________________
પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને શબ્દ. આ ચારમાંનાં, એક ઉપમાન સિવાયનાં ત્રણને અહીં સાક્ષીરૂપે ટાંકવામાં આવ્યાં છે, અને ઉપમાનને બદલે અહીં ‘ઇતિહાસ’(તિાં)ને પ્રમાણભૂત તરીકે રજુ કરવામાં આવ્યો છે.
આ ચારને ‘ન્યાય-વૈશેષિક’-દર્શનો પ્રમાણે, પ્રમાણો' તરીકે સ્વીકારવામાં આવ્યાં છે; પરંતુ ‘પૌરાણિકો' આ ચાર ઉપરાંત, અથવા તો, આ ચારની સાથે જ, ‘ઐતિહ્ય’ને પણ, એક વધારાનાં, પાંચમાં ‘પ્રમાણ' તરીકે સ્વીકારે છે :ऐतिह्यमनुमानं च प्रत्यक्षमपि चागमम् ॥
રામાયણ
‘ઐતિહ્ય’ એટલે પરંપરાગત રીતે ચાલ્યો આવતો અને સ્વીકારાયેલો અભિપ્રાય (Traditional opinion, legendary account).
અહીં, આ ઐતિહ્ય’ને, ઇતિહાસ-પુરાણ-ગત પ્રમાણ' તરીકે નિર્દેશમાં આવ્યું છે.
-
પ્રત્યક્ષઃ અહં પરં પશ્યામિ । હું મારી પોતાની આંખ વડે જ, મારી સામેના ઘડાને જોઉં છું, - એ થયું પ્રત્યક્ષ-પ્રમાણ. ઘડાનાં અસ્તિત્વ વિશે કશી શંકાને સ્થાન જ નથી, કારણ કે ઘડો મારી સામે જ છે, સમક્ષ જ છે, અને એને હું મારી પોતાની આંખ વડે જ જોઉં છું.
સુષુપ્તિ-અવસ્થામાં, એટલે કે ગાઢ નિદ્રા દરમિયાન, શરીરનાં અંગો, ઇન્દ્રિયો, બુદ્ધિ, - વગેરે નિષ્ક્રિય હોય અને સ્પર્શાદિ વિષયો પણ ત્યાં ગેરહાજર હોય છે, અને છતાં જાગતાંની સાથે જ (નાપ્રતિ) મનુષ્ય બોલી ઊઠે છે કે “હું તો ખૂબ નિરાંતે, સુખચેનથી, સૂતો હતો !” (મયા સુલેન નિદ્રા અનુમૂતા). અવયવોઇન્દ્રિયો-બુદ્ધિ-વિષયો, - એ સર્વની ગેરહાજરી હોવા છતાં, મનુષ્યનો, આ નિદ્રાઅનુભૂતિનો, આનંદ કેવી રીતે શક્ય બન્યો ? એક જ ઉત્તર: આત્મા તો ચૈતન્યમય હોવાથી, જાગ્રત-સ્વમ-સુષુપ્તિ, એ ત્રણેય અવસ્થાઓમાં ઉપસ્થિત હોય જ છે. આમ, આત્માએ પોતે જ ‘પ્રત્યક્ષ’-સ્વરૂપે આનંદની અનુભૂતિ કરી. અનુમાન ઃ
—
સામેની ટેકરી પર મેં ધુમાડો જોયો, પછી મેં તરત જ જાહેર કર્યું કે “આ ટેકરી પર અગ્નિ છે”(અસ્મિન્ પર્વતે અગ્નિઃ અસ્તિ ). મેં તો અગ્નિને જોયો જ નથી, માત્ર ધુમાડો જ જોયો છે, છતાં હું કેમ કહી શકું છું કે ‘ત્યાં અગ્નિ પણ છે ?’ કારણ કે એક વાત સહુ જાણે છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય, ત્યાં ત્યાં અગ્નિ અવશ્ય હોય જ છે, અગ્નિ વિના ધુમાડો શક્ય જ નથી : યંત્ર યંત્ર ધૂમઃ, તત્ર તંત્ર અત્તિ:। આવી “વ્યાપ્તિ”(અગ્નિ-ધૂમાડાનું સહ-અસ્તિત્વ, Invariable concomittance)ને કારણે, હું ‘અનુમાન' કરી શકું છુ, કે સામેની ટેકરી પર માત્ર ધૂમાડો જ નહીં, પરંતુ અગ્નિ પણ છે જ !
છાંદોગ્ય-ઉપનિષદનું એક વિધાન આ પ્રમાણે છે : યક્ અત્યં તત્ મર્ત્યમ્ । ૨૧૨ / વિવેકચૂડામણિ