________________
પરમાત્માની આ “પરા શક્તિ’ વિશે એમ કહેવાયું છે કે એમાંથી આ આખું જગત ઉત્પન્ન થાય છે (યથા ટું સર્વ ગતિ પ્રસૂયતે છે. આનો અર્થ એ થયો કે આ જગત પેલી શક્તિનું “કાર્ય”(Creation) છે, અને તે શક્તિ આ જગતનું કારણ' (cause) છે. બે તત્ત્વો વચ્ચેના આ “કાર્ય-કારણ-ભાવ”(Law of Causation)નાં સ્વરૂપને તાત્ત્વિક રીતે સમજી લેવો જોઈએ : કુંભાર માટીમાંથી ઘડો ઉત્પન્ન કર્યો, એટલે અહી ઘડો “કાર્ય છે અને માટી “કારણ છે. માટી વિના ઘડાનું નિર્માણ થઈ શકે નહીં, એ એક સુનિશ્ચિત અને અસંદિગ્ધ(Undoubted, Indisputable) હકીકત છે; છતાં ઘડાનાં નિર્માણમાં કુંભાર, એની પત્ની, ચાકડો, માટી લઈ આવનાર ગધેડો, પાણી, ઘડાને પકવનાર નિંભાડો, વગેરે ન હોત તો ? માટી હોય અને આ બધાં ન હોય, તો પણ ઘડો ઉત્પન્ન કરી શકાતો નહીં. એટલે આ બધાંની મદદની જરૂરત તો ખરી; પરંતુ મારી તો મૂળભૂત પદાર્થ છે, જેમાંથી જ ઘડાનું નિર્માણ થઈ શકે. એટલે “ન્યાય”દર્શનના તત્ત્વચિંતકોએ એવો સિદ્ધાંત સ્થાપ્યો કે ઘડાનાં નિર્માણનાં બે કારણો છે: એક, માટી અને બીજું, કુંભાર વગેરે પેલાં બધાં સહાયકો. માટી તો ઘડા માટેનો મૂળભૂત પદાર્થ છે, એટલે એને નામ આપ્યું, – “ઉપાદાન કારણ”; અને પેલાં સર્વ સહાયકો માટે નામ આપ્યું, - “નિમિત્ત કારણ.”
પરંતુ અહીં જગતનાં નિર્માણ માટે તો, જગતરૂપી “કાર્ય” માટે તો, પરમેશ્વરની “પરા શક્તિ”, “ઉપાદાન” અને “નિમિત્ત' બંને કારણ ! પરમેશ્વરની આ શક્તિ જ સ્વયં જ્યાં “પરા” હોય ત્યાં આ કાર્યમાં અને અન્ય કોઈની સહાય કે મદદની જરૂર જ શાની રહે!
જગતનાં સર્જન(Creation : “કાર્ય”)ની આ પ્રક્રિયામાંથી જ એક હકીકત એ પણ આપમેળે જ ઉપસી આવે છે, અને તે એ કે જેમાંથી જગતુ ઉત્પન્ન થાય છે(કયા સર્વ નર્ પ્રસૂયતે ) તે, પરમેશ્વરની પરા શક્તિ, એટલે જગતનું કારણ'-શરીર.
શ્રુતિઓ તો ઠીક, પરંતુ સ્મૃતિઓ પણ શ્રુતિના આ સિદ્ધાંતનું સમર્થન કરે છે : ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ એકરાર કરે છે કે “હું પોતે, મારી, એટલે કે પરમાત્માની, શક્તિ વડે સમગ્ર જગતનું સર્જન કરું છું; અલબત્ત, એ સર્જનક્રિયામાં હું ભાગીદાર થતો નથી, - માત્ર, અધ્યક્ષ કે સાક્ષીરૂપે જ તેમાં ઉપસ્થિત રહું છું.”
મયાધ્યક્ષેપ પ્રતિઃ સૂતે સરીરમ્ ૯, ૧૦ | આ શક્તિનાં વિશેષણો પણ એવાં જ સૂચક (significant) છે : આ શક્તિ, પોતાનાં જ, ‘સત્ત્વ' વગેરે ત્રણ ગુણો દ્વારા જ જગતનું સર્જન કરે છે છતાં, તે પોતે તો અદશ્ય જ રહે છે, તેથી તેને “અવ્યક્ત' એવું સાર્થક અને સમુચિત નામ આપવામાં આવ્યું છે. વળી, તે શક્તિની શરુઆત (દ્રિ) ક્યારે થઈ, એ કોઈ જાણતું નથી, તેથી તે કવિ છે. આ “પરા શક્તિ” છે તો સ્વયં પરમેશ્વરની, અને છતાં એને “અવિદ્યા' કહેવામાં આવી છે, તે હકીક્ત અપ્રતીતિકર તો ઠીક, પણ
૨૧૬ | વિવેચૂડામણિ