________________
નથી, Beginningless, - એટલે કે શાશ્વત, eternel, છે; વળી, એ “અવિદ્યા” છે. વિદ્યા એટલે જાણવા જેવી (વિદ્ - “જાણવું' એ ધાતુ પરથી બનેલો શબ્દ), એટલે કે “જ્ઞાન” Knowledge. ન જાણવા લાયક જે હોય તે “અવિદ્યા'. અંગ્રેજીમાં, - જેને Ne-science' કહેવામાં આવે છે; તે, આ “Ne-science" શબ્દ વિશે
બાઈબલમાં એવી નોંધ છે કે સેન્ટ બર્નાર્ડને ઈશ્વર(God)નાં સ્વરૂપ વિશે જ્યારે મંઝવણ થઈ ત્યારે તે બોલી ઊઠ્યો હતો કે, – “મને ખબર નથી !” “Nescience" (ઉચ્ચાર : “નેસ્સીઓ”). અને છેલ્લે, તે સાંખ્ય દર્શનના ત્રણેય ગુણો–સત્ત્વ, રજલ્સ અને તમસથી યુક્ત છે, એ ત્રણેય ગુણો જે ધરાવે છે, એવી (
વિભિI) છે અને પરમેશ્વરની આ પરા શક્તિ' વિશેની સહુથી વિશિષ્ટ વાત એ છે કે તેના વડે આ બધું જગત ઉત્પન્ન થાય છે : યા ૬ સર્વ ગત્ પ્રસૂયત | પરમેશ્વરની આ “પરા શક્તિ’ વિશે હવે બે જ વાત જાણવાની રહે છે. એમાંની પહેલી એ કે તે “અવ્યક્ત’ હોવાથી, સીધી રીતે (Directly) તો તેને જાણી શકાય(ય) એવી નથી, પરંતુ એનું “અનુમાન થઈ શકે એવી છે - (સનુમેય). આ અનુમાન કેવી રીતે, શાના આધારે થઈ શકે એમ છે ? માત્ર એક જ રીત : તેણે જે કાંઈ કાર્ય કર્યું - છે, જે કંઈ રચ્યું છે, સર્યું છે, નિમ્યું છે, એના પરનાં અનુમાન વડે, તેના વિશે કંઈક જોણ થઈ શકે એવી છે; અને એનું કાર્ય (Creation) એટલે તો આ જગત; આ જગત એનું કાર્ય”, “સર્જન', “ઉત્પત્તિ'; આના આધારે એક જ બાબત જાણી શકાય; અને તે એ કે તે આ જગત-રૂપી “કાર્યનું કારણ છે. અને આવું અનુમાન કરવાનું કામ કંઈ સામાન્યબુદ્ધિવાળાનું ન હોય, એમાં તો ઊંચા પ્રકારની બુદ્ધિ, વિવેકબુદ્ધિ જોઈએ. ધી-એટલે “બુદ્ધિ, અને “સુ' એટલે “સારી”. ઉચ્ચ પ્રકારની, સારી બુદ્ધિવાળા વડે જ (સુધયા પ્રવ), આવું અનુમાન શક્ય બને.
અને હવે, બીજી તથા છેલ્લી અને અત્યંત મહત્ત્વની વાત એ કે પરમેશ્વરની આ પરા શક્તિ “માયા” એવા નામથી પ્રસિદ્ધ છે, તે “માયા” કહેવાય છે. (૧૧૦)
અનુવાદ :- “અવ્યક્ત’ એવાં નામવાળી, અનાદિ, અવિદ્યા અને સત્ત્વ વગેરે) ત્રણેય ગુણોથી યુક્ત એવી, - પરમેશ્વરની એક અતિ-ઉત્કૃષ્ટ શક્તિ છે, જેના વડે આ બધું જગત ઉત્પન્ન થાય છે, અને શ્રેષ્ઠ વિવેકબુદ્ધિ ધરાવનારા વડે, એનાં કાર્ય પરથી જેના વિશે અનુમાન કરી શકાય છે, – તે “માયા”(કહેવાય) છે. (૧૧૦)
ટિપ્પણ – “માયા” વિશે એક અતિ-વિચિત્ર વાત એ છે કે આ શબ્દ લગભગ સુ-પરિચિત છે, છતાં એનું હાર્દ એટલું બધું ગૂઢ અને રહસ્યપૂર્ણ છે કે એને પૂરેપૂરું પામવાનું તો સામાન્ય માણસનું ગજું જ નહીં ! પરંતુ એ વિશેની વધુ વાત હવે પછી કરીશું. “માયા”ના એ ગૂઢાર્થના સંદર્ભમાં અને એના જ પશ્ચાદ્ભ(Background)માં રહેલી, આ શ્લોકમાંથી જ ઉપસતી, કેટલીક પ્રસ્તુત વાતોને સમજી લઈએ.
વિવેકચૂડામણિ | ૨૧૫