના પછી, “બીજું” (દ્વિતીયમ્) કહી શકાય, એવું કોઈ તત્ત્વ જ નથી, આથી તેને મેવ અદ્વિતીયમ્ કહેવામાં આવે છે. આદ્ય શ્રીશંકરાચાર્ય જે વેદાન્તનો પુરસ્કાર કરે છે અને જેનું નિરૂપણ તેમણે આ ગ્રંથ-“વિવેકચૂડામણિ”માં કર્યું છે, તે છે, આ બ્રહ્મનાં અદ્વિતીય-સ્વરૂપના આધારે, - અદ્વૈત વેદાન્ત, અથવા વધારે યોગ્ય રીતે કહેવું હોય તો, - “કેવલાદ્વૈત વેદાન્ત', જેમાં કશાં જ હ્રય-દ્વૈત-દ્વિતીય માટે જરા પણ અવકાશ નથી.
પ્રાચીન દાર્શનિક પરંપરા પ્રમાણે, ૧૧ કે ૧૨ મુખ્ય ઉપનિષદો, બાદરાયણરચિત “બ્રહ્મસૂત્ર” અથવા વેદાન્ત-સૂત્ર અને શ્રીમદ્ભગવદ્ગીતા, - એ ત્રણને દર્શનસાહિત્યનાં “પ્રસ્થાનો” (પાયાના ગ્રંથો) - એટલે કે “પ્રસ્થાનત્રયી' કહેવામાં આવે છે. અને આ જ પરંપરાપ્રાપ્ત પ્રણાલિકા પ્રમાણે, જે કોઈ દર્શનશાસ્ત્રી પોતાના દાર્શનિક સિદ્ધાંતનું પ્રણયન કરવા ઇચ્છતો હોય, તેણે, આ પ્રસ્થાન’-ત્રિપુટી પર સૌપ્રથમ ભાષ્ય રચીને, એ ભાષ્યનાં માધ્યમ દ્વારા, પોતાના એ દાર્શનિક સિદ્ધાંતનું, અથવા વાદનું, નિરૂપણ કરવાનું રહે. અને આવું નિરૂપણ તે કરે ત્યારપછી જ, “આચાર્ય”-પદ માટે તેની પાત્રતા સિદ્ધ થાય.
વિવેકચૂડામણિ / ૨૩
-