________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
પ્રાણાપાનવ્યાનોદાનસમાના ભવત્યસૌ પ્રાણઃ ।
સ્વયમેવ વૃત્તિભેદાદ્ વિકૃતિભેદાત્ સુવર્ણસલિલાદિવત્ ॥ ૯૭ II
શ્લોકનો ગદ્ય અન્વય :- અસૌ પ્રાળ: (સ્વત: : વ સન્), વૃત્તિમેવાત વિકૃતિષેવાત્ (૪) સુવર્ણતિજ્ઞાવિત, સ્વયં વ, પ્રાણ-અપાન-ધ્યાન-ઝવાનસમાના: મતિ ॥ ૨૭ ||
શબ્દાર્થ :- મુખ્ય વાક્ય છે : અસૌ પ્રાળ: (સ્વત: : વ સન્), સ્વયં વ, પ્રાળ-અપાન-ધ્યાન-વાન-સમાના: મતિ । આ પ્રાણ - એટલે કે દરેક સ્થૂલ શરીરમાં હોય છે તે, - ખરેખર તો, આ પહેલાંના શ્લોકમાંનાં અન્તઃકરણની જેમ, પોતે તો એક જ છે; પરંતુ ઉપર્યુક્ત અન્તઃકરણની જેમ જ, પોતે પોતાની મેળે જ (સ્વયં ત્ત્વ), પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, એ પાંચ નામ-રૂપ ધરાવતો થઈ જાય છે. પેલું એક જ એ અન્તઃકરણ, જેમ, મન-બુદ્ધિ-અહંકાર-ચિત્ત, - એમ ચાર જૂદાં જૂદાં નામ-રૂપ ધરાવતું બન્યું હતું એમ જ, અહીં, આ પ્રાણ એની મેળે, પાંચ જૂદા જૂદાં નામ-રૂપો ધરાવતું થઈ જાય છે. આમ કેમ બને છે ? શા કારણે બને છે ? આ બે કારણે : એક, વૃત્તિનેવાત્ અને બે, વિકૃતિનેવાત્, પોતાના જ વૃત્તિભેદ એટલે કે કાર્યભેદનાં કારણે, અને એના પોતાના જ વિકારોની ભિન્નતાનાં કારણે.
પ્રાણના
આવું શાની જેમ, કોની જેમ બને છે ? જવાબ છે, સુવર્ણ-સતિતઆવિત્. સોનું, જળ વગેરે. મૂળભૂત પોતાનાં સ્વરૂપે તો, સોનું, જળ વગેરે જ હોય છે, પરંતુ એ જ સોનાને તપાવવાથી-ટીપવાથી અનેક પ્રકારનાં-નામવાળાં અલંકારો બને છે. જળ પણ ઠરી જાય ત્યારે બરફ, ગરમ કરવામાં આવે ત્યારે વરાળ, તેમાં રંગો નાખવાથી તે તે રંગવાળું, તેમાં દ્રવ્યો-પદાર્થો ભેળવવાથી જૂદા જૂદા ખાઘ-પેયનાં નામ-રૂપોવાળું બને છે, તેમ. (૯૭)
અનુવાદ :– પ્રાણ પોતે તો એક જ હોવા છતાં, પોતાનાં કાર્યભેદ અને વિકારભેદનાં કારણે, સુવર્ણ અને જળની જેમ, પોતાની મેળે જ, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન (વગેરે) બની જાય છે. (૯૭)
ટિપ્પણ ઃ- સ્થૂલ શરીરને ટકાવી રાખવા માટે, તેની અંદર રહેલો પ્રાણ પોતે જ, જૂદી-જૂદી પાંચ પ્રક્રિયાઓ કરતો હોવાથી, તે તે કાર્ય અથવા ફરજ(ધર્મ, Duty)નાં સંદર્ભમાં, તે તે કાર્ય-ક્ષેત્ર દરમિયાન, તેના થતા વિકારોનાં પરિણામે, પોતાની મેળે જ, પ્રાણ, અપાન વગેરે બની જાય છે : પ્રાણ-વાયુ એટલે સમગ્ર શરીરમાં સંચરતો શ્વાસ-ઉચ્છ્વાસ, જે બહારથી અંદર અને અંદરથી બહાર, સતત આવ-જા કરતો રહે છે, અને એ રીતે શરીરને ટકાવી રાખવાનું કામ કરે વિવેકચૂડામણિ / ૧૮૯