________________
જાગ્રત્-અવસ્થામાં, નાપ્રત્–નું સપ્તમી એકવચનનું
અનુવાદ :– તેથી, આત્મા સર્વદા આનંદરૂપ છે; આ(આત્મા)ને કદી પણ દુઃખ હોતું નથી, કારણ કે સુષુપ્તિ-અવસ્થા દરમિયાન, વિષયરહિત આત્મા આનંદરૂપે જ અનુભવાય છે. આ બાબતમાં, શ્રુતિવચનો, પ્રત્યક્ષ-પ્રમાણ, ઇતિહાસ અને અનુમાન-પ્રમાણ, જાગ્રત્-અવસ્થામાં(પ્રમાણરૂપ) છે. (૧૯)
ટિપ્પણ :– છેલ્લા કેટલાક શ્લોકોમાં ચાલી રહેલી સૂક્ષ્મ-શરીરની ચર્ચાનું સમુચિત સમાપન કરતાં, અને “માયા”નામના, વેદાન્ત-દર્શનના એક નવા જ વિષયની ચર્ચા શરુ કરતાં પહેલાં, આચાર્યશ્રી, “આત્મા”નાં સદા-આનંદ-સ્વરૂપને અહીં સુનિશ્ચિત અને અસંદિગ્ધ રીતે પ્રસ્થાપિત કરી દે છે.
આત્મા સદા-સર્વદા આનંદસ્વરૂપ છે, એ તો અત્યારસુધીમાં એકથી વધુ વાર કહેવાઈ ગયું; અહીં, આ શ્લોકમાં, એ જ વાત નિષેધાત્મક-નકારાત્મક રીતે (Negatively) રજુ થાય છે : આત્મા સદા-સર્વદા આનંદ-સ્વરૂપ તો છે જ, પરંતુ એકલું વિધેયાત્મક-હકારાત્મક(Positive) વિધાન કોઈક શંકાકારને પૂરતું ન જણાય, એવું, કદાચ, બને. તેથી અહીં એ પણ કહી દેવામાં આવ્યું કે આ આત્મા કદી પણ દુ:ખ—સ્વરૂપ હોતો નથી, એને ક્યારેય પણ દુ:ખ હોતું જ નથી.
શાસ્ત્રીય ચર્ચા ચાલતી હોય ત્યારે, આપણી અત્યારની ‘ડિબેઇટ' (Debate)પ્રથાની જેમ, ચર્ચામાં ભાગ લેનાર બે પક્ષો હોય છે : એક વિષયની તરફેણમાં, અને બીજો, વિષયની વિરુદ્ધમાં. આ બંને માટેના પારિભાષિક શબ્દો છે, અનુક્રમે, “સિદ્ધાંત-પક્ષ” અને “પૂર્વપક્ષ”. આત્માનું આનંદ-સ્વરૂપ સ્થાપવા ઇચ્છતા આચાર્યથી, અહીં, આ ચર્ચામાં, સિદ્ધાંતપક્ષે છે, ‘સિદ્ધાંતિન્’(‘સિદ્ધાંતી’) છે. વિષયની તરફેણમાં જે કાંઈ કહેવાની જરૂર હતી, તે બધું તેમણે તો કહી દીધું; પરંતુ પેલો “પૂર્વપક્ષ” આ બધું, એમ ને એમ, સ્વીકારે જ નહીં ! આપણાં પ્રવર્તમાન ન્યાયાલયો(Courts)માં પણ, ‘સાક્ષી’(Witness), ‘પુરાવા’(Evidence) વગેરેનું મહત્ત્વ તો છે જ. એ વગર કશો અંતિમ નિર્ણય થઈ શકે જ નહીં !
પ્રમાણ,- ‘અનુમાન.' નાપ્રતિ રૂપ. (૧૦૯)
અહીં પણ પેલો ‘પૂર્વપક્ષ' તરત જ પૂછે છે, સિદ્ધાંતીને, એટલે કે આચાર્યશ્રીને, - કે “તમારી આ વાત તો અમે જાણી, પણ તમારી પાસે, એનું કશું “પ્રમાણ”(Authority) છે, કોઈ સાક્ષી છે ?'
અને એના જવાબરૂપે જ અહીં આચાર્યશ્રીએ ચાર બાબતોને સાક્ષીરૂપે રજુ કરી દીધી. પરંતુ આ ચારને સમજવા માટે, આપણે થોડું શાસ્ત્રીય વિશ્લેષણ કરવું પડશે. આ સંદર્ભમાં, ભારતીય પરંપરામાં સ્વીકારાયેલાં “છ દર્શનો’”(Six systems આપણને of Indian philosophy)માંના બે દર્શનો- ન્યાય’ અને વૈશેષિક', મદદરૂપ થાય છે. એમના સિદ્ધાંતો પ્રમાણે, કોઈ પણ જ્ઞાનની છેવટની-અંતિમ સિદ્ધિ કે સ્વીકૃતિ માટે, આ ચાર પ્રમાણો” પ્રસ્થાપિત કરવામાં આવ્યાં છે : વિવેકચૂડામણિ / ૨૧૧
-