________________
સામાન્ય ઈશ્વરભક્ત, સાધક કે મોક્ષાર્થીને તો આઘાત અને આંચકો આપે એવી છે ! વેદાંતદર્શનના કેટલાક વિવેચકો આ વિશેષણ-“અવિદ્યા–ને યથાર્થ સિદ્ધ કરવા માટે એવું કહે છે કે જે શક્તિ “મિથ્યા' (સરખાવો : વ્રણ સત્ય ન મિથ્થા ) એવા આ જગતનાં મૂળમાં હોય, એ સારી કે સાચી વિદ્યા હોઈ શકે જ નહીં ! એને અવિદ્યા' કહેવી, એમાં જ ઔચિત્ય છે ! ઉપરાંત, આ શક્તિને, તેનાં કાર્ય પરથી અનુમાન કરી શકાય (ાનમેયા) એવી કહી છે, એ હકીકત પણ આ અર્થઘટનનું જ સમર્થન કરે છે : એ શક્તિનું કાર્ય” શું અને કેવું છે ? તો કે આ જગત જેવું મિથ્યા, મર્ચ અને વિનશ્વર ! તો પછી, સૂક્ષ્મ અને શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યો તો તરત જ એવું અનુમાન” કરે(સુધા ઇવ અનુયા) કે તે શક્તિ પોતે પણ તેના પોતાનાં કાર્ય જેવી જ હશે ને ! - વિદ્યા નહીં પરંતુ “અવિદ્યા” જેવું તેનું કામ, તેવું નામ !
અને સૌથી છેલ્લી છતાં સૌથી મહત્ત્વની, “The last, but not the least !” – એવી વાત તો, “પરમેશ્વરની આ પરા શક્તિ” વિશે, એ કે, તેને બધાં શાસ્ત્રો અને દર્શનોમાં માથાં કહેવામાં આવી છે ! “
આ શ્લોકમાં તો, પરમેશ્વરની આ પરા શક્તિનું આ “નામ'-કરણ જ થયું છે અને એનાં સ્વરૂપ વિશે તો હવે પછીના શ્લોકોમાં નિરૂપણ થશે; એટલે આપણે એ વિશેની આવશ્યક વિસ્તાર ત્યાં જ કરીશું. અત્યારે તો, એનાં નામ - “માયા”, - એ શબ્દ વિશે જ થોડું વિચારીએ :
એમ લાગે છે કે વેદાંત-દર્શનના તત્ત્વચિંતકોએ આ નામની, આ શબ્દની પસંદગી, ઘણી ઊંડી અને વ્યાપક વિચારણા-વિમર્શના પછી અને સંપૂર્ણ ઔચિત્યપૂર્વક કરી છે : “માયા' એટલે શાબ્દિક રીતે, કપટ, છળ, છેતરપીંડી, યુક્તિ, ચાલાકી વગેરે; ટૂંકમાં, જે કાંઈ ખોટો આભાસ ઊભો કરે, અસ્તિત્વ ન હોય છતાં જે પોતાનાં અસ્તિત્વનો ભ્રામક દેખાવ કરે, તે બધું જ માયા ! - Something unreal, phantom, illusion. “માયા'-વચન એટલે ખોટું વચન, “માયા'-મૃગ એટલે(રામાયણમાં, સીતાહરણની અનુકૂળતા માટે, રામનાં મનમાં)સુવર્ણમૃગનો આભાસ ઊભો કરતું મૃગ !
ટૂંકમાં, જે “નથી' છતાં “છે', એવો આભાસી ભાવ, ચિત્તમાં ઊભો કરે, તે બધું જ માયા ! ઝાંઝવાનાં જળ, એ જળ છે જ નહીં, છતાં હરણોનાં મનમાં જળનો ભ્રમ ઊભો કરે છે, માટે જ એ “જળ'ને “મૃગજળ' અથવા “BIZMિા ' (Mirage) કહેવામાં આવે છે.
સવિશેષ પ્રસ્તુત રીતે સ્પષ્ટ કરીએ તો, વેદાંત-દર્શનના સંદર્ભમાં, આ જગત ‘મિથ્યા' (Unreal) છે, છતાં અજ્ઞાનને કારણે, મનુષ્યને, તે “સત્ય”(Real) ભાસે છે, તે પણ “માયા'! હકીકતમાં, તે જ “માયા” !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૧૧૦)
વિવેકચૂડામણિ | ૨૧૭