________________
એમ બંને પ્રકારની પણ નથી : (આવી આ માયા, આમ) અનિર્વચનીય સ્વરૂપવાળી અને અત્યંત અદ્ભુત છે ! (૧૧૧).
ટિપ્પણ – ગયા શ્લોકનાં ટિપ્પણમાં, છેલ્લે, “માયા'-શબ્દના પ્રચલિત, પરંપરાગત અને તાત્વિક, - એવા અનેક ભિન્ન અર્થો, દષ્ટાંત સહિત, આપવામાં આવ્યા હતા તે પ્રમાણે, તે શબ્દનું, મનને મુંઝવી નાખે એવું, ખરેખર, “માયાવી' સ્વરૂપ અહીં વર્ણવવામાં આવ્યું છે, અને છતાં, વર્ણવનારે પોતે, અંતે, ખુલ્લો એકરાર કર્યો છે કે માયા, સાચે જ, કોઈ પણ પ્રકારનાં વર્ણનથી પર છે, અવર્ણનીય છે, “અનિર્વચનીય છે, અને તેથી જ એને “અત્યંત અભૂત' (‘મહાપુતા') કહીને, એવો પ્રયાસ છોડી દીધો છે !
સૌપ્રથમ તો, આપણે એ સમજી લઈએ કે સત-અસત્, ભિન્ના-અભિન્ના અને સાંગા-અનંગા, - એ ત્રણેય શબ્દજોડલાંમાંના બંને શબ્દો પરસ્પર-વિરોધાર્થી શબ્દો છે, એટલે માયા “ઉભયાત્મિકા તો હોઈ જ ન શકે; તેથી માયા સત-અસત્, ભિન્ન-અભિન્ન, અને અંગોસહિત-અંગોરહિત, - એ બંને પ્રકારની “ઉભયાત્મિકા નથી. - હવે, એક બીજા પ્રકારના વિરોધનું નિરાકરણ કરવાનું રહે છે : માયા કાં તો “સ” હોય, કાં. “અસતુ' હોય. બેમાંથી એકેયરૂપે ન હોય – એ “સ” પણ ન હોય અને અસતુ' પણ ન હોય, - એવી પરિસ્થિતિ કેવી રીતે શક્ય, ગ્રાહ્ય કે સ્વીકાર્ય બને ? અને એવું જ નિરાકરણ “ભિન્ન-“અભિન્ન” અને “સાંગ-“અનંગ',વચ્ચેના વિરોધનું પણ કરવાનું રહે છે.
હવે, એ જોઈએ :
માયા જો સત (અસ્તિત્વ ધરાવતી) હોય તો, તે ત્રણેય કાળ દરમિયાન ચાલુ રહેવી જોઈએ, ટકવી જોઈએ; પરંતુ એનો તો એક કાળમાં પણ અનુભવ થતો નથી. સદા, અજ્ઞાત અને અવ્યક્ત રહીને જ એ તો જગતને સર્જે છે ! એક બીજી રીતે પણ આવો જ નિર્ણય થાય છે ? માયા અજ્ઞાનરૂપ છે, તેથી જ્ઞાનનો ઉદય થતાં તે ટળે છે, નાશ પામે છે; તે જો, ખરેખર, “સત’ હોય તો તે ક્યારેય નષ્ટ ન થાય. અને જો તે “અસ” હોય તો, તેનો અનુભવ, તેની પ્રતીતિ ક્યારેય ન થાય; પરંતુ આપણાં શાસ્ત્રો અને દર્શનો તો સ્પષ્ટ કહે છે કે માયા જગતની ઉત્પત્તિનું ઉપાદાન કારણ છે, તેનાથી જ આ બધું જગતુ ઉત્પન્ન થાય છે(યથા દ્ર સર્વ ની પ્રવૃત્તેિ ) : આમ, જગતનાં પ્રાણીઓ-પદાર્થોનાં રૂપમાં તો તેની પ્રતીતિ થાય જ છે; જો શશ(સસલાંનાં શિંગડાં)ની જેમ, ખરેખર, “અસ” હોય તો આમ ન બની શકે; તેથી નિશ્ચિત થાય છે કે માયા “અસ” પણ નથી : (સત
પ , મ ગ ર ) મૂળમાં, પાયાની વાત, અજ્ઞાન અને આત્મજ્ઞાનની છે : પોતાની અજ્ઞાનદશામાં માયા સત્ય જેવી, અને આત્મજ્ઞાન-સમયમાં અસત્ય જેવી જણાય છે :स्व(अज्ञान)काले सत्यवद् भाति, प्रबोधे सति असद् भवेत् ॥
–“આત્મબોધ”-૬ વિવેકચૂડામણિ | ૨૧૯