________________
(અ) પ્રસ્થાનત્રયી પરનાં ભાષ્યો : (૧) બ્રહ્મસૂત્ર પરનું ભાષ્ય (૨) ૧૧ કે ૧૨ ઉપનિષદો પરનાં ભાષ્યો :
ઈશાવાસ્ય, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક, તૈત્તિરીય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વતર, નૃસિંહતાપિની, કૌશીતક વગેરે ઉપનિષદો પરનાં ભાષ્યો.
(૩) શ્રીમદ્ભગવદ્ગીતા પરનું ભાષ્ય. (બ) ઈતર ભાષ્યો :
વિષ્ણુસહસ્ત્રનામ, સનસુજાતીય, લલિતાત્રિશતી (દેવી લલિતાનાં ૩૦૦ નામો), મૈત્રાયણીય-ઉપનિષદ, કૈવલ્ય-ઉપનિષદ, મહાનારાયણીય-ઉપનિષદ, અમરુશતક, ઉત્તરગીતા, શિવગીતા વગેરે. (૨) પ્રકરણ-ગ્રંથોઃ
અદ્વૈતપંચક, અદ્વૈતાનુભૂતિ, અપરોક્ષાનુભૂતિ, આત્મબોધ, ઉપદેશપંચક, ઉપદેશસાહસ્રી, તત્ત્વબોધ, નિર્વાણમંજરી, મણિરત્નમાલા, વિવેકચૂડામણિ, સ્વાત્મનિરૂપણ, શતશ્લોકી, સર્વવેદાન્ત-સિદ્ધાંત-સાર-સંગ્રહ, મનીષાપંચક, - વગેરે ૩૪ ગ્રંથો. (૩) તંત્ર-ગ્રંથો :
સૌંદર્યલહરી, પ્રપંચસાર. (૪) સ્તોત્રો :
આમાં પણ ત્રણથી ચાર વિભાગો આ પ્રમાણે પાડી શકાય :
(અ) વેદાન્ત-સ્તોત્રો, (બ) ગણેશ-શિવ-વિષ્ણુ-સૂર્ય, રામ, હનુમાન, ભવાની, કૃષ્ણ, ગોવિંદ, જગન્નાથ વગેરે ભક્તિ-સ્તોત્રો, (ક) ગંગા, નર્મદા, યમુના વગેરે નદી-સ્તોત્રો અને પરચુરણ-સ્તોત્રો.
આમ, શંકરાચાર્યની અને એમનાં નામે ચઢેલી કૃતિઓની સંખ્યા ૨૦૦થી વધારે છે.
સામાન્ય માણસ જે ઉંમરે પોતાના પુરુષાર્થની જીવન-કારકિર્દીનો આરંભ કરે એવાં માત્ર ૩ર જ વર્ષમાં, અનેક અભૂતપૂર્વ, આશ્ચર્યકારક અને અવિસ્મરણીય સંસિદ્ધિઓ સંપન્ન કરી જનાર, આ વિશ્વવંદ્ય વિભૂતિ અને યુગપ્રવર્તક મહામાનવનું સારું આધારભૂત અને સંપૂર્ણ મૂલ્યાંકન કરવા માટે તો કોઈ પણ માપ-દંડ ટૂંકો જ નીવડે.
એમનાં જીવન અને એમની સિદ્ધિઓનું આકલન, ઋગ્વદના, શબ્દમાં શાંતિ ઓછું અધૂરું જ બની રહે !
અને એમનાં જીવનચરિત્રનું આલેખન કરતા જે “દિગ્વિજય”-ગ્રંથો આપણને
વિવેકચૂડામણિ | ૧૯