________________
કારણ કે ઉપનિષદોના ઋષિઓએ તે ગ્રંથોમાં જે કાંઈ નિરૂપણ કર્યું છે, તે, ચારેય વેદોમાંનાં મૂળભૂત પ્રતિપાદનનો અર્ક છે, વેદોનો સાર-સર્વસ્વ છે.
વૈદિક સાહિત્યની વ્યવસ્થા પ્રમાણે, દરેક વેદને પોતપોતાના બ્રાહ્મણ-ગ્રંથો, આરણ્યક-ગ્રંથો અને ઉપનિષદ-ગ્રંથો છે. પરંતુ તે-તે ઉપનિષદો, “વેદાન્ત' તરીકે, વેદાન્ત-વિદ્યાનું વ્યવસ્થિત અને વિસ્તૃત નિરૂપણ કરે તે પહેલાં, દરેક વેદે, પોતાની જ કોઈક ઉપનિષદ દ્વારા, વેદાન્તનાં બ્રહ્મ-તત્ત્વનો, સ્વ-સ્વરૂપે અનુભવ કરાવતું, એક એક “મહાવાક્ય” આ પ્રમાણે પ્રતિપાદિત કર્યું છે :
(૧) ઋગ્વદ : આ જ વેદની ઐતરેય-ઉપનિષદમાં પ્રતિપાદિત કરવામાં આવેલું “મહાવાક્ય” આ પ્રમાણે છે : પ્રજ્ઞા વૃદ્ધ I એટલે કે આત્મા અને બ્રહ્મ એ બંને જ્ઞાનસ્વરૂપ છે, તેથી, આ બંને, એની સ્વરૂપગત દષ્ટિએ, એક જ છે : આત્મા એ જ બ્રહ્મ છે.
(૨) યજુર્વેદઃ આ વેદની બે શાખાઓ આ પ્રમાણે છે: “શુલ” અને “કૃષ્ણ'. એ પ્રમાણે, “શુક્લ યજુર્વેદની બૃહદારણ્યક ઉપનિષદનું “મહાવાક્ય” છે, - માં બ્રિામિ | એટલે કે “હું”-જીવ, પોતે જ બ્રહ્મ છું. અહીં પણ જીવ એ જ બ્રહ્મ.
(૩) સામવેદ : આ જ વેદની છાંદોગ્ય-ઉપનિષદનું “મહાવાક્ય” છે, - તત્ત્વત્તિ (તત વં ૩િ ). અહીં સંદર્ભ એવો છે કે ઋષિ ઉદ્દાલકે પોતાના પુત્ર શ્વેતકેતુને “જીવ જ બ્રહ્મ છે', - એ સત્ય સમજાવવા માટે, જૂદા જૂદાં નવ દષ્ટાંતો આપે છે અને એના અંતે, જીવ-બ્રહ્મનાં ઐક્યનું પ્રતિપાદન કરતું આ “મહાવાક્ય” ઉપસાવે છે કે વં એટલે કે “તું”, તત્ “” બ્રહ્મ છે.
(૪) અથર્વવેદ : આ વેદની માંડૂક્ય-ઉપનિષદ દ્વારા મળતું “મહાવાક્ય” આ પ્રમાણે છે : મયમાત્મા ' બ્રહ્મ | મયે માત્મા એટલે “આ આત્મા' (જીવાત્મા) બ્રહ્મ છે. | વેદાન્તવિદ્યાનાં અનુસંધાનમાં, એક બીજી આનુષંગિક વાત આ પ્રમાણે છે : અથર્વવેદીય “મુંડક”-ઉપનિષદના આરંભમાં, સુપ્રસિદ્ધ મહાગૃહસ્થ-(મહીશાન:)શૌનકે, પ્રાચીન વિધિ પ્રમાણે, એટલે કે “સમિત્પાણિ' બનીને, બ્રહ્મવિદ્યાના પ્રખર જ્ઞાતા એવા ઋષિ અંગિરા સમીપ જઈને, અને એમને પોતાના ગુરુ તરીકે સ્વીકારીને, આ પ્રશ્ન પૂછ્યો : “એવી કઈ વિદ્યા છે, જેનું વિજ્ઞાન થયે, સમગ્ર બ્રહ્માંડનું આ સર્વ વિજ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય ?” –
कस्मिन् नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवति । જે જાણ્યા પછી, સઘળું જાણી લીધું છે અને હવે પછી બીજું કશું જાણવાનું
૨૨ | વિવેકચૂડામણિ