________________
કહેવાય. એક ચોખવટ કરવી રહી: આધ્યાત્મિક ગ્રંથોમાં, કોઈ પણ વ્યક્તિ-વસ્તુપદાર્થની સ્વકીય-સ્વભાવગત-નિજી એવી બાબત માટે “ધર્મ' શબ્દ પ્રયોજવાની એક પરંપરાગત પદ્ધતિ છે. અહીં આ બધાં રજોગુણનાં “સંતાનો માટે “ભયંકર'(વોરા:) એવું વિશેષણ વપરાયું છે, છતાં એને ધર્મા કહ્યા છે ! વસ્તુતઃ, આ “ધર્મો એટલે દોષો', - એમ સમજવાનું !
રજોગુણના આ બધા “ભયંકર ધર્મો (પોરાઃ ધર્મા) કયા ક્યા છે? એમાંના મોટા ભાગના તો જાણીતા અને પ્રચલિત છે : કામ, ક્રોધ, લોભ, દંભ, અસૂયા, અહંકાર, ઈર્ષા, મત્સર વગેરે, - તે સર્વને સમજાવવાની જરૂર નથી, પરંતુ “ઇર્ષા, “અસૂયા' અને “મત્સર', – એ ત્રણ શબ્દોની અર્થચ્છાયાઓ(shades of meaning) પરસ્પર ખૂબ જ નજીક-નજીકની છે અને તેથી તે ત્રણ લગભગ પર્યાયો(synonyms) જેવા છે, છતાં એમના મૂળ અર્થોની મુદાસરતા (Pointedness)માં બહુ જ થોડો તફાવત છે કે, આ પ્રમાણે : રૂંધ્યા એટલે સામાન્ય પ્રકારની અદેખાઈ, Envy; મસૂયા, - એ અધમ પ્રકારની અદેખાઈ છે, જેમાં એક માણસ, સામા-બીજા માણસના ગુણો પ્રત્યે પણ અસહિષ્ણુ બની જાય છે, એટલું જ નહીં પરંતુ તે ગુણોને પણ દોષો તરીકે રજુ કરવામાં રાચે છે,Jealousy; જ્યારે, મત્સર એટલે બીજાનાં અભ્યદય-ચઢતી પ્રત્યેની અસહિષ્ણુતા; મત્સર' એ, આમ તો, “લોભનો જ એક પ્રકાર છે, - માત્ર, એમાં અસહિષ્ણુતા સાથે અતૂમિ પણ સંકળાયેલી હોય છે.
રજોગુણના આ બધા દોષો કેવા છે? એવા કે જેમાંથી જીવાત્મા કર્મોમાં પ્રવૃત્ત થાય છે, જેને કારણે મનુષ્યની કર્મો તરફથી પ્રવૃત્તિ થાય છે. પુમ્ - શબ્દ અહીં સામાન્ય મનુષ્યના અર્થમાં, જીવના અર્થમાં પ્રયોજાયો છે. ષા પુષ્પવૃત્તિઃ (મતિ), તત્ : વધતુઃ (મતિ) | તે રજોગુણ બંધનનું કારણ બને છે. (૧૧૪)
અનુવાદ – કામ, ક્રોધ, લોભ, દંભ વગેરે, અસૂયા, અહંકાર, ઈર્ષા, મસ્તર વગેરે, - આ (બધા) ભયંકર દોષો રજોગુણમાંથી જ ઉત્પન્ન થયેલા છે, જેમાંથી મનુષ્યની, કર્મો તરફની, આ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. તે રજોગુણ બંધનનું કારણ બને) છે. (૧૧૪)
ટિપ્પણ – આ શ્લોકમાં, રજોગુણની વિક્ષેપ-શક્તિના, “રાગાદય અને દુઃખાદય:' ઉપરાંત (શ્લોક ૧૧૩), કામ-ક્રોધ-લોભ-દંભ વગેરે બીજા થોડા દોષોનો ઊમેરો કરવામાં આવ્યો છે. આ બધા પણ અંતે તો વિક્ષેપશક્તિએ ઉત્પન્ન કરેલા મનોવિકારો જ છે. પરંતુ ચર્ચાનો મૂળ મુદ્દો, એના પાયાની વાત, - ટૂંકમાં, આ વિષય પરની સમગ્ર ચર્ચા-વિચારણા-વિમર્શનનો નિષ્કર્ષ એ છે કે રજોગુણની આ વિક્ષેપ'-શક્તિ મોક્ષાર્થી સાધકનાં ચિત્તની બ્રહ્મવિષયક એકાગ્રતાને ખંડિત કરે છે, એ ચિત્તને નિર્બળ અને ચંચળ બનાવીને તેના કેન્દ્રવર્તી ધ્યેય સમા બ્રહ્મજ્ઞાન વિશે તેને શિથિલ અને વિશૃંખલ કરી મૂકે છે, પરિણામે, “રાગાદયઃ” અને “દુઃખાદઃ”
વિવેકચૂડામણિ | ૨૨૫ | કર્મી- ૧૫