________________
જે કંઈ અલ્પ એટલે કે “અનિત્ય' હોય, તે “મર્ય' એટલે કે મૃત્યુવશ છે, વિનાશશીલ છે, અને તેથી જ દુઃખદાયક છે. આમ, જે અનિત્ય હોય તે દુઃખસ્વરૂપ હોય, તો પછી જે નિત્ય હોય, તે તો આંનદસ્વરૂપ જ હોય ને ! અને આત્મા તો ગીતા કહે છે તેમ, નિત્ય” જ છે :
મનો નિત્યઃ શાશ્વતોડ પુરાણ? | (૨.૨૦) અને તે નિત્ય હોવાથી, તે આનંદ-સ્વરૂપ જ હોય, એવું “અનુમાન” આપણે અવશ્ય કરી શકીએ ! શબ્દ :
વેદોના મંત્રો, કોઈએ, પોતાના હાથે લખેલા નથી, પણ તે તે ઋષિઓએ, મંત્રોને “જોયા હતા, એમનું દર્શન’ કર્યું હતું. આથી જ વેદોને “અ-પૌરુષેય”, અને ઋષિઓને મંત્રદૃષ્ટા' કહેવામાં આવે છે. આવી ‘દર્શન'ની શક્તિનું મૂળ ઋષિઓની તપશ્ચર્યામાં રહેલું છે. અને આથી જ, વેદોમાં - એટલે કે સમગ્ર વૈદિક સાહિત્યમાં, - જે કાંઈ કહેવાયું છે, તે હંમેશાં સિદ્ધ, સુનિશ્ચિત અને પ્રમાણભૂત (Authoritative) ગણાય છે, એને કોઈ સાક્ષી-પુરાવાની જરૂર રહેતી નથી. ન્યાયવૈશેષિક દર્શનોએ પ્રસ્થાપેલું આ જ “શબ્દ-પ્રમાણ. અહીં, આ શ્લોકમાં, એના માટે “શ્રુતિ' શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. ઋષિઓનાં વાક્યોને “સાંભળ્યા પછી (શું – એટલે સાંભળવું) જે સાહિત્ય રચાયું તે, - વેદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો વગેરે – “કૃતિ” અને એને “સ્મરણમાં રાખીને' (પૃ-યાદ રાખવું), ત્યારપછી જે સાહિત્ય રચાયું તે, “સ્મૃતિ” (રામાયણ, મહાભારત, પુરાણો વગેરે).
આ જ “શ્રુતિ"સાહિત્યનું એક સુપ્રસિદ્ધ વાક્ય આ પ્રમાણે છે : ગાનન્દો ગ્રહણ તિ નાના( I -તૈત્તિરીય - ઉપનિષદ. “તેણે જાણ્યું કે બ્રહ્મ એટલે કે આત્મા, તો આનંદસ્વરૂપ છે.”
એ જ ઉપનિષદમાં બીજાં પણ વિધાનો આ પ્રમાણે છે :- રો વૈ સઃ “તે આત્મા રસ-સ્વરૂપ છે.” અને “રસ' તો એની વ્યુત્પત્તિ પ્રમાણે (રીતે મ રસ:) આનંદ-સ્વરૂપ જ હોય !
___ आनन्दं ब्रह्मणो विद्वान् न बिभेति कुतश्चन । “બ્રહ્મના, એટલે કે આત્માના આનંદને જાણનારને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી.”
આ થયું શબ્દનું, એટલે કે “શ્રુતિનું પ્રમાણ.
અને આવાં શ્રુતિવાક્યની પ્રમાણભૂતતા વિશે તો પૂર્વપક્ષ' પણ કશો વાંધો ન લઈ શકે.
હવે રહ્યો ઇતિહાસ - તિા. આમ તો, આ પહેલાં જણાવવામાં આવ્યું છે તેમ, ઇતિહાસ' એ શબ્દની વ્યુત્પત્તિ જ સાક્ષીરૂપ છે કે – “તે, ખરેખર, આ
વિવેકચૂડામણિ ! ૨૧૩