________________
ઉપલબ્ધ થયા છે, તેના અનુસંધાનમાં, છેલ્લે, આટલું અંગત :
આદ્ય શંકરાચાર્ય જેવા, સાચા અર્થમાં, “મહામાનવ’નાં જીવનના અનુસંધાનમાં, એક “અત્યંત નાની હકીકતનો અહીં ઉલ્લેખ કરતાં, મને ખૂબ ક્ષોભ અને સંકોચ થાય છે, તે છતાં તે હકીકતની પ્રસ્તુતતા (Relevance) વિશે મને સંપૂર્ણ શ્રદ્ધા હોવાથી, આ “સાહસ' હું કરું છું :
અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં, મિલ્ટન(Milton)ના જન્મસમય (ઈ. સ. ૧૬૦૮)થી ડૉ. સેમ્યુઅલ હોન્સન(Dr. Samuel Johnson)ના મૃત્યુસમય (ઈ. સ. ૧૭૮૪) સુધીના, પોણા બસો વર્ષોના આ સમયગાળાને “ઓગસ્ટન એઈજ (Augustan Age), એટલે કે “બુદ્ધિપ્રધાન યુગ” કહેવામાં આવે છે. આદ્ય શ્રીશંકરાચાર્યની સરખામણીમાં આ ડૉ.જહોન્સન તો ઘણો નાનો માણસ ગણાય. અરે, એવો “નાનો કે આ બંનેનાં નામોને એકીસાથે મૂકી શકાય જ નહીં !
પણ અહીં “નાનાપણું-“મોટાંપણું” પ્રસ્તુત જ નથી.
પરંતુ આ બાબત વિશેષ લંબાણ' કરવા કરતાં, હું મારા મુદ્દા પર જ આવું : વાણી-વર્તન-વ્યવહાર, વસ્ત્રો, વાળ, – એકંદરે સમગ્ર વ્યક્તિત્વ વગેરે સઘળી બાબતમાં, પૂરો “લઘરવગર', અવ્યવસ્થિત અને “વિચિત્ર' એવો આ ડૉ.જહોન્સન, એનાં સમકાલીન સમયમાં, એક “જિનિયસ' ગણાતો : એનાં ભાષણો અને લખાણોમાં, એની વિચિત્ર, વિશિષ્ટ, અસાધારણ અને સ્વકીય (Peculiar) બુદ્ધિના ચમકારાની, એના સંપર્કમાં આવતી સર્વ વ્યક્તિઓને પ્રતીતિ થતી, પરંતુ એ સહુને એક સાત્ત્વિક ચિંતા સતાવતી : ભાવિ પેઢીના લાભાર્થે, આ “ચમકારા'ને જાળવી રાખવા અને જીવાડવા શી રીતે ?
અંતે, લોકોને આનો એક ઉપાય સૂઝી આવ્યો : ડૉ.જહોન્સનના અત્યંત સામાન્ય બુદ્ધિવાળા, છતાં અત્યંત નિકટના, વિશ્વસનીય અને દિલોજાન દોસ્ત સેમ્યુઅલ બોસ્ટેલ(Samuel Boswell)ને એમણે સૂચવ્યું : “તમે ડૉ.જહોન્સનના આવા એક અંતરંગ અને આત્મીય સન્મિત્ર છો. તમે એનું જીવનચરિત્ર લખો ને !”
બોમ્બેલ-રચિત ડૉ.જહોન્સનનું જીવનચરિત્ર ("Boswell's Life of Dr. Johnson") અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં એક પ્રશિષ્ટ કૃતિ' (A Classic) તરીકે સુપ્રસિદ્ધ છે.
મને આજે એક વિચાર સ્ફરે છે: આદ્ય શ્રીશંકરાચાર્યને આવો કોઈક બોસ્ટેલ મળી ગયો હોત તો ! – તો, આવા બધા “દિગ્વિજય”-ગ્રંથોની ભાંજગડ જ ન રહેત !
– જયાનન્દ દવે
૨૦ | વિવેકચૂડામણિ