________________
માયા પરમેશ્વરની શક્તિ છે, અને આત્મા તો એક, અદ્વિતીય અને અખંડ છે, એટલે એ શક્તિરૂપી માયા આત્માથી ‘ભિન્ન' કેવી રીતે હોઈ શકે ? તેથી તે ‘ભિન્ન' નથી. અને જ્ઞાનના ઉદયકાળે તથા મુક્તિની દશામાં, માયાનો બાધ અને સંપૂર્ણ અભાવ થઈ જાય છે, તેથી તે પરમાત્માથી, ‘અભિન્ન' પણ ન હોઈ શકે. આ રીતે, માયા પરમાત્માથી ‘ભિન્ન' પણ નથી, અને ‘અભિન્ન' પણ નથી : भिन्ना अपि न, अभिन्ना अपि न ।
શાસ્ત્રોનાં નિરૂપણોમાં માયાનાં અંગોનું વર્ણન મળતું નથી, એટલું જ નહીં પણ માયાની અનુભૂતિ, ગાઢ નિદ્રા દરમિયાન, સુષુપ્તિ-અવસ્થામાં, અજ્ઞાનરૂપે થતી હોવાથી, તે, ‘અંગસહિત' પણ નથી, અને સત્ત્વ વગેરે ત્રણેય ગુણો માયામાં ઓતપ્રોત હોવાથી (ત્રિશુળાત્મિા), એટલે કે જગતના વિવિધ વિચિત્ર પદાર્થરૂપમાં પ્રતીત થતી હોવાથી, માયા ‘અંગરહિત' પણ ન હોઈ શકે.
सांगा अपि न, अनंगा अपि न ।
:
અને માયાનું સ્વરૂપ જો આવું જ હોય તો, સમગ્ર ચર્ચાનો નિષ્કર્ષ જ એ કે એનું વર્ણન થઈ જ ન શકે ઃ શબ્દો એને વ્યક્ત ન કરી શકે અને શાસ્ત્રોક્ત ‘પ્રમાણો’ એને પ્રમાણિત ન કરી શકે; તેથી તે, સાચા અર્થમાં, અવર્ણનીય અને અનિર્વચનરૂપવાળી જ કહેવાય(અનિર્વચનીયરૂપા). માયાનાં આવાં સ્વરૂપને અનુલક્ષીને જ, ભગવાન શ્રીકૃષ્ણે, ગીતામાં, પોતાની માયાને ‘તરવી કે પાર કરવી' મુશ્કેલ કહી છે : મમ માયા કુત્ચવા । (૭, ૧૪)
અને જેનું વર્ણન જ આવું શબ્દાતીત અને કષ્ટપ્રદ હોય, તે માત્ર સામાન્ય અર્થમાં અદ્ભુત ન હોય, આત્યંતિક અર્થમાં જ અદ્ભુત હોય(મહાભુતા) ! શ્લોકનો છંદ : ઇન્દ્રવજા (૧૧૧)
૧૧૨
शुद्धाद्वयब्रह्मविबोधनाश्या
सर्पभ्रमो रज्जुविवेकतो यथा ।
रजस्तमः सत्त्वमिति प्रसिद्धा
गुणास्तदीयाः प्रथिताः स्वकार्यैः ॥ ११२ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
શુદ્ધાદ્વયબ્રહ્મવિબોધનાશ્યા
સર્પભ્રમો રજ્જુવિવેકતો યથા ।
રજસ્તમઃ સત્ત્વમિતિ પ્રસિદ્ધા
ગુણાસ્તદીયાઃ પ્રથિતાઃ સ્વકાર્યેઃ || ૧૧૨ || - શ્લોકનો ગદ્ય અન્વય :- યથાર′વિવેતઃ સર્વપ્રમ:, તથા પં માયા
૨૨૦ | વિવેકચૂડામણિ