________________
i,
::
છે(Oxygen); આ ઉપરાંત, શરીરમાંના જઠરાગ્નિ સાથે ભળી જઈને, માણસની આહારની પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. શરીરમાં પ્રવેશેલો એ જ પ્રાણવાયુ મળ-મૂત્રવિસર્જનની ક્રિયાનું નિયમન કરે છે, અને ગુદા-દ્વારમાંથી દૂષિત-મલિન બનીને નિષ્ક્રમણ કરે છે ત્યારે, તે અપાન-વાયુ બને છે. સ્થૂલ શરીરમાંનાં અનેક અંગોઉપાંગોમાંના ઢીંચણ-કોણી-ડોક-કેડ વગેરેમાં સાંધા(Joints)નાં હલનચલનને, એનાં વળવા-વાળવાની જવાબદારી સંભાળે છે, અને તેથી તે વ્યાન-વાયુ બનીને સમગ્ર શરીરમાં વ્યાપેલો રહે છે. ઉદાન-વાયુ, માણસનાં ચિત્તતંત્રને સજાગ તથા સૂક્ષ્મ રાખવામાં સહાયભૂત થાય છે : મોટે ભાગે કંઠમાં રહીને, ખાધેલા-પીધેલા પદાર્થો અન્ન-નળીમાં જ જાય અને બાજુમાં જ રહેલી શ્વાસ-નળીમાં ન પેસી જાય, એનું ધ્યાન રાખવામાં માણસનાં મનને સાવધ રાખે છે. આ ઉપરાંત, પોતાનાં નિયત થયેલાં સ્થાનમાં, કંઠમાં-ગળામાં રહીને, અન્ન અને પાણીને છુટ્ટાં પાડીને, અન્નને . આંતરડા તરફ અને જળને મૂત્રાશયની કોથળી તરફ વ્યસ્થિત રીતે રવાના કરવાની, મહત્ત્વની જવાબદારી સંભાળે છે. સમાન-વાયુનું નિવાસ-સ્થાન નાભિ છે અને ત્યાં રહીને તે, અન્નરસ તથા લોહીને સમગ્ર શરીરમાં સતત પહોંચાડવાની કામગીરી સંભાળે છે. ટૂંકમાં, શરીરની સ્ફૂર્તિ, ગતિશીલતા અને સક્રિયતા, સમગ્ર શરીરની સતેજતા, આ સમાન-વાયુને આભારી છે.
આ પાંચેય વાયુનાં ‘નામો' પણ એમનાં કાર્યક્ષેત્રો તરફ ઈશારો કરે છે : પાંચેય નામોમાં મૂળ ધાતુ અાગમન કરવું, ક્રિયાશીલ-સક્રિય રહેવું, સંચરણ કરવું, to move, to act, to breathe) પરથી બનેલો શબ્દ ઞાન છે, અને પછી તેનાં કાર્યભેદો સૂચવવા માટે, તેનાં આગળ પ્ર, અપ, વિ, ત્, સમ્ - વગેરે ઉપસર્ગો લગાડીને ‘પ્રાણ’, અપાન, વ્યાન, ઉદાન, સમાન વગેરે શબ્દોની રચના કરવામાં આવી છે. પરંતુ આ બધાંમાં મુખ્ય અને મૂળભૂત વાયુ “પ્રાણ” હોવાથી, પ્રજ્જુન अनिति इति प्राणः - એવી એની વ્યુત્પત્તિ, એનાં કેન્દ્રસ્થ સ્થાન અને મહત્ત્વનો નિર્દેશ કરે છે, એ સૂચક અને સ્મરણીય છે.
આમ, “પ્રાણ”ની સંખ્યા ‘પાંચ’ હોવાથી, સંસ્કૃત ભાષામાં, આ શબ્દ, મોટા ભાગે, બહુવચનમાં જ પ્રયોજાય છે.
શ્લોકનો છંદ : ગીતિ (૯૭)
૯૮
वागादि पञ्च श्रवणादि पञ्च प्राणादि पञ्चाभ्रमुखानि पञ्च । बुद्ध्याद्यविद्यापि च कामकर्मणी पुर्यष्टकं सूक्ष्मशरीरमाहुः ॥ ९८ ॥ ૧૯૦ / વિવેચૂડામણિ