________________
શ્લોકનો ગુજરાતી પાઠ :
વાગાદિ પંચ શ્રવણાદિ પંચ પ્રાણાદિ પંચાભ્રમુખાનિ પંચ । બુદ્યાર્ધવિદ્યાપિ ચ કામકર્મણી
પુર્વષ્ટકં સૂક્ષ્મશરીરમાણુ : | ૯૮ ||
શ્લોકનો ગદ્ય અન્વય :- વાન્-આર્િ પંચ, શ્રવણ-માવિ પંચ, પ્રાળાવિ પદ્મ અપ્રમુવાનિ પંચ, બુદ્ધિ-આવિ, અવિદ્યા અપિ = જામ-જર્મળી (તિ) પુરી-ગટ્ટ સૂક્ષ્મશરીર આદુઃ ।। ૧૮ ॥
શબ્દાર્થ :– અત્યાર સુધી, આ પહેલાંના થોડા શ્લોકોમાં, મનુષ્યનાં “સ્થૂલ શરીર”નું વર્ણન-વિવેચન કરવામાં આવ્યું, હવે તેનાં “સૂક્ષ્મ શરીર”નું નિરૂપણ હાથ ધરવામાં આવ્યું છે.
મુખ્ય વાક્ય છે : (તે વ્રુધા:) સૂક્ષ્મશરીર આહુઃ । આદુ: એટલે તેઓ કહે છે, વર્ણવે છે; પ્રાચીન પરંપરા પ્રમાણે, આદુ: એ ક્રિયાપદનો કર્તા, સામાન્ય રીતે અધ્યાહાર રહે છે, પરંતુ એનો કર્તા એટલે તે વુધા:, તે પ્રાજ્ઞા, તે વિદ્વાંતઃ, “તે ડાહ્યાઓ-વિદ્વાનો”, એમ સમજી લેવામાં આવે છે. આ વિદ્વાનો “સૂક્ષ્મશરીર”ને વર્ણવે-સમજાવે છે. કેવી રીતે, ક્યાં સ્વરૂપે વર્ણવે છે ? જવાબ છે : પુરી-અષ્ટ (તિ) । પુરી એટલે નગરી, શહેર, રહેઠાણ, નિવાસસ્થાન, अष्टकं એટલે “આઠ”નો સમૂહ, સમુદાય, ઘટક તત્ત્વો. શ્લોકમાં વર્ણવવામાં આવેલાં જૂદાં જૂદાં “આઠ” ઘટક તત્ત્વોના સમૂહ(Collection)ની નગરી, એ રૂપી નિવાસ-સ્થાન (પુરી-અષ્ટ) એટલે “સૂક્ષ્મ-શરીર”, અથવા “સૂક્ષ્મ-શરીર” એટલે જ “પુરી-અષ્ટક”.
-
પરંતુ “સૂક્ષ્મ-શરીર’રૂપી નગરીનાં આઠ રહેઠાણો, આઠ નિવાસસ્થાનો ક્યાં ક્યાં? આ પ્રમાણે : (૧) વાણી વગેરે (પાંચ) કર્મેન્દ્રિયોનું પંચક; (૨) કાન વગેરે (પાંચ) જ્ઞાનેન્દ્રિયોનું પંચક; (૩) પ્રાણ વગેરે (પાંચ) ‘પ્રાણો' અથવા વાયુઓનું પંચક; (૪) આકાશ (પ્ર) વગેરે (પાંચ) મહાભૂતોનું પંચક; (૫) બુદ્ધિ વગેરે (ચાર)નું ચતુષ્ટય; (૬) અવિદ્યા, (૭) કામના, અને (૮) કર્મ.
પંચક એટલે પાંચનો સમૂહ અને ચતુષ્ટય એટલે ચારનો સમૂહ. જામ: ચ જર્મ ૨ વૃત્તિ જામર્મળી । કામના-કામવાસના અને કર્મ. આઠની સંખ્યાની ગણતરી આ પ્રમાણે નક્કી કરવામાં આવી છે : ચાર પંચકો, એક ચતુષ્ટય, એટલે પાંચ; અને વ્યક્તિગત રીતે (Individually) અવિદ્યા, કામના અને કર્મ, - એ ત્રણ; આમ, ૪+૧+૩=૮, એવો સરવાળો થયો. પરંતુ આ બધાંને વ્યક્તિશઃ, વ્યક્તિગત રીતે લઈએ તો, ૫+૫+૫+૫+૪+૩= “સૂક્ષ્મશરીર”નાં કૂલ ૨૭ ઘટક તત્ત્વો થાય. આ “સૂક્ષ્મ શરીર” એટલે જ “લિંગ શરીર” (૯૮)
અનુવાદ :– વાણી વગેરે(કર્મેન્દ્રિયો)નું પંચક, શ્રવણ વગેરે(જ્ઞાનેન્દ્રિયો)નું વિવેકચૂડામણિ / ૧૯૧